હસમુખ વ્યાસ
વ્હેલી વૉટસન જૉન (કર્નલ)
વ્હેલી વૉટસન જૉન (કર્નલ) (જ. 1838, પુણે; અ. 1889) : કાઠિયાવાડના 4થા પોલિટિકલ એજન્ટ તથા ગુજરાતના પુરાતત્વના જ્ઞાતા. પિતા વ્હેલી પુણેમાં બ્રિટિશ સરકારના એક અધિકારી હતા. 16 વર્ષની વયે જૉને ઇંગ્લૅન્ડમાં લશ્કરી તાલીમ પૂરી કરી ભારત આવી પુણે એક્સાઇન રેજિમેન્ટમાં ભરતી થયા. ક્રમશ: ઉત્તરોત્તર બઢતી મેળવતા જઈ 1862માં કૅપ્ટન થયા…
વધુ વાંચો >શર્મા, ગિરધર આર.
શર્મા, ગિરધર આર. (જ. ?) : અલ્લાહાબાદની આસપાસનાં સ્થળોનો પુરાતત્વીય ઇતિહાસ પ્રકાશમાં લાવનાર પુરાતત્વવિદ અને ઇતિહાસકાર. ડૉ. શર્મા ગિરધરે અલ્લાહાબાદ યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ-સંસ્કૃતિ-પુરાતત્વ ભવનના અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. અધ્યાપન દરમિયાન સહકાર્યકરો અને વિદ્યાર્થીઓના સહકારથી ડૉ. શર્માએ અલ્લાહાબાદની આસપાસનાં ઘણાં પુરાતત્વીય સ્થળોનું નિરીક્ષણ અને તેમની તપાસ કરેલાં અને કેટલાંકનું તો પ્રારંભિક…
વધુ વાંચો >શાકંભરી
શાકંભરી : મહાભારત અને પુરાણો અનુસાર એક દેવી. આ દેવીએ હજાર દિવ્ય વર્ષો સુધી, મહિનાના અંતે એક વાર શાકનો આહાર કરીને તપ કર્યું હતું. ઋષિઓ તેમની પાસે આવ્યા ત્યારે તેઓનું આતિથ્ય પણ શાકથી કર્યું હતું. ત્યારથી તેમનું નામ શાકંભરી પડ્યું. ઉત્તરપ્રદેશના સહરાનપુર જિલ્લામાંના એક તીર્થમાં શાકંભરી દેવીની સ્વયંભૂમૂર્તિ છે. એવી…
વધુ વાંચો >શાસ્ત્રી, હીરાનંદ
શાસ્ત્રી, હીરાનંદ (જ. ?; અ. ઑગસ્ટ, 1946) : ગુજરાતના પુરાતત્વવિદ અને લેખાધિકારી. ભારત સરકારના લેખાધિકારી(epigraphist)પદેથી 1934માં નિવૃત્ત થયા બાદ આ અરસામાં જ વડોદરા રાજ્યમાં નવા જ શરૂ થયેલા પુરાતત્વ વિભાગના અધિકારી તરીકે જોડાઈ તત્કાલીન મહારાજાની ઇચ્છાનુસાર વડોદરા રાજ્યના પુરાતત્ત્વીય સઘન અભ્યાસ માટે જે તે પ્રાચીન સ્થળોની જાતતપાસ આરંભી સંબંધિત સ્થળોની…
વધુ વાંચો >શેખ, ફરીદુદ્દીન ગંજેશકર
શેખ, ફરીદુદ્દીન ગંજેશકર (જ. ઈ. સ. 1188, કોઠેવાલા, મુલતાન; અ. 1280) : ભારતીય સૂફી-સંત પરંપરાના અગ્રણી, ધર્મોપદેશક અને ભારતના પ્રમુખ ચાર ચિસ્તી સૂફીઓમાંના એક. પ્રારંભિક શિક્ષા મુલતાનમાં લીધી. ત્યાર પછી દિલ્હીના શેખ કુતબુદ્દીન બખત્યાર પાસે દીક્ષિત થઈ અજોધન ઉર્ફે અજયવર્ધન (સાહીવાલ-પાકિસ્તાન) નામના ગામે સ્થાયી વસવાટ સ્વીકાર્યો. તેમનું એક નામ હતું…
