હરિત દેરાસરી

ઑઇલર ઉલ્ફ ફૉન

ઑઇલર ઉલ્ફ ફૉન (જ. 7 ફેબ્રુઆરી 1905, સ્ટૉકહોમ; અ. 9 માર્ચ 1983, સ્ટૉકહોમ) : ચેતાઆવેગો(nerve impulses)ની પ્રક્રિયાના અભ્યાસ માટે અલાયદી તકનીક શોધવા બદલ 1970માં બ્રિટિશ બાયૉફિઝિસિસ્ટ સર બર્નાર્ડ કાટ્ઝ અને યુ.એસ.ના બાયૉકેમિસ્ટ જુલિયસ ઍક્સલરોડ સાથે ફિઝિયૉલૉજી-મેડિસિનના નોબેલ પારિતોષિકના વિજેતા સ્વીડિશ વિજ્ઞાની. તેમના પિતા હાન્સ ફૉન ઑઇલર ચૅમ્પિલને પણ 1929માં નોબેલ…

વધુ વાંચો >

ઑચોઆ, સીવીરો

ઑચોઆ, સીવીરો (જ. 24 સપ્ટેમ્બર 1905, લુઆર્કા, સ્પેન; અ. 1 નવેમ્બર 1993, મેડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ આણ્વિક જૈવશાસ્ત્રી (molecular biologist). બાયૉકેમિસ્ટ આર્થર કોનબર્ગ સાથે ફિઝિયૉલૉજી-મેડિસિનના 1959ના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1929માં મૅડ્રિડ યુનિવર્સિટીમાંથી એમ.ડી. થયા પછી ગ્લાસ્ગો, બર્લિન અને લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ હેડનબર્ગની યુનિવર્સિટીમાં સ્નાયુની બાયૉકેમિસ્ટ્રી અને ફિઝિયૉલૉજીનો અભ્યાસ…

વધુ વાંચો >

ઑટો મેયરહોફ

ઑટો મેયરહોફ (જ. 12 એપ્રિલ 1884, હૅનોવર, જર્મની; અ. 6 ઑક્ટોબર 1951, ફિલાડેલ્ફિયા, યુ.એસ.) : જર્મન જૈવરસાયણશાસ્ત્રી. સ્નાયુમાં ચયાપચય(metabolism)ની રાસાયણિક પ્રતિક્રિયાઓ પર સંશોધન માટે 1922માં આર્ચિબાલ્ડ વિવિયન હિલ સાથે ફિઝિયૉલોજી/મેડિસિનના નોબેલ પારિતોષિકના સહવિજેતા. સ્નાયુનું કાર્ય સમજવા માટે તેનું ‘ગ્લાયકોજન લૅક્ટિક ઍસિડ ચક્ર’ પાયાનું પ્રદાન ગણાય; જોકે પાછળથી તેના પર વિશેષ…

વધુ વાંચો >

ઑસ્લર, વિલિયમ (સર)

ઑસ્લર, વિલિયમ (સર) (જ. 12 જુલાઈ 1849, બૉન્ડહેડ, કૅનેડા-વેસ્ટ; અ. 29 ડિસેમ્બર 1919, ઑક્સફર્ડ) : કૅનેડિયન ચિકિત્સક અને શિક્ષણશાસ્ત્રી. 1872માં મેકગિલમાંથી મેડિકલ ડિગ્રી મેળવ્યા પછી 1873માં તેમણે ત્યાંસુધીમાં લોહીમાંના નહિ ઓળખાયેલા ગઠનકોશો (platelets) ઓળખી બતાવ્યા. તે 1875માં મેકગિલના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનમાં લેક્ચરર, 1878માં મોન્ટ્રિયલ જનરલ હૉસ્પિટલમાં પૅથૉલૉજિસ્ટ અને 1884માં ફિલાડેલ્ફિયામાં…

વધુ વાંચો >

ઔષધો અને ઔષધોનાં કાર્યો

ઔષધો અને ઔષધોનાં કાર્યો (drugs and drug actions) દવાઓ અને તેમની અસરની વિચારણા. સજીવોના રોગોની સારવારમાં, રોગો થતા અટકાવવામાં તથા રોગોના નિદાનમાં વપરાતાં રસાયણોને ઔષધ (drug) અથવા દવા (medicine) કહે છે. ઔષધની સાથે તેની અસર વધારનાર કે રંગ અને સુગંધ ઉમેરનાર પદાર્થો ભેળવીને બનાવાતા દ્રવ્યને દવા કહે છે. મૃત્યુ કે…

