હરિત દેરાસરી

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન : ભારતના તબીબોનું રાષ્ટ્રીય કક્ષાનું મંડળ. મૂળ સંસ્થાની સ્થાપના ‘ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન’ના નામ સાથે 1895માં કૉલકાતામાં થઈ હતી. તેની જુદા જુદા સમયે પાંચ અખિલ ભારતીય મેડિકલ કૉન્ફરન્સો યોજવામાં આવી. 1925માં કૉલકાતા ખાતે ભરાયેલ પાંચમા અધિવેશનમાં ‘ઑલ ઇન્ડિયા મેડિકલ ઍસોસિયેશન’ રચવાનો ઠરાવ થયો. 1930માં તેને ફરીથી ‘ઇન્ડિયન મેડિકલ…

વધુ વાંચો >

ઇન્થોવન વિલેમ

ઇન્થોવન વિલેમ (Einthoven Willam) (જ. 21 મે 1860, સીમરંગ, જાવા; અ. 29 સપ્ટેમ્બર 1927, લિડનનેથ) : હૃદવીજૂલેખ માટેના સાધનના શોધક અને ફિઝિયૉલૉજી/મેડિસિનના નોબેલ પારિતોષિકવિજેતા (1924) યુટ્રેચ યુનિવર્સિટીની મેડિસિન શાખાના સ્નાતક. તેમણે હૃદયના સ્નાયુઓને નિયમિત સંકોચન કરાવતા, હૃદયમાં જ ઉદભવતા વિદ્યુતતરંગોનો અભ્યાસ કર્યો હતો અને તે માટે હૃદ્-વીજાલેખ (electrocardiogram, ECG) માટેના…

વધુ વાંચો >

ઇન્ફ્લુએન્ઝા

ઇન્ફ્લુએન્ઝા : શરીર અને માથાનો દુખાવો કરતો ઇન્ફલુએન્ઝાના વિષાણુ(virus)થી થતો વિકાર. ચેપયુક્ત ગળાના સોજામાંથી ઝરતા પ્રવાહીના ઉધરસ અને છીંક દ્વારા ફેંકાતા 10μનાં ટીપાંઓથી તેનો ફેલાવો થાય છે, તેને ‘ફ્લૂ’ પણ કહે છે. તેનો વાવર (epidemic) સામાન્યત: શિયાળામાં થાય છે. ક્યારેક તે ફક્ત ગળાનો સામાન્ય સોજો, શ્વાસનળીશોથ (bronchitis) કે ન્યુમોનિયા રૂપે…

વધુ વાંચો >

ઇબ્ન સીના

ઇબ્ન સીના (જ. 980, બુખારા, ઉઝબેકિસ્તાન; અ. 1037, હમદાન, ઈરાન) : ‘જ્ઞાનીઓના શિરોમણિ’ અને ‘ઍરિસ્ટોટલ પછીના બીજા મહાન તત્વજ્ઞ’ જેવાં સર્વોચ્ચ બિરુદો પામેલા અને પશ્ચિમ જગતમાં અવિસેન્ના(Avicenna)ના નામે જાણીતા મશહૂર અરબ તત્વજ્ઞ, વૈદકશાસ્ત્રી, ખગોળવિદ અને ગણિતવિજ્ઞાની. મૂળ નામ અબૂ અલી હુસૈન. પિતાનું નામ અબ્દુલ્લાહ. 10 વર્ષની વયે શાળાનું બધું શિક્ષણ…

વધુ વાંચો >

ઈક્લિસ, જ્હૉન (સર)

ઈક્લિસ, જ્હૉન (સર) (જ. 27 જાન્યુઆરી 1903, મેલબૉર્ન; અ. 2 મે 1997) : ઑસ્ટ્રેલિયાના શરીