હેમન્તકુમાર શાહ

અમરોહા

અમરોહા : ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના મુરાદાબાદ જિલ્લામાં મુરાદાબાદ શહેરની પશ્ચિમ બાજુએ સોન નદીને કિનારે વસેલું શહેર. ભૌગોલિક સ્થાન : 280 55´ ઉ. અ. અને 780 28´ પૂ. રે. વસ્તી : 1,98,471 (2011). તે દિલ્હી અને મુરાદાબાદ સાથે રેલવેથી સંકળાયેલું છે. ખેતપેદાશોનું મોટું બજારકેન્દ્ર છે. હાથસાળ, માટીકામ અને ખાંડની મિલો…

વધુ વાંચો >

અમેરિકન ફેડરેશન ઑવ્ લેબર–કૉંગ્રેસ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનિઝેશન્સ

અમેરિકન ફેડરેશન ઑવ્ લેબર–કૉંગ્રેસ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનિઝેશન્સ (AFL–CIO) : ધંધાવાર કામદારોને સંગઠિત કરવાના સિદ્ધાંત ઉપર 1886માં સ્થપાયેલું અમેરિકન ફેડરેશન ઑવ્ લેબર (A. F. L.) અને ઉદ્યોગવાર કામદારોને સંગઠિત કરનાર 1935માં સ્થપાયેલ કાગ્રેસ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનિઝેશન્સ(C.I.O.)ના જોડાણ દ્વારા 1955માં રચાયેલું અમેરિકાનાં સ્વાયત્ત મજૂર મંડળોનું મહામંડળ. દર બે વર્ષે મહામંડળનું અધિવેશન મળે…

વધુ વાંચો >

અમેરિકન ફ્રેન્ડ્ઝ સર્વિસ કમિટી

અમેરિકન ફ્રેન્ડ્ઝ સર્વિસ કમિટી (1917) : અમેરિકા અને કૅનેડાના ક્વેકર્સે સ્થાપેલી સમાજસેવા અને સુલેહ-શાંતિનું કામ કરતી સંસ્થા. સમિતિનાં નાણાકીય સાધનો વ્યક્તિઓ, પ્રતિષ્ઠાનો અને કેટલીક વાર તે જે દેશોમાં કાર્યક્રમો ચલાવે તેની સરકારો પાસેથી આવે છે. તેનું વડું મથક ફિલાડેલ્ફિયામાં છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં લશ્કરી સેવાના વિકલ્પ તરીકે ઍમ્બ્યુલન્સ એકમો અને રાહત…

વધુ વાંચો >

અમેરિકા

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…

વધુ વાંચો >

અરનાથ

અરનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં 18મા તીર્થંકર. હસ્તિનાપુરના રાજા સુદર્શન અને તેની પત્ની દેવીના પુત્ર અરનાથનો જન્મ માગશર સુદ દસમના રોજ થયો હતો અને તેઓ માગશર સુદ દસમે જ નિર્વાણ પામ્યા હતા. તેમનું આયુષ્ય 84 હજાર વર્ષનું હોવાનું જૈન પરંપરા જણાવે છે. 21 હજાર વર્ષ રાજ કર્યા બાદ ત્રણ…

વધુ વાંચો >

અરબી દ્વીપકલ્પ

અરબી દ્વીપકલ્પ એશિયા ખંડના નૈર્ઋત્ય છેડે આવેલો વિશાળ દ્વીપકલ્પ. ભૌગોલિક સ્થાન : તે આશરે 12° 03´ ઉ. અ.થી 32° 01´ ઉ. અ. અને 37° 00´ પૂ. રે.થી 60° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 2.60 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની મહત્તમ લંબાઈ આશરે 1,900 કિમી. અને મહત્તમ પહોળાઈ…

વધુ વાંચો >

અરાહ

અરાહ : ભારતમાં બિહારના ભોજપુર જિલ્લાનું વડું મથક. વસ્તી : 1,56,871 (1991). રેલવે અને માર્ગવાહનવ્યવહારથી તે રાજ્યનાં અન્ય શહેરો સાથે જોડાયેલું છે. ખેતપેદાશો અને ખાસ કરીને તેલીબિયાંના વ્યાપારનું મોટું કેન્દ્ર છે. 1857ના અંગ્રેજો સામેના બળવાનું અરાહ એક મહત્વનું કેન્દ્ર બન્યું હતું. કુંવરસિંહ સામેની લડાઈમાં અંગ્રેજોએ ‘લિટલ હાઉસ’ નામક મકાનને બચાવ્યું…

વધુ વાંચો >

અરિષ્ટનેમિ

અરિષ્ટનેમિ : જૈનપરંપરામાં 24 તીર્થંકરો પૈકીના 22મા તીર્થંકર. કુશાર્ત દેશના શૌર્ય નગરના હરિવંશના રાજા સમુદ્રવિજય અને તેની પત્ની શિવાદેવીના પુત્ર અરિષ્ટનેમિનો જન્મ કાર્તિક વદ બારશે થયો હતો. તેઓ કૃષ્ણ વાસુદેવના પિત્રાઈ ભાઈ થતા હતા. એમનું સગપણ ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે થયું હતું, પણ લગ્નોત્સવના ભોજન અર્થે થતી પશુહિંસા જોઈ વૈરાગ્ય…

વધુ વાંચો >

અરુણાચલ પ્રદેશ

અરુણાચલ પ્રદેશ : ભૌગોલિક સ્થાન : તે આશરે 270.00થી 290.30´ ઉ. અ. અને 920થી 980 પૂ. રે. વચ્ચે આવેલું છે. ભારતના છેક ઈશાન ખૂણામાં આવેલું રાજ્ય. અહીં સૌપ્રથમ સૂર્યોદય દેખાય તેથી અરુણાચલ નામ અપાયું. અરુણાચલની ઉત્તરે અને ઈશાને ચીન દેશ, અગ્નિએ મ્યાનમાર, દક્ષિણે નાગાલેન્ડ, નૈઋત્યે અસમ રાજ્ય અને પશ્ચિમે ભૂતાન…

વધુ વાંચો >

અરૂપ્પુ કોટ્ટૈ

અરૂપ્પુ કોટ્ટૈ : તામિલનાડુ રાજ્યમાં આવેલા રામનાથપુરમ્ જિલ્લાનો તાલુકો. અરૂપ્પુ કોટ્ટૈનો તાલુકામથક તરીકે વિકાસ થયેલો છે. રામનાથપુરમ્ જિલ્લાનું આ શહેર વેપારી મથક પણ છે. આ શહેરમાં વસતા શાનક અને સાદિક જાતિના લોકો સૂતર રંગવામાં અને વણવામાં અતિકુશળ હોઈ અહીં કાપડનું સારું ઉત્પાદન થાય છે. તે ઉત્તમ કોટિનું હોવાથી તેની શ્રીલંકા…

વધુ વાંચો >