Allopathy
લ્યુક્ મૉન્ટેગ્નિયર
લ્યુક્ મૉન્ટેગ્નિયર (જ. 18 ઑગસ્ટ 1932, ચેબ્રી, ફ્રાન્સ) : 2008ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા ફ્રેંચ વિષાણુવિજ્ઞાની (virologist). તે વિષાણુવિજ્ઞાન વિભાગ, પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધક અને પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. 1982માં રહસ્યમય નવા સંલક્ષણ (syndrome) AIDS(Acquired Immunodeficiency Syndrome)ના સંભવિત રીટ્રોવાઇરલ ચેપના સંશોધન માટે વિલી રૉઝેબૉં(ઑપિતલ બિયૉં હૉસ્પિટલ, પૅરિસના ચિકિત્સક)એ તેમની…
વધુ વાંચો >વક્રગ્રીવા (torticollis)
વક્રગ્રીવા (torticollis) : છાતીની મધ્યના હાડકાથી કાનની પાછળ આવેલા કર્ણમૂળ (mastoid) સુધી જતા સ્નાયુની કુંચિતતા-(contracture)થી ડોકનું સતત વાંકા રહેવું તે. તેને અંગ્રેજીમાં wry neck પણ કહે છે. છાતીની વચ્ચે આવેલા હાડકાને વક્ષાસ્થિ કે ઉરોસ્થિ (sternum) કહે છે. તેના ઉપલા છેડાથી ઉપર તરફ અને પાછળ ત્રાંસો જતો સ્નાયુ કાનની પાછળ આવેલા…
વધુ વાંચો >વધરાવળ (hydrocele)
વધરાવળ (hydrocele) : શુક્રગ્રંથિની આસપાસ પ્રવાહી ભરેલી પોટલી બનવી તે. તેને જલગુહિકા પણ કહે છે. શુક્રગ્રંથિઓ પેટની બહાર જે કોથળી જેવી રચનામાં ગોઠવાયેલી હોય છે, તેને સંવૃષણ (scrotum) કહે છે. ગર્ભાશયકાળમાં ગર્ભશિશુની શુક્રગ્રંથિનો વિકાસ થાય છે અને તે સમયે તે ખસીને પેટના પાછળના ભાગમાંથી સંવૃષણમાં આવે છે. તે સમયે નસો…
વધુ વાંચો >વયનિર્ણય
વયનિર્ણય : ઉંમરનો અંદાજ મેળવવો તે. જીવિત કે મૃત વ્યક્તિની અથવા કપાયેલા શરીરના ભાગની કાયદાકીય સંદર્ભે વય જાણવી ઘણી વખત જરૂરી બને છે. તે માટે શરીરનાં વિવિધ અંગો-અવયવોનાં વૃદ્ધિ અને વિકાસના ક્રમને જાણવાથી ઘણી ઉપયોગી માહિતી મળે છે. ઊંચાઈ, દાંત, હાડકાં, દ્વૈતીયિક જાતીય (લૈંગિક) લક્ષણો, માથા પરના વાળ વગેરે વિવિધ…
વધુ વાંચો >વર્નૉન, માર્ટિન ઇન્ગ્રામ
વર્નૉન, માર્ટિન ઇન્ગ્રામ (જ. 19 મે 1924, બ્રેસ્લો, જર્મની; અ. 17 ઑગસ્ટ 2006, બોસ્ટન, મૅસેચૂસેટ્સ) : જર્મન અમેરિકન જૈવરસાયણવિજ્ઞાની. તે 14 વર્ષના હતા ત્યારે તેમના કુટુંબ સાથે નાઝી જર્મની છોડ્યું હતું અને ઇંગ્લૅન્ડમાં નિર્વાસિત તરીકે સ્થાયી થયા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે યુદ્ધ માટે ઔષધ ઉત્પન્ન કરતા રાસાયણિક કારખાનામાં કામ…
