Apabhramsa pali prakrit literature

સુરસુંદરિચરિઅ (સુરસુંદરીચરિત)

સુરસુંદરિચરિઅ (સુરસુંદરીચરિત) : પ્રાકૃત ભાષામાં લખાયેલો ચરિત ગ્રંથ. ‘કહાણયકોસ’ના કર્તા જિનેશ્વરસૂરિના શિષ્ય સાધુ ધનેશ્વરે સુબોધ પ્રાકૃત ગાથાઓમાં વિ. સં. 1094(ઈ. સ. 1038)માં ચડ્ડાવલિ નામના સ્થાનમાં દરેકમાં 250 પદ્યો ધરાવતા સોળ પરિચ્છેદોમાં વિભક્ત એવા આ કાવ્યગુણસંપન્ન પ્રેમાખ્યાનની રચના કરી છે. ધનદેવ શેઠ એક દિવ્યમણિની મદદથી ચિત્રવેગ નામના વિદ્યાધરને નાગપાશમાંથી છોડાવે છે.…

વધુ વાંચો >

સેઉબન્ધ (सेतुबन्ध)

સેઉબન્ધ (सेतुबन्ध) : પ્રવરસેનરચિત પ્રાકૃત મહાકાવ્ય. તે ‘રાવણવધ’ અને ‘દશમુખવધ’ એ નામે પણ ઓળખાય છે. ઈ. સ.ની પાંચમી શતાબ્દીની બીજી પચ્ચીસીમાં થઈ ગયેલા વાકાટક વંશના રાજા પ્રવરસેન બીજા આ કાવ્યના કર્તા હોવાનો સંભવ છે. પંદર સર્ગના આ કાવ્યનું કથાનક વાલ્મીકિ રામાયણ પર આધારિત છે. આનું કથાવસ્તુ હનુમાન સીતાના સમાચાર મેળવીને…

વધુ વાંચો >

હરિભદ્રસૂરિ (વિરહાંક)

હરિભદ્રસૂરિ (વિરહાંક) : જૈન સાહિત્યના ટીકાલેખક, મહાન કવિ અને દાર્શનિક. તેઓ શ્વેતાંબર સંપ્રદાયના વિદ્યાધર ગચ્છના હતા. ગચ્છપતિ આચાર્યનું નામ જિનભદ્ર, દીક્ષાગુરુનું નામ જિનદત્ત અને ધર્મજનની સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું. તેઓ ચિત્રકૂટ(ચિતોડ)ના સમર્થ બ્રાહ્મણ વિદ્વાન અને રાજપુરોહિત હતા. તેઓ ઈ. સ. 705થી 775ના સમયગાળામાં થયા હોવાનું મનાય છે. તેમણે સંસ્કૃત…

વધુ વાંચો >

હરિભદ્રસૂરિ (બારમો સૈકો)

હરિભદ્રસૂરિ (બારમો સૈકો) : આચાર્ય શ્રી ચંદ્રસૂરિના શિષ્ય અને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વિશારદ કવિ. તેમણે મંત્રીશ્વર પૃથ્વીપાલની વિનંતિથી ચોવીસે તીર્થંકરોનાં ચરિત્રોની રચના દ્વારા જૈન વાઙમયની વિશિષ્ટ સેવા કરી છે. તેમણે પ્રાકૃતમાં રચેલાં ચરિત્રો પૈકી ‘ચંદપ્પહચરિય’, ‘મલ્લિનાહચરિય’ અને ‘નેમિનાહચરિય’ મળી આવે છે. એ ત્રણેયનું શ્લોક-પ્રમાણ 24,000 થાય છે. ‘નેમિનાહચરિય’…

વધુ વાંચો >

હરિવંશપુરાણ (ધવલકૃત)

હરિવંશપુરાણ (ધવલકૃત) : અપભ્રંશ ભાષામાં લખાયેલો ગ્રંથ. અપભ્રંશ ભાષામાં ‘હરિવંશપુરાણ’ અનેક છે. દિગમ્બર જૈન કવિ ધવલે પણ ‘હરિવંશપુરાણ’ રચ્યું છે. તેમાં મહાભારતની કથાની સાથે સાથે મહાવીર તથા નેમિનાથ એ બે તીર્થંકરોનાં ચરિત્રો આલેખેલાં છે. કવિના પિતાનું નામ સૂર હતું, જ્યારે માતાનું નામ કેસુલ્લ હતું. અંબસેન તેમના ગુરુ હતા. કવિ મૂળ…

વધુ વાંચો >

હેમચંદ્રીય પ્રાકૃત વ્યાકરણ

હેમચંદ્રીય પ્રાકૃત વ્યાકરણ : પ્રાચીન ભારતીય પ્રાકૃત ભાષાનું વ્યાકરણ. આચાર્ય હેમચંદ્રે આચાર્ય પાણિનિની સંસ્કૃત ભાષાના વ્યાકરણની ‘અષ્ટાધ્યાયી’ને સરળ રીતે રજૂ કરવા પ્રયત્ન કર્યો અને રાજા સિદ્ધરાજની પ્રેરણાથી સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ‘સિદ્ધહેમ’ વ્યાકરણ અથવા ‘હૈમશબ્દાનુશાસન’માં રજૂ કર્યું. પાણિનિએ પ્રશિષ્ટ સંસ્કૃત ભાષાના વ્યાકરણથી વેદની ભાષાના વ્યાકરણના નિયમો અલગ પડતા હતા તે નિયમો…

વધુ વાંચો >