અરાહ : ભારતમાં બિહારના ભોજપુર જિલ્લાનું વડું મથક. વસ્તી : 1,56,871 (1991). રેલવે અને માર્ગવાહનવ્યવહારથી તે રાજ્યનાં અન્ય શહેરો સાથે જોડાયેલું છે. ખેતપેદાશો અને ખાસ કરીને તેલીબિયાંના વ્યાપારનું મોટું કેન્દ્ર છે. 1857ના અંગ્રેજો સામેના બળવાનું અરાહ એક મહત્વનું કેન્દ્ર બન્યું હતું. કુંવરસિંહ સામેની લડાઈમાં અંગ્રેજોએ ‘લિટલ હાઉસ’ નામક મકાનને બચાવ્યું હતું. 1865માં અરાહમાં મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ હતી.

હેમન્તકુમાર શાહ