Allopathy

રુધિરવિકલ્પો

રુધિરવિકલ્પો : જુઓ રુધિર.

વધુ વાંચો >

રુધિરસ્તંભન (haemostasis)

રુધિરસ્તંભન (haemostasis) : નસમાંથી લોહીને બહાર વહી જતું અટકાવવું તે. ઈજાને કારણે નસમાંથી લોહી બહાર વહે છે. તેને રુધિરસ્રાવ (haemorrhage) કહે છે. લોહી બહાર વહી જતું અટકે તે માટે શરીરમાં 3 પ્રકારની પ્રતિક્રિયાઓ ઉદભવે છે – (1) નસોનું સંકોચાવું, (2) ત્રાકકોષો(platelets)નું ગંઠાવું તથા (3) લોહીનો ગઠ્ઠો જામવો. ત્રણેય પ્રક્રિયાઓને શાસ્ત્રીય…

વધુ વાંચો >

રુધિરસ્રાવિતા, નવમઘટકીય

રુધિરસ્રાવિતા, નવમઘટકીય (haemophia B, Christmas disease, factor IX haemophila) : ફક્ત પુરુષોને થતો ગંઠકઘટક IXની જન્મજાત ઊણપથી થતી લોહી વહેવાની તકલીફનો વિકાર. તે વારસાગત રોગ છે. મોટાભાગના કિસ્સામાં નવમા ઘટકની ઊણપ હોય છે. પણ આશરે અર્ધા કિસ્સામાં નવમા ઘટકનો અણુ વિષમ પ્રકારે કાર્ય કરતો હોય છે. આવા વિષમ ક્રિયા કરતા…

વધુ વાંચો >

રુધિરસ્રાવિતા, માતૃપક્ષી (haemophilia A)

રુધિરસ્રાવિતા, માતૃપક્ષી (haemophilia A) : માતા દ્વારા વારસામાં ઊતરી આવતો અને નરસંતતિને થતો લોહી વહેવાનો વિકાર. પુરુષોમાં X અને Y એમ બે પ્રકારનાં લૈંગિક રંગસૂત્રો હોય છે; જેમાંથી X પ્રકારનું લૈંગિક રંગસૂત્ર માતા તરફથી અને ‘Y’ રંગસૂત્ર પિતા તરફથી મળે છે. માતાનું વિકૃતિવાળું ‘X’ રંગસૂત્ર જે સંતતિને મળે તેને આ…

વધુ વાંચો >

રુધિરસ્રાવિતા, વ્યાપક અંત:ગંઠી (disseminated intravascular coagulation, DIC)

રુધિરસ્રાવિતા, વ્યાપક અંત:ગંઠી (disseminated intravascular coagulation, DIC) : શરીરની નસોમાં વ્યાપકપણે લોહી ગંઠાઈ જવાથી શરીરમાંથી વિવિધ સ્થળેથી લોહી વહેવાનો થતો વિકાર. તેને વ્યાપક અંતર્ગુલ્મનજન્ય રુધિરસ્રાવિતા પણ કહે છે. સામાન્ય રીતે તે કોઈ અન્ય ગંભીર રોગને કારણે થાય છે. તેની સાથે સૂક્ષ્મવાહિનીરુગ્ણતાજન્ય રક્તકોષ-વિલયનકારી પાંડુતા (microangiopathic haemolytic anaemia) હોય છે. આ વિકારમાં…

વધુ વાંચો >

રુધિરાભિસરણતંત્ર

રુધિરાભિસરણતંત્ર : જુઓ હૃદય અને વાહિનીતંત્ર.

વધુ વાંચો >

રુધિરી સંવર્ધન (blood culture)

રુધિરી સંવર્ધન (blood culture) : લોહીમાં ભ્રમણ કરતા સૂક્ષ્મજીવોને સંવર્ધન-માધ્યમ (culture medium) દ્વારા ઉછેરીને તેમની હાજરી તથા ઍન્ટિબાયૉટિક ઔષધો વડેની તેમની વશ્યતા જાણવાની ક્રિયા. જ્યારે કોઈ દર્દીને હૃદયના વાલ્વ(કપાટ)નો ચેપ લાગ્યાની શંકા હોય, દર્દીને આવતા તાવનું કારણ જાણમાં ન હોય અથવા પ્રતિરક્ષાની ઊણપ (immunodeficiency) ધરાવતા કે તે સિવાયના તીવ્ર ચેપથી…

વધુ વાંચો >

રૂઝપ્રક્રિયા (healing)

રૂઝપ્રક્રિયા (healing) : ચેપ, ઈજા કે અન્ય પ્રકારની પેશીવિકૃતિ પછી પુન: પૂર્વસ્થિતિ પ્રાપ્ત કરવાની ક્રિયા. ઘાવ, ચેપ કે પ્રતિરક્ષાલક્ષી (immunological) ઈજાને કારણે પેશીમાં ક્ષતિ ઉદભવે છે. તેના તરફના પ્રતિભાવરૂપે સૌપ્રથમ ત્યાં લોહીનું પરિભ્રમણ વધે છે. લોહીના વિવિધ કોષો, ખાસ કરીને શ્વેતકોષો, ત્યાં ઠલવાય છે. પેશીમાંના વિવિધ ભક્ષકકોષો (phagocytes) પણ ત્યાં…

વધુ વાંચો >

રૂ, પેયટન (Rous, Payton)

રૂ, પેયટન (Rous, Payton) (જ. 5 ઑક્ટોબર 1879, બાલ્ટિમોર, મેરિલૅન્ડ અ. 16 ફેબ્રુઆરી 1970, ન્યૂયૉર્ક) : સન 1966ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારથી સન્માનિત અમેરિકી તબીબ. તેમને અર્બુદપ્રેરક વિષાણુઓ(tumour inducing viruses)ની એટલે કે કૅન્સરજનન શરૂ કરાવતા વિષાણુઓની શોધ માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેની સાથે ચાર્લ્સ બી. હગિન્સને…

વધુ વાંચો >

રેચકો

રેચકો : મળત્યાગમાં સહાયક ઔષધો. તેઓ જઠર-આંતરડાંના બનેલા માર્ગમાં આહારની ગતિ વધારે છે. તેઓ મુખ્યત્વે 3 પ્રકારનાં હોય છે – ઉત્ક્ષોભકો (irritants) અથવા ઉત્તેજકો (stimulants), દળવર્ધકો (bulk forming) અને મૃદુમળકારકો (stool softeners). (અ) ઉત્ક્ષોભકો અથવા ઉત્તેજકો : તેઓ આંતરડાંનું ઉત્તેજન કરીને તેની ગતિ વધારે છે. દિવેલ અથવા એરંડિયા(castor oil)નું નાના…

વધુ વાંચો >