હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
મહીપાલ (પ્રતીહાર)
મહીપાલ (પ્રતીહાર) : અવન્તિના પ્રતીહાર વંશનો રાજા. અવન્તિના પ્રતીહાર વંશમાં નાગભટ બીજો, ભોજ પહેલો અને મહેન્દ્રપાલ જેવા પ્રતાપી રાજા થયા. મહેન્દ્રપાલના મૃત્યુ પછી એના પુત્રો વચ્ચે ગાદીવારસા માટે ખટરાગ થયો. યુવરાજ મહીપાલે પિતાનો રાજ્યવારસો લીધો, પરંતુ ચેદિરાજ કોક્કલદેવે તથા રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્રે મહીપાલને હરાવી કુમાર ભોજ(બીજા)ને ગાદી અપાવી. ભોજદેવે થોડાં…
વધુ વાંચો >મહેન્દ્રગિરિ
મહેન્દ્રગિરિ : એક પર્વત તથા એ નામનું શહેર. ઓરિસાથી માંડીને તમિલનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લા સુધીની સમગ્ર ગિરિમાળા. તેને મહેન્દ્રપર્વત પણ કહે છે. આ ગિરિમાળા પૂર્વ ઘાટની દ્યોતક છે. ગંજામ પાસેનો એનો એક ભાગ હજી ‘મહેન્દ્રમલેઈ’ (મહેન્દ્ર ટેકરીઓ) કહેવાય છે. તે મલય પર્વતમાં ભળે છે. રામથી પરાજય પામ્યા પછી પરશુરામ આ…
વધુ વાંચો >મંકણિકા
મંકણિકા : એક પ્રાચીન નગરી. કટચ્ચુરિ રાજા તરલસ્વામીએ કલચુરી (સંવત 346) ઈ. સ. 595માં એક ભૂમિદાન કરેલું, તેના દાનશાસનમાં આ નગરીનો નિર્દેશ આવે છે. આ નગરી તે હાલ વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલું માંકણી નામે ગામ છે, જ્યાંથી આ દાનશાસનનું પહેલું પતરું મળ્યું છે. એનું બીજું પતરું પણ સંખેડા તાલુકામાંથી…
વધુ વાંચો >માયાદેવી
માયાદેવી : ગૌતમ બુદ્ધનાં માતા. એ દેવદહ શાક્યના પુત્ર, દેવદહના શાક્ય અંજનનાં અને જયસેનનાં પુત્રી યશોધરાનાં પુત્રી હતાં. એ કુટુંબ પણ શાક્ય જાતિનું હતું, પરંતુ તેની કોલિય નામે ભિન્ન શાખા હતી. એમને દણ્ડપાણિ અને સુપ્પ બુદ્ધ નામે બે ભાઈઓ હતા ને મહાપ્રજાપતિ નામે એક બહેન હતી. બંને બહેનોને કપિલવસ્તુના શાક્ય…
વધુ વાંચો >માહિષક
માહિષક : એક ઐતિહાસિક નગર. રાષ્ટ્રકૂટ વંશના રાજા સુવર્ણવર્ષ કર્કરાજદેવે શક સંવત 746(ઈ. સ. 824)માં નાગકુમાર નામે બ્રાહ્મણને બ્રાહ્મણપલ્લિકા નામે ગામ દાનમાં દીધું, તેના દાનશાસનમાં એ ગામ માહિષક-42 નામે વહીવટી વિભાગમાં આવેલું હોવાનું અને એની ઉત્તરે ક્વલોઇકા, પૂર્વે નાબડ, દક્ષિણે લિક્કવલ્લી અને પશ્ચિમે ધાડિયપ્પ નામે ગામ હોવાનું જણાવ્યું છે. આ…
