હર્ષદભાઈ પટેલ
સાતતાળી
સાતતાળી : પીછો કરવાની – પીછો પકડવાની બાળકોની ભારતીય રમત. સાતતાળી ફક્ત એક જ રમત નથી; પરંતુ પીછો કરવાની રમતોનો સમૂહ છે. સાતતાળીની રમતોમાં ખાસ કરીને પીછો પકડવાની પ્રવૃત્તિ હોય છે. એક અથવા તેથી વધારે જણ બાકીનાઓમાંથી એક અથવા વધારે જણની પાછળ પકડવા માટે અથવા તો કોરડાથી મારવા માટે દોડે…
વધુ વાંચો >સિંઘ કે. ડી.
સિંઘ, કે. ડી. (જ. 2 ફેબ્રુઆરી 1922, બારાબંકી, ઉત્તરપ્રદેશ; અ. 27 માર્ચ 1978) : ભારતીય હૉકી-ખેલાડી. પૂરું નામ કુંવર દિગ્વિજયસિંહ. તેઓ કે. ડી. સિંઘ બાબુના નામથી જાણીતા હતા. હૉકીના રસિકો તેમને ‘બાબુ’ના ઉપનામથી ઓળખતા હતા. રાજવી પરિવારમાં જન્મ થયો હોવા છતાં તેમણે હૉકીમાં સામાન્ય ખેલાડી-રૂપે રમવાનું નક્કી કર્યું. ભારતીય હૉકી-જગતમાં…
વધુ વાંચો >સિંઘ શ્રીરામ
સિંઘ, શ્રીરામ (જ. 29 જૂન 1950, બડાનગર, રાજસ્થાન) : ભારતીય દોડ-ખેલાડી. પિતાનું નામ કરણસિંઘ. તેઓ મધ્યમ દોડના ખેલાડી હતા. શ્રીરામ સિંઘ રાજસ્થાન રાજ્ય તરફથી નૅશનલ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભાગ લેતા. તેમણે 1976માં 400 મી. દોડ; 1972, 1973, 1977 અને 1980નાં વર્ષોમાં 800 મી. દોડમાં અને 1977માં 1500 મી.ની દોડમાં ભાગ લીધો.…
વધુ વાંચો >સિંધુ કમલજિત
સિંધુ, કમલજિત (જ. 20 ઑગસ્ટ 1948, ફીરોજપુર, પંજાબ) : ભારતીય દોડ-વીરાંગના. પિતાનું નામ મોહિન્દરસિંઘ. પિતા ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે સેવાઓ આપતા હતા. કમલજિત સિંધુએ ઍથ્લેટિક્સમાં દોડ-વીરાંગના તરીકે જે નામના કાઢી તે પહેલાં તે બાસ્કેટબૉલની રમતનાં ખેલાડી હતાં. 1969માં પંજાબ રાજ્ય તરફથી નૅશનલ બાસ્કેટબૉલ ચૅમ્પિયનશિપ રમી રમતજગતમાં પ્રવેશ કર્યો. 1970માં…
વધુ વાંચો >સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFRI) ધનબાદ
સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFRI), ધનબાદ : ભારતના ઇંધનના, ખાસ કરીને કોલસો અને લિગ્નાઇટ જેવા, સ્રોતોને લગતાં પાયારૂપ અને પ્રયુક્ત સંશોધનો માટેની અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા. તે કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના નેજા હેઠળ સ્થપાયેલી વિવિધ પ્રયોગશાળાઓ પૈકીની એક છે, જેને ISO – 9001 પ્રમાણીકરણ (certification) સૌપ્રથમ પ્રાપ્ત થયું હતું.…
