હર્ષિદા દવે

રૉય બર્મન, બિકર્ણ કેશરી

રૉય બર્મન, બિકર્ણ કેશરી (જ. 1922, હબીબગંજ, બાંગ્લાદેશ) : ભારતના જાણીતા નૃવંશશાસ્ત્રી. તેમણે નૃવંશશાસ્ત્રમાં કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને ડી.ફિલ.ની પદવી મેળવી હતી. તેમણે 1955–60 દરમિયાન પશ્ચિમ બંગાળના આદિવાસી સંશોધન-કેન્દ્રમાં સહાયક મદદનીશ તરીકે કામ કરેલું. 1960–61માં તેઓ ભારત સરકારના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિભાગમાં મદદનીશ કમિશનર તરીકે જોડાયા. તેમણે રજિસ્ટ્રાર…

વધુ વાંચો >

રૉય, શરતચંદ્ર

રૉય, શરતચંદ્ર (જ. 4 નવેમ્બર 1870; અ. 30 એપ્રિલ 1942, રાંચી) : ભારતના પ્રસિદ્ધ નૃવંશશાસ્ત્રી. 1888માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1892માં બી.એ.ની ઉપાધિ અંગ્રેજી વિષય સાથે મેળવી. 1893માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1895માં કોલકાતાથી કાયદાની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ રાંચી આવ્યા અને ત્યાં વકીલાત શરૂ કરી. છોટાનાગપુરનું મુખ્ય…

વધુ વાંચો >

વારલી

વારલી : એક આદિવાસી જાતિ. અનેક વિદ્વાનોએ વારલી જાતિના મૂળ વતન વિશે અનુમાનો કર્યા છે. જેમના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તેમનો કોઈ ઇતિહાસ નથી. બૉમ્બે ગૅઝેટિયરની નોંધ પ્રમાણે વારલીઓ મૂળ દક્ષિણ ભારતના કોંકણ તરફના વતનીઓ છે. ચૌદમી અથવા પંદરમી સદીમાં દખ્ખણમાંથી ફિરંગીઓને કારણે, કુદરતી કોપને કારણે, મરાઠાઓની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓના…

વધુ વાંચો >

વાર્નેર વિલિયમ લૉઇડ

વાર્નેર વિલિયમ લૉઇડ (જ. 26 ઑક્ટોબર 1898, રેડલૅન્ડ્ઝ, કાલિફ; અ. 23 મે 1970, શિકાગો) : અમેરિકાના સામાજિક નૃવંશશાસ્ત્રી. તેમણે ઈ. સ. 1926માં બી.એ.ની પદવી નૃવંશશાસ્ત્રમાં લીધી. તેમણે 1927થી 1929 દરમિયાન ઑસ્ટ્રેલિયામાં રહીને મુર્નજિન લોકોનો અભ્યાસ કર્યો. ઈ. સ. 1929માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં નૃવંશશાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપક તરીકે અને 1935માં શિકાગો યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

વિદ્યાર્થી, એલ. પી.

વિદ્યાર્થી, એલ. પી. (જ. 28 ફેબ્રુઆરી 1931, જિ. પટણા; અ. 1 ડિસેમ્બર 1985) : ભારતના એક પ્રસિદ્ધ નૃવંશશાસ્ત્રી. તેમણે ગયાની રાજેન્દ્ર વિદ્યાલય હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1946માં મૅટ્રિક્યુલેશનની તથા 1950માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1953માં લખનૌ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. અનુસ્નાતકમાં પ્રથમ આવવા બદલ તેમને ઇન્દ્રજિતસિંગ ગોલ્ડ મેડલ મળ્યો…

વધુ વાંચો >

વેરિયર, એલ્વિન (Verrier Elwin)

વેરિયર, એલ્વિન (Verrier Elwin) (જ. 29 ઑગસ્ટ 1902, ડોવર, ઇંગ્લૅન્ડ; અ. 22 ફેબ્રુઆરી 1964, નવી દિલ્હી) : ભારતની સ્વતંત્રતાની લડતના સક્રિય કાર્યકર, નૃવંશશાસ્ત્રી અને ભારતના આદિવાસીઓની જીવનપ્રણાલીના અઠંગ અભ્યાસી. તેમનો જન્મ ઇંગ્લૅન્ડના એક ધાર્મિક પરિવારમાં થયો હતો. પિતા પાદરી હતા. તેમણે ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય અને ધર્મવિજ્ઞાન આ બંને…

વધુ વાંચો >

શ્રીનિવાસ, એમ. એન.

શ્રીનિવાસ, એમ. એન. (જ. 16 નવેમ્બર 1916, મૈસૂર; અ. 30 નવેમ્બર 1999) : ભારતના અગ્રણી નૃવંશશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી. એમ. નરસિમ્હાચાર શ્રીનિવાસે શાળા-કૉલેજનું શિક્ષણ મૈસૂરથી લીધું હતું. એમણે ઈ. સ. 1936માં સ્નાતકની પદવી સામાજિક તત્વજ્ઞાનના વિષયમાં મેળવી. 1939માં અનુસ્નાતકની પદવી મેળવી, જેમાં તેમણે જી. એસ. ઘૂર્યેના સાંનિધ્યમાં શોધનિબંધ ‘મૅરેજ ઍન્ડ ફૅમિલી…

વધુ વાંચો >

સક્સેના, આર. એન. (રામનરેશ સક્સેના)

સક્સેના, આર. એન. (રામનરેશ સક્સેના) (જ. 12 જૂન 1909, લખીમપુર, ખેરી, ઉત્તરપ્રદેશ) : સમાજશાસ્ત્રના અધ્યાપક. તેમણે લખનૌમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સક્સેનાએ એમ.એ. (1932); પીએચ.ડી. (1937) અને ડી.લિટ.(1947)ની પદવી લખનૌ યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ભારતના વિદ્વાન સમાજવૈજ્ઞાનિકો જેવા કે રાધાકમલ મુખરજી, ડી. પી. મુખરજી, ધીરેન્દ્રનાથ મજમુદાર વગેરે પાસેથી તેમણે શિક્ષણ મેળવ્યું…

વધુ વાંચો >

સમાજકલ્યાણ

સમાજકલ્યાણ : સમાજના કોઈ સમુદાયની વ્યાધિકીય સ્થિતિમાં સુધારો લાવવાની દિશામાં વ્યક્તિગત અથવા સાર્વજનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા વ્યવસ્થિત પ્રયાસો. ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ અનુસાર સમાજકલ્યાણ એ કાયદાની એવી પદ્ધતિ છે જેના દ્વારા સરકાર સંરક્ષણ – સુરક્ષા આપીને પોતાના નાગરિકોને સામાજિક-આર્થિક કલ્યાણ બક્ષે છે. યુનાઇટેડ નૅશન્સે આધુનિક રાજ્યની કલ્યાણપ્રવૃત્તિઓને માનવ-અધિકારો સાથે જોડીને ઘોષણા…

વધુ વાંચો >