વધુ વાંચો >

કાટ્ઝ, બર્નાર્ડ (સર)

કાટ્ઝ, બર્નાર્ડ (સર) (જ. 26 માર્ચ 1911, લિપઝિગ, જર્મની; અ. 20 એપ્રિલ 2003, લંડન, યુ. કે.) : પ્રસિદ્ધ જર્મન વિજ્ઞાની. સન 1970ના 2 ભાગના નોબેલ પારિતોષિકના વિજેતા. તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા ક્ષેત્રનું આ પારિતોષિક તેમણે સ્વીડનના ઉલ્ફવૉન યુલર અને યુ.એસ.ના જુલિયસ ઍક્સેલ્રોડની સાથે સહભાગીદારીમાં મેળવ્યું હતું. તેમણે ચેતાતંતુના છેડાઓ પર…

વધુ વાંચો >

કેન્ડલ એડવર્ડ

કેન્ડલ, એડવર્ડ (જ. 8 માર્ચ 1886, સાઉથ નોવૉક, યુ.એસ.; અ. 4 મે 1972, પ્રિન્સ્ટન, ન્યૂ જર્સી) : ફિઝિયોલૉજી અને મેડિસિન શાખામાં નોબેલ પારિતોષિક(1950)વિજેતા વિજ્ઞાની. તેમના સહવિજેતા હેન્ચ અને ટેડિયસ રિકસ્ટેન (સ્વિટ્ઝર્લૅન્ડ) હતા. કોલંબિયા યુનિવર્સિટીના સ્નાતક થયા પછી તે 1910માં પીએચ.ડી. થઈને મેયો ફાઉન્ડેશનમાં જોડાયા હતા, ત્યાંથી તે બાયોકેમિસ્ટ્રી વિભાગના અધ્યક્ષ…

વધુ વાંચો >

કૅરલ – ઍલેક્સિસ

કૅરલ, ઍલેક્સિસ (જ. 28 જૂન 1873, ફ્રાન્સ; અ. 5 નવેમ્બર 1944, પૅરિસ) : ફિઝિયૉલૉજી ઑવ્ મેડિસિન વિદ્યાશાખામાં નોબેલ પારિતોષિક(1912)વિજેતા ફ્રેન્ચ વિજ્ઞાની. તેમના સંશોધનનો વિષય હતો નસોનું સંધાણ અને નસો તથા અવયવોનું પ્રત્યારોપણ (transplantation) . કૅરલે યુનિવર્સિટી ઑવ્ લિયૉમાંથી ડૉક્ટરેટની ડિગ્રી 1900માં મેળવી હતી. તે પછી 1904માં તે યુ.એસ. ગયા અને…

વધુ વાંચો >

કૉરી કાર્લ ફર્ડિનાન્ડ તથા કૉરી ગર્ટી ટેરેસા

કૉરી, કાર્લ ફર્ડિનાન્ડ તથા કૉરી, ગર્ટી ટેરેસા (કાર્લ ફર્ડિનાન્ડ કૉરી : જ. 15 ડિસેમ્બર 1895, પ્રાગ; અ. 20 ઑક્ટોબર 1984, કેમ્બ્રિજ મૅસે., યુ.એસ.) તથા (ગર્ટી ટેરેસા કૉરી : જ. 15 ઑગસ્ટ 1896 પ્રાગ; અ. 26 ઑક્ટોબર 1957, સેન્ટ લુઈસ, યુ.એસ.) : નૉબેલ પારિતોષિકવિજેતા દંપતી. કૉરીએ ગ્લુકોઝના અણુનું ફૉસ્ફેટવાળું સંયોજન શોધ્યું…

વધુ વાંચો >

કૉર્મેક ઍલન મૅક્લિયૉડ

કૉર્મેક, ઍલન મૅક્લિયૉડ : (જ. 23 ફેબ્રુઆરી 1924, જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા; અ. 7 મે 1998, વિન્ચેસ્ટર, યુ.એસ.) : ફિઝિયૉલૉજી અને મેડિસિન વિદ્યાશાખામાં નોબેલ પારિતોષિક(1979)ના વિજેતા. તેમણે કમ્પ્યૂટરની મદદથી લેવાતા સીએટી-સ્કૅન (computerised axial tomography scan) વિશે સંશોધન કર્યું હતું. તેમની શરૂઆતની કેળવણી કેપટાઉન યુનિવર્સિટી(દક્ષિણ આફ્રિકા)માં થઈ હતી. તેમની લાંબી હૉસ્પિટલ-માંદગી (કેપટાઉન…

વધુ વાંચો >