હર્ષદભાઈ પટેલ

લંગડીફાળ કૂદકો (hop-step & jump or tripple jump)

લંગડીફાળ કૂદકો (hop-step & jump or tripple jump) :  ખેલકૂદનો એક પ્રાચીન પ્રકાર. પ્રાચીન ગ્રીસમાં લંગડીફાળ કૂદકાની રીત જુદા પ્રકારની હતી. ઓગણીસમી સદી દરમિયાન લંગડીફાળ કૂદમાં બે લંગડી અને એક કૂદકો લેવામાં આવતો હતો. ક્રમશ: તેમાં વિકાસ થયો અને તે લંગડીફાળ કૂદ તરીકે પ્રચલિત બની. આધુનિક પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ 1896માં…

વધુ વાંચો >

લાંબી કૂદ

લાંબી કૂદ : ખેલકૂદની એક જૂની લોકપ્રિય રમત. આદિમાનવને ખોરાકની શોધમાં અને જાતરક્ષણ અર્થે દોડતાં ઘણી વાર રસ્તામાં પડી ગયેલાં ઝાડ, ખાડા તથા ઝરણાં કૂદવાં પડતાં હતાં. લાંબી કૂદ હકીકતમાં દોડવાની અને કૂદવાની ક્રિયાનો સમન્વય છે. તે એક કુદરતી પ્રવૃત્તિ છે અને ખેલકૂદની રમતોમાં સમાવેશ પામી ઑલિમ્પિક રમતોત્સવમાં પણ સ્પર્ધાનું…

વધુ વાંચો >

લીગ સ્પર્ધા

લીગ સ્પર્ધા : રાઉન્ડ રૉબિન ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી સ્પર્ધા. ગુજરાતીમાં ચક્ર ટુર્નામેન્ટ તરીકે તે જાણીતી છે. રમતોમાં જેમ વિવિધતા છે તેમ તેની ટુર્નામેન્ટના આયોજનમાં પણ વિવિધ પદ્ધતિઓ છે. સ્પર્ધા દરમિયાન એક ટીમ હારી જાય તો તે સ્પર્ધામાં આગળ ભાગ લઈ શકતી નથી. આવા પ્રકારની સ્પર્ધાને બાતલ પદ્ધતિ ટુર્નામેન્ટ કહેવામાં આવે…

વધુ વાંચો >

વૉલી બૉલ

વૉલી બૉલ : એક લોકપ્રિય પાશ્ચાત્ય રમત. તેની શરૂઆત અમેરિકામાં 1895માં થઈ હતી. રમતના શોધક ડૉ. વિલિયમ જી. મૉર્ગન હોલિયૉક નગરના વાય. એમ. સી. એ. સંસ્થાના શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા હતા. પ્રયોગાત્મક ધોરણે રમાડવામાં આવેલી રમતમાં બંને ટીમમાં નવ ખેલાડીઓ રાખવામાં આવ્યા હતા અને નેટની ઊંચાઈ 1.98 મીટરની રાખવામાં આવી હતી.…

વધુ વાંચો >

વ્યાયામ

વ્યાયામ : શરીરનાં સૌષ્ઠવ તથા બળમાં વૃદ્ધિ કરનારી વિવિધ પ્રકારની કસરતો અને શરીરનાં હલનચલનો. સજીવ સૃદૃષ્ટિમાં તે સર્વત્ર જોવા મળે છે. પંખીઓ ઊડાઊડ કરે છે. ગાય, વાછરડાં કૂદાકૂદ કરે છે. કૂતરાં ગેલ કરે છે. બકરીનાં બચ્ચાં માથાં અથડાવીને રમે છે. વાંદરાનાં બચ્ચાંઓ ઝાડની ડાળીએ ડાળીએ ઊછળકૂદ કરે છે. ખિસકોલીઓ એકબીજીને…

