હરિપ્રસાદ ગં. શાસ્ત્રી

મુલતાન

મુલતાન :પાકિસ્તાનના પશ્ચિમ પંજાબના નૈર્ઋત્ય ભાગમાં આવેલા જિલ્લાનું શહેર. તે ધર્મગુરુઓના શહેર તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 30 11´ ઉ. અ. અને 71 28´ પૂ. રે. તે ચિનાબ (ચંદ્રભાગા) નદીને કાંઠે સ્થિત છે. આ શહેરનો વિસ્તાર 560 ચો. કિમી. જ્યારે તેની મહત્તમ ઊંચાઈ 153 મીટર છે. પાકિસ્તાનનાં મોટાં…

વધુ વાંચો >

મોગ્ગલિપુત્ર તિસ્સ

મોગ્ગલિપુત્ર તિસ્સ : બૌદ્ધ ભિક્ષુસંઘના ત્રીજી સંગીતિના અધ્યક્ષ તરીકે નામાંકિત થેર (સ્થવિર). એ પાટલિપુત્રના બ્રાહ્મણ મોગ્ગલિના પુત્ર રૂપે જન્મેલા. એમને બૌદ્ધ ધર્મનો ઉપદેશ ગ્રહણ કરાવવા સિગ્ગવ પહેલેથી સતત યત્નશીલ હતા. તિસ્સ ઉમરલાયક થતાં વેદોમાં પારંગત થયા હતા, પરંતુ સિગ્ગવે એમને ‘ચિત્તયમક’માંથી એક પ્રશ્ર્ન પૂછ્યો, ત્યારે તેઓ એનો ઉત્તર આપી શક્યા…

વધુ વાંચો >

મોઢેરા

મોઢેરા (સ્થાપત્ય અને શિલ્પકલા) : મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાનું એક ઐતિહાસિક નગર અને સોલંકીકાલીન શિલ્પ-સ્થાપત્યશૈલીનું અનુપમ કેન્દ્ર. પ્રાચીન ગ્રંથોમાં તેનો ‘મોહેરક’, ‘મોઢેરક’, ‘મોહડવાસક’, ‘મોઢેરપુર’ જેવાં નામોથી ઉલ્લેખ થયો છે. મૂળમાં અહીં મોઢ બ્રાહ્મણોનો વસવાટ થયો ત્યારે તે ‘ભગવદગ્રામ’ નામે ઓળખાતું હતું. ધીમે ધીમે તેનો વિકાસ થતાં તે ‘મોહેરક’, ‘મોઢેરક’ વગેરે…

વધુ વાંચો >

મોતી ચન્દ્ર

મોતી ચન્દ્ર (જ. 1909; અ. 16 ડિસેમ્બર 1974) : ભારતીય મ્યુઝિયમોના વિકાસ તથા ભારતીય કલાના ઇતિહાસના ક્ષેત્રે નામાંકિત વિદ્વાન. વારાણસીના વિખ્યાત નાગરિક શ્રી ભારતેન્દુ હરિશ્ચન્દ્રના કુટુંબમાં જન્મ. તેઓ વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં 1931માં એમ. એ. થયા. રાય કૃષ્ણદાસની પ્રેરણાથી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા ને લંડનની યુનિવર્સિટીમાં ભારતીય કલાના…

વધુ વાંચો >

મોહરાજપરાજય નાટક

મોહરાજપરાજય નાટક : સોલંકી રાજા કુમારપાલ વિશે સંસ્કૃતમાં લખાયેલું રૂપકાત્મક નાટક. આ નાટક રચનાર કવિ યશ:પાલ મોઢવંશીય ધનદેવનો પુત્ર હતો. એ ચૌલુક્ય (સોલંકી) રાજા અજયપાલ(ઈ. સ. 1173–1176)નો મંત્રી હતો. એ સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. એણે વિ. સં. 1230(ઈ. સ. 1174)ના અરસામાં ‘મોહરાજપરાજય’નામે પંચાંકી નાટકની રચના કરી હતી. આ નાટક થરાદમાં…