વધુ વાંચો >વાક્ (speech) અને તેના વિકારો
વાક્ (speech) અને તેના વિકારો : વિચારો, ભાવનાઓ અને માહિતીની આપલે માટે વપરાતા શબ્દસંકેતોનું ઉચ્ચારણ અને તેને સંબંધિત વિકારો. શબ્દસંકેતોનું ઉચ્ચારણ સ્વરપેટી, ગળું, જીભ અને હોઠના હલનચલન વડે થાય છે. આકૃતિ 1માં તે અંગેની ચેતાતંત્રીય વ્યવસ્થા દર્શાવી છે. મોટા મગજની સપાટી પર આવેલા ભૂખરા રંગના વિસ્તારને મસ્તિષ્કી બાહ્યક (cerebral cortex)…
વધુ વાંચો >વાતસ્ફીતિ (emphysema)
વાતસ્ફીતિ (emphysema) : ફેફસાના વાયુપોટા(alveoli)ની દીવાલના વ્યાપક નાશને કારણે તેમનો કાયમી રીતે અને વિષમ રીતે પહોળા થઈ જવાનો વિકાર. ક્યારેક તેની સાથે ફેફસામાં તંતુઓ બને છે. તેને તંતુતા (fibrosis) કહે છે. વાતસ્ફીતિ એક પ્રકારની રોગમય દેહરચના (pathological anatomy) છે, માટે તે એક પ્રકારની વિકૃતિ છે. તેની સાથે ઘણી વખત જોવા…
વધુ વાંચો >વામનતા (dwarfism)
વામનતા (dwarfism) : વ્યક્તિની વિષમ રીતે ઓછી ઊંચાઈ. સામાન્ય રીતે ઠીંગણા માણસને વામન (dwarf) કહે છે. કદના વિકાસનો અટકાવ ઊંચાઈ, સ્નાયુઓ, માનસિક શક્તિ તથા લૈંગિક ક્ષમતાને પણ અસર કરી શકે છે. ધીમા વિકાસને લીધે જ્યારે વ્યક્તિ તેની ઉંમર પ્રમાણેની ક્ષમતા ન મેળવી શકી હોય તો તેને વિશિશુતા (infantalism) કે વિકુમારાવસ્થા…
વધુ વાંચો >વાલ્ડ, જ્યૉર્જ (Wald, George)
વાલ્ડ, જ્યૉર્જ (Wald, George) (જ. 18 નવેમ્બર 1906, ન્યૂયૉર્ક; અ. 12 એપ્રિલ 1997, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : સન 1967ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગે સ્વીડનના રેગ્નર ગ્રેનિટ (Ragnar Granit), તથા અમેરિકાના હેલ્ડન કેફર હાર્ટલાઇન(Haldan Keffer Hartline)ની સાથેના નોબેલ પારિતોષિકના વિજેતા. આ અમેરિકી જૈવરસાયણવિદને આંખમાંની પ્રાથમિક દેહધાર્મિક અને રાસાયણિક પ્રક્રિયાના અનાવિષ્ટન (discovery)રૂપ…
વધુ વાંચો >વાલ્વ, કૃત્રિમયોજી (artificial valves)
વાલ્વ, કૃત્રિમયોજી (artificial valves) : હૃદયના વિકૃત વાલ્વને સ્થાને વાપરી શકાતા કૃત્રિમ વાલ્વ (કપાટ). ડી. ઈ. હાર્કન, એસ. એલ. સોરોફ, ડબ્લ્યૂ. જે. ટેલર વગેરે દ્વારા મહાધમનીય (aortic) વાલ્વને સ્થાને વપરાતા વાલ્વનો (1960) તથા એ. સ્ટાર અને એમ. એલ. એડવર્ડ્ઝ દ્વારા દ્વિદલીય (mitral) વાલ્વને સ્થાને વપરાતા વાલ્વનો (1961) સફળ પ્રયોગ થયો.…
વધુ વાંચો >