વધુ વાંચો >મિથિલા
મિથિલા : રાજા જનકના વિદેહ જનપદની રાજધાની. અધ્યાત્મજ્ઞાન માટે સુપ્રસિદ્ધ રાજા જનક વૈદેહી વિદેહ જનપદ પર રાજ્ય કરતા હતા. આ જનપદ લગભગ ઉત્તર બિહારમાંના હાલના તિરહુતના સ્થાનમાં આવેલું હતું. એનો ઉલ્લેખ વેદસંહિતાઓમાં ઉપલબ્ધ નથી, પરંતુ જાતક-કથાઓમાં તથા રામાયણ-મહાભારતમાં એના વારંવાર નિર્દેશ આવ્યા કરે છે. પ્રાચીન મિથિલા નગરીને હાલના જનકપુર તરીકે…
વધુ વાંચો >મિલિન્દ
મિલિન્દ (રાજ્યકાલ : ઈ. સ. પૂ. 115–90) : મહાન ભારતીય-યવન રાજા. અનુ-મૌર્ય-કાલ દરમિયાન વાયવ્ય ભારતમાં ભારતીય યવન રાજાઓનું શાસન પ્રવર્ત્યું. આ રાજાઓમાં મેનન્દર અનેક રીતે સુપ્રસિદ્ધ છે. સિક્કા પરનાં લખાણોમાં એને ગ્રીક ભાષામાં ‘મેનન્દર’ અને પ્રાકૃત ભાષામાં ‘મેનન્દ્ર’ કહ્યો છે. એની રાજધાની સિયાલકોટના અસ્થિપાત્ર પરના પ્રાકૃત લેખમાં એને ‘મિનેન્દ્ર’ કહ્યો…
વધુ વાંચો >મિહિરકુલ
મિહિરકુલ : હૂણ જાતિનો ઉત્તર ભારતનો શૈવધર્મી રાજા. ગુપ્ત સામ્રાજ્યની શક્તિ શિથિલ થતાં, ઈરાનમાં સત્તારૂઢ થયેલા હૂણોએ ભારતમાં મધ્યપ્રદેશ સુધી પોતાની સત્તા પ્રસારી. આ હૂણોનો અગ્રણી હતો મહારાજાધિરાજ તોરમાણ (લગભગ ઈ. સ. 510). તોરમાણ પછી એનો પુત્ર મિહિરકુલ ગાદીએ આવ્યો. (લગભગ ઈ. સ. 515) એની રાજધાની શાકલ(સિયાલકોટ)માં હતી. એ કાશ્મીર…
વધુ વાંચો >મુખલિંગમ્
મુખલિંગમ્ : શિવની મુખાકૃતિ ધરાવતું શિવલિંગ. મૂર્તિપૂજા માટે શિવના સકલ દેહને નહિ, પણ એમના લિંગ(મેઢ્ર)ને મૂર્ત સ્વરૂપ આપવામાં આવે છે. શિવલિંગના બે ભાગ – બ્રહ્મભાગ અને વિષ્ણુભાગ – ભૂમિતલ નીચે દટાયેલા હોય છે, જ્યારે સહુથી ઉપલો ભાગ – રુદ્રભાગ ભૂમિતલની ઉપર ર્દષ્ટિગોચર હોય છે. રુદ્રભાગ નળાકાર હોય છે ને એનું…
વધુ વાંચો >મુદ્રિત કુમુદચંદ્ર નાટક
મુદ્રિત કુમુદચંદ્ર નાટક : સોલંકીકાળના ગુજરાતમાં સંસ્કૃત ભાષામાં રચાયેલું નાટક. આ નાટકના કર્તા કવિ યશશ્ચંદ્ર સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. એમના પિતા પદ્મચંદ્ર અને પિતામહ ધનદેવ પણ વિદ્વાન હતા, પરંતુ તેમની કોઈ સાહિત્યિક કૃતિ મળી નથી. કવિ યશશ્ચંદ્ર પોતે અનેક પ્રબંધોના કર્તા હોવાનું જણાવે છે. ‘મુદ્રિત કુમુદચંદ્ર નાટક’માંના ઉલ્લેખ પરથી માલૂમ…
વધુ વાંચો >