વધુ વાંચો >

મૌદગલ્યાયન

મૌદગલ્યાયન : ગૌતમ બુદ્ધના બે પટ્ટશિષ્યોમાંના બીજા. એ રાજગૃહ પાસેના કોલિત ગામમાં જન્મ્યા હતા. એ મૌદગલ્યાયની (મોગ્ગલાની) નામે બ્રાહ્મણીના પુત્ર હતા. એ અને શારિપુત્ર સરખી વયના હતા. બંને બુદ્ધ કરતાં મોટી વયના હતા. એ બેનાં કુટુંબો વચ્ચે સાત પેઢીઓથી ગાઢ સંબંધ રહેલો હતો. શારિપુત્ર અને મૌદગલ્યાયન એક મેળાવડો જોવા સાથે…

વધુ વાંચો >

રૈવતક

રૈવતક : પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્રમાં આવેલો પર્વત. ‘મહાભારત’ના  આદિપર્વમાં એને પ્રભાસ તથા દ્વારકા પાસે આવેલો જણાવ્યો છે. ‘હરિવંશ’માં રૈવતકને દ્વારકાની પૂર્વ દિશામાં જણાવ્યો છે. આ રૈવતક જૂનાગઢથી ઘણો દૂર આવેલો હોવાનું સ્પષ્ટ છે. જૂનાગઢ પાસે આવેલા ગિરનારને અગાઉ ઊર્જયત્  ઉજ્જયંત કહેતા. જૈન અનુશ્રુતિ પણ તીર્થંકર નેમિનાથના સંદર્ભમાં ઉજ્જયંત અને રૈવતકને…

વધુ વાંચો >

રૈવત વંશ

રૈવત વંશ : ગુજરાતનો એક પૌરાણિક વંશ. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર, હાલ ગુજરાત તરીકે ઓળખાતો પ્રદેશ વૈવસ્વત મનુના પુત્ર શર્યાતિને પ્રાપ્ત થયો હતો. વૈદિક સાહિત્યમાં રાજા શર્યાતિનો શાર્યાત તરીકે ઉલ્લેખ આવે છે. ‘હરિવંશ’ તથા 11 પુરાણોમાં શાર્યાત વંશની માહિતી આપેલી છે. શર્યાતિને આનર્ત નામે પુત્ર અને સુકન્યા નામે પુત્રી હતી. આનર્ત…

વધુ વાંચો >

રોઝડી

રોઝડી : હરપ્પીય સંસ્કૃતિની ગુજરાતના રાજકોટ જિલ્લાની વસાહત. દેશના ભાગલા પડ્યા તે પહેલાં સૌરાષ્ટ્રમાં હરપ્પીય સંસ્કૃતિની એક જ વસાહત પ્રકાશમાં આવી હતી, જે સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર પાસે આવેલી હતી. હરપ્પા અને મોહેં-જો-દડો પાકિસ્તાનમાં હોઈ, ભારતના પ્રદેશોમાં હરપ્પીય સંસ્કૃતિની વસાહતો શોધવાનું યોજાયું. 1954માં અમદાવાદ જિલ્લામાં લોથલની વસાહત શોધાઈ ને આગળ જતાં…

વધુ વાંચો >

રોડાનાં મંદિર

રોડાનાં મંદિર : સાબરકાંઠા જિલ્લાના રોડા ગામે આવેલાં મંદિરોનો સમૂહ. રોડા(તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા)માં મૈત્રક કાલનાં સાત મંદિરોનો સમૂહ આવેલો છે. એમાંના મંદિર નં. 4ની હાલ જગતી જ મોજૂદ રહી છે. આ મંદિરો પૈકી મંદિર નં. 7 સિવાયનાં બધાં મંદિર કદમાં નાનાં છે. એ ચોરસ કે લંબચોરસ ગર્ભગૃહ અને એવા…

વધુ વાંચો >