વધુ વાંચો >સ્કાઉટિંગ અને ગાઇડિંગ
સ્કાઉટિંગ અને ગાઇડિંગ : ભારત સહિત અનેક દેશોમાં શાખાઓ ધરાવતું સ્વૈચ્છિક સેવા અને જીવનઘડતર માટેનું સંગઠન. અવલોકન, સેવા અને બંધુત્વના પાયા ઉપર રચાયેલી અને ઘડાયેલી આ પ્રવૃત્તિની શરૂઆત યુદ્ધના મેદાન પર થઈ હતી. ઇંગ્લૅન્ડમાં જન્મેલા અને યુદ્ધના વાતાવરણ અને વ્યૂહરચનામાં મગ્ન રહેતા લૉર્ડ બૅડન પૉવેલે યુદ્ધની પરિસ્થિતિના અનુભવોમાંથી આ પ્રવૃત્તિનું…
વધુ વાંચો >સ્કિઇંગ
સ્કિઇંગ : પ્રાકૃતિક બરફનાં વિશાળ મેદાનોમાં વિશેષ રૂપે લપસવાની પશ્ચિમી રમત. ઈ. પૂ. 3000 વર્ષ પૂર્વે સ્કિઇંગનો ઉપયોગ સ્થળાંતર કરવા માટે કરવામાં આવતો હતો એવા ઉલ્લેખો નૉર્વે અને રશિયામાંથી મળી આવ્યા છે. 15મી અને 16મી સદીમાં ફિન્સ, નૉર્વેજિયનો, સ્વીડિશ તથા રશિયન સૈનિકટોળીઓના સ્કી-પ્રવાસોના ઉલ્લેખ પણ મળ્યા છે; પરંતુ રંજનાત્મક અને…
વધુ વાંચો >સ્કેટિંગ
સ્કેટિંગ : નાનાં પૈડાંવાળાં વિશેષ પગરખાં બાંધીને કઠણ ભૂમિ ઉપર સરકતાં ચાલવાની રમત. વર્તમાન ‘SKATE’ શબ્દ પ્રાચીન જર્મન શબ્દ SCHAKE (પગનું હાડકું) પરથી ઊતરી આવ્યો છે. લોખંડની શોધ થઈ તે પહેલાં (2,000 વર્ષ પહેલાં) હરણ, બળદ, રેન્ડિયર જેવાં પ્રાણીઓની પાંસળી અથવા પગના હાડકામાંથી સ્કેટ બનાવવામાં આવતા હતા તેવા પ્રકારની માહિતી…
વધુ વાંચો >સ્ક્વૉશ
સ્ક્વૉશ : બંધિયાર કોર્ટમાં રમાતી રૅકેટ અને બૉલની એક ખાસ રમત. રમતવીર દ્વારા દડો રમતમાં ચાલુ રહે અને પ્રતિસ્પર્ધીથી તેમ કરવાનું મુશ્કેલ બને તે રીતે આ રમત રમાય છે. આ રમતની શરૂઆત 1850માં ઇંગ્લૅન્ડની હેરો સ્કૂલમાં થઈ હતી. ‘રૅકેટ’ નામની રમતમાંથી સ્ક્વૉશની રમતનો ઉદભવ થયો હતો. લંડનની સ્કૂલોમાં, સામાજિક ક્લબોમાં…
વધુ વાંચો >સ્નૂકર-1
સ્નૂકર-1 : પશ્ચિમમાં વિકસેલી દડાની એક રમત. તે બહુ ખર્ચાળ હોય છે. સ્નૂકરની રમત ખાનાવાળા બિલિયર્ડ્ઝ ટેબલ ઉપર રમાય છે. સ્નૂકરની રમતમાં કુલ 22 દડાઓનો ઉપયોગ કરાય છે. ભાગ લેનાર ખેલાડી દડાઓને ખાનામાં નાખીને ગુણ મેળવે છે. સ્નૂકરની રમત સિંગલ્સ, ડબલ્સ તેમજ ટીમો વચ્ચે પણ રમાય છે. ટેબલ : લંબાઈ…
વધુ વાંચો >