વધુ વાંચો >

શરીર-સૌષ્ઠવ

શરીર–સૌષ્ઠવ : કેવળ શોખ, સ્વાસ્થ્ય કે સ્પર્ધાના હેતુથી સુષ્ઠુ-ઘાટીલું શરીર વિકસાવવાનો વ્યાયામ તથા તેનાથી પ્રાપ્ત શરીર-સૌન્દર્ય. શરીર-સૌષ્ઠવનો આધાર સુગ્રથિત સ્નાયુવિકાસ ઉપર છે. તે માટે ભારોત્તોલન દ્વારા સ્નાયુઓને વ્યાયામ આપવામાં આવે છે. શરીરના હાથ, પગ, છાતી, પેટ, પીઠ અને ગળાના વિવિધ સ્નાયુઓ માટે વિવિધ પદ્ધતિનો વ્યાયામ કરવામાં આવે છે. પ્રારંભે હળવો…

વધુ વાંચો >

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, અમદાવાદ

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, અમદાવાદ (જી. બી. પટેલ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, હાથીજણ) : ગુજરાતની એક નોંધપાત્ર વ્યાયામશિક્ષણ શાળા. ભારતની આઝાદી માટે ગુજરાતમાં જનજાગૃતિ પેદા કરનારા પુરાણીબંધુઓ છોટુભાઈ અને અંબુભાઈએ અમદાવાદમાં ચાલતી વ્યાયામશાળાઓના કાર્યકર્તાઓને ખાડિયા જૂની પોલીસ ચોકી પાસે એકત્ર કર્યા. ત્યાં જ મકાન ભાડે રાખીને સમસ્ત અમદાવાદ શહેરમાં ચાલતી વ્યાયામ-પ્રવૃત્તિઓને…

વધુ વાંચો >

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ (હવે [શ્રી સ્વામિનારાયણ શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ]) : દક્ષિણ ગુજરાતની વ્યાયામશિક્ષણની શાળા. સંસ્થાની શરૂઆત 1 જુલાઈ, 1964ના રોજ સૂરત જિલ્લા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સૂરત શહેરમાં કરવામાં આવી. આ સંસ્થા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. હિતેન્દ્રભાઈ દેસાઈના આશીર્વાદથી શરૂ થઈ. 30 ભાઈઓ અને 20 બહેનો ધરાવતી…

વધુ વાંચો >

શ્રીમતી માણેકબા વ્યાયામ વિદ્યાભવન, અડાલજ

શ્રીમતી માણેકબા વ્યાયામ વિદ્યાભવન, અડાલજ : મહિલાઓને શારીરિક શિક્ષણ આપતી ગુજરાતની એક મહત્વની સંસ્થા. અમદાવાદની ખ્યાતનામ શેઠ ચી. ન. વિદ્યાવિહાર સંકુલના પગલે પગલે પૂર્વ શિક્ષણમંત્રી સ્વ. શ્રીમતી ઇન્દુમતીબહેન શેઠના પ્રયત્નોથી ઈ. સ. 1959માં અમદાવાદથી 22 કિમી. દૂર અમદાવાદ-મહેસાણાના રાજમાર્ગ પર આવેલા અડાલજ મુકામે ગ્રામજનો તથા રાજ્ય સરકારના સહયોગથી બહેનોના શિક્ષણ…

વધુ વાંચો >

સંતાકૂકડી

સંતાકૂકડી : સંતાઈ ગયેલા બાળકને શોધવાની એક ભારતીય રમત. બાળક જ્યારે સમજણું થાય છે ત્યારે મા પોતાના બાળકને ઘરમાં એકલું મૂકીને બારણાં, સોફા કે તિજોરી પાછળ સંતાઈ જાય છે, પછી ‘કૂકડે કૂક’નો અવાજ કરીને પોતાને શોધવા માટે જણાવે છે અને બાળક પણ અવાજ આવે તે દિશામાં જઈને પોતાની માતાને શોધી…

વધુ વાંચો >