વધુ વાંચો >સરખેજ
સરખેજ : અમદાવાદ સિટી તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 59´ ઉ. અ. અને 72° 30´ પૂ. રે.. તે અમદાવાદ શહેરથી પશ્ચિમ તરફ અમદાવાદ-સૌરાષ્ટ્રના માર્ગ પર આવેલું છે. સરખેજ અને તેની આજુબાજુની ભૂમિ સમતળ અને ફળદ્રૂપ છે. અહીંનાં મે અને જાન્યુઆરીનાં સરેરાશ ગુરુતમ-લઘુતમ તાપમાન અનુક્રમે 41° સે. અને…
વધુ વાંચો >સરદારગઢ
સરદારગઢ : જૂના જૂનાગઢ રાજ્યનો પાંચમા વર્ગનો એક તાલુકો અને એ નામનું ગામ. મૂળ જૂનાગઢના નવાબના ભાયાત મુખત્યારખાને બાંટવામાંથી પોતાનો હિસ્સો મેળવી ગીદડ નામના ગામમાં વસવાટ કર્યો (1898), જે પછી ‘સરદારગઢ’ તરીકે ઓળખાયું. સૌરાષ્ટ્રના જે નાનાં દેશી રાજ્યો ને તાલુકાઓ બ્રિટિશ એજન્સીની સીધી દેખરેખ હેઠળ હતાં, તેને પ્રથમ વર્ગના રાજાઓ-રાજ્યો…
વધુ વાંચો >સરયૂ
સરયૂ : ઉત્તર (અવધ) પ્રદેશની એક પુરાણપ્રસિદ્ધ પવિત્ર નદી. ઋગ્વેદ અનુસાર તેના શાંત ને પવિત્ર કિનારે ઋષિઓ તપ-સાધના અને તત્ત્વચિંતન-યજ્ઞાદિ ધાર્મિક અનુષ્ઠાન કરતા હતા. મહાભારત અનુસાર હિમાલયના સ્વર્ણશિખરમાંથી ઉદ્ભવેલી ગંગાની સાત ધારાઓમાંની તે એક છે. વસિષ્ઠ ઋષિ કૈલાસ તરફ જતી ગંગાને માનસરોવરમાં લઈ આવ્યા ત્યારે અહીં આવતાં એમણે સરોવર(માન)ને તોડી…
વધુ વાંચો >સરસ્વતી (નદી)
સરસ્વતી (નદી) આર્યાવર્તમાં ક્યારેક અસ્તિત્વ ધરાવતી, પરંતુ તે પછીના કાળમાં લુપ્ત થઈ ગયેલી નદી. આજે દંતકથા બની રહેલી, પરંતુ ઋગ્વેદમાં, પ્રાચીન પૌરાણિક ગ્રંથોમાં તેમજ મહાભારતમાં જેના ભરપૂર ઉલ્લેખો મળે છે તે વિપુલ જળરાશિ ધરાવતી સરસ્વતી નદી ભૂતકાળમાં કોઈ એક કાળે વાયવ્ય ભારતમાં વહેતી હતી. તે હિમાલયની કોઈક હિમનદીમાંથી નીકળીને આજના…
વધુ વાંચો >સંજાણ સંજ્જાન
સંજાણ – સંજ્જાન : હાલના દક્ષિણ ગુજરાતમાં આવેલ એક પ્રાચીન વહીવટી વિભાગ. રાષ્ટ્રકૂટ વંશના અમોઘવર્ષ 1લાના સંજાણમાંથી મળેલાં પતરાંનાં ઈ. સ. 871ના દાનશાસનનો ‘સંજ્જાન પત્તન’ તરીકેનો તથા તે વહીવટી વિભાગ હોય એવો ‘સંજાણ’ પાસેની ચોવીસી વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રકૂટ વંશના રાજા ઇંદ્રરાજ 3જાના ઈ. સ. 926ના દાનશાસનમાં જણાવ્યા…
વધુ વાંચો >