Allopathy
સાલ્ક જોનાસ
સાલ્ક, જોનાસ (જ. 28 ઑક્ટોબર 1914, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 23 જૂન 1995, અમેરિકા) : બાળલકવો(poliomyelitis)ના રોગ સામે રસી વિકસાવનાર. તેમનાં માતા-પિતા રશિયન-યહૂદીઓ હતાં જે અમેરિકા આવીને વસ્યાં હતાં. તેઓ ખાસ ભણેલાં ન હતાં, પરંતુ તેમણે તેમનાં બાળકોને શિક્ષણ અપાવ્યું. જોનાસ સાલ્ક તેમના કુટુંબની પ્રથમ વ્યક્તિ હતી, જે કૉલેજમાં ભણવા ગઈ…
વધુ વાંચો >સિડેનહામ થૉમસ
સિડેનહામ થૉમસ (જ. 1624, વિન્ફોર્ડ ઈગલ, ડોર્સેટ, ઇંગ્લૅન્ડ; અ. 29 ડિસેમ્બર 1689, લંડન) : ચિકિત્સક. તેઓ નિદાનાત્મક આયુર્વિજ્ઞાન (clinical medicine) અને મહામારીવિજ્ઞાન-(epidemiology)ના સ્થાપક તરીકે જાણીતા હતા. તે દર્દીઓનાં વિસ્તૃત અવલોકનો પર ભાર મૂકતા હતા અને તેમણે તે વિશેની સચોટ નોંધો જાળવી હતી. તેમને ‘અંગ્રેજ હિપૉક્રટીસ’ તરીકે ઓળખાવવામાં આવે છે. સિડેનહામ…
વધુ વાંચો >સિમ્પસન જેમ્સ યંગ
સિમ્પસન, જેમ્સ યંગ (જ. 7 જૂન 1811, બરથગેટ; અ. 6 મે 1870, લંડન) : સ્કૉટલૅન્ડના જગવિખ્યાત પ્રસૂતિશાસ્ત્રજ્ઞ (obstetrician). યંગના પિતાશ્રીની બેકરી હતી અને તેઓ તેમનું સાતમા નંબરનું સંતાન હતા. 1832માં યંગે એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી અને આ જ યુનિવર્સિટીમાં તેમણે પ્રસૂતિશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. ઑક્ટોબર, 1846માં એક…
વધુ વાંચો >સિયામી જોડકાં (Siamese twins)
સિયામી જોડકાં (Siamese twins) : જન્મથી જ શરીરના કોઈ ભાગથી જોડાયેલું સહોદરોનું જોડકું. તેને સંશ્લિષ્ટ (conjointed) કે અવિભક્ત જોડકું (યુગ્મક, twin) કહે છે. સન 1811-1874માં સિયામ – હાલના થાઇલૅન્ડ – માં જન્મેલા ચાંગ અને ચેન્ગ બુન્કર નામના પ્રખ્યાત ચીની ભાઈઓના અવિભક્ત જોડકા પરથી શરીરથી જોડાયેલા સહોદરોના જોડકાને સિયામી જોડકું કહે…
વધુ વાંચો >સી.ટી. સ્કૅન
સી.ટી. સ્કૅન : નિદાનલક્ષી ચિત્રણો (images) મેળવવાની એક પદ્ધતિ. તેનું અંગ્રેજી પૂરું નામ computed tomography એટલે કે સંગણિત અનુપ્રસ્થ છેદચિત્રણ છે. તેને અગાઉ સંગણિત અક્ષીય અનુપ્રસ્થ છેદચિત્રણ (computed axial tomography) કહેવાતું. તેમાં કોઈ લાંબા દંડ અથવા માનવશરીરમાં આડો છેદ કરીને ઉપરથી જોવામાં આવે તેવી રીતનું ચિત્રણ મળે છે. તે એક…
વધુ વાંચો >સીરમ વ્યાધિ (serum sickness)
સીરમ વ્યાધિ (serum sickness) : એક પ્રકારની 8થી 10 દિવસ પછી થતી ઍલર્જી(વિષમોર્જા)રૂપ પ્રતિક્રિયા. તે પ્રાણીજન્ય પ્રતિરુધિરરસ અથવા પ્રતિરસ (antiserum) કે કેટલીક ઍન્ટિબાયૉટિક દવા સામે 4થી 10 દિવસ પછી થતી પ્રતિક્રિયા છે. તેને રુધિરરસજન્ય વ્યાધિ (serum sickness) પણ કહે છે. તે ત્રીજા પ્રકારની અતિપ્રતિગ્રાહ્યતા (hyper sensitivity) અથવા વિષમોર્જા (allergy) છે.…
વધુ વાંચો >સીસ-ટ્રાન્સ કસોટી
સીસ–ટ્રાન્સ કસોટી : એક જ લક્ષણને અસર કરનારી બે સ્વતંત્ર રીતે ઉદભવેલી વિકૃતિઓ (mutations), એક જ કે અલગ DNAના ભાગ (સિસ્ટ્રોન) ઉપર પેદા થઈ છે કે નહિ, તે નક્કી કરી આપતી કસોટી. તેને સીસ-ટ્રાન્સ પૂરક કસોટી પણ કહે છે. કોઈ પણ સજીવનાં લક્ષણોનું નિયમન, તેના દૈહિક બંધારણના ઘટક કોષોમાંના કોષકેન્દ્ર…
વધુ વાંચો >સીસાની વિષાક્તતા
સીસાની વિષાક્તતા : સીસાની ધાતુ કે તેના રસાયણોના સંસર્ગથી થતી ઝેરી અસર. સીસું એક પ્રકારની ભારે ધાતુ છે. તેને ખાણમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. સીસું સૈકાઓથી ઉદ્યોગો અને ઘરેલુ ચીજવસ્તુઓમાં વપરાય છે. સીસાની આરોગ્ય પર થતી જોખમી અસરોને સીસાની વિષાક્તતા (lead poisoning, pulmbism) કહેવાય છે. સીસાની વિષાક્તતા પ્રાચીન સમયથી જાણીતી…
વધુ વાંચો >સુકતાન (rickets)
સુકતાન (rickets) : બાળકોમાં હાડકાંમાં કૅલ્શિયમની જમાવટ ન થાય ત્યારે પોચાં અને કુરચના(deformity)વાળાં હાડકાં બને તે. તે શિશુઓ અને બાળકોમાં સામાન્ય પ્રકારના અસ્થિકરણ-(ossification)માં વિકાર કરતો રોગ છે. પુખ્તવયે જ્યારે હાડકાંમાં ફક્ત કૅલ્શિયમની જમાવટ ન થાય પણ પ્રોટીન વગેરે પોષકદ્રવ્યોની ઊણપ ન હોય તો તેને અસ્થિમૃદુતા (osteomalacia) કહે છે. બાળકોમાં થતો…
વધુ વાંચો >સુધર્લૅન્ડ અર્લ ડબ્લ્યૂ. (જુનિયર)
સુધર્લૅન્ડ અર્લ ડબ્લ્યૂ. (જુનિયર) (જ. 19 નવેમ્બર 1915, બર્લિગેમ, કેન્સાસ, યુ.એસ.; અ. 9 માર્ચ 1974) : સન 1971ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યા (physiology) અંગેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને આ સન્માન અંત:સ્રાવોની ક્રિયાપ્રવિધિ (mechanism) અંગે તેમણે કરેલા અન્વેષણ(discovery)ને કારણે પ્રાપ્ત થયું હતું. તે સમયે તેઓ અમેરિકાના નેશવિલે(Nashville)ની વૅન્ડર્બિલ્ટ (Vanderbilt) વિશ્વવિદ્યાલયમાં દેહધર્મવિદ્યાના પ્રાધ્યાપક…
વધુ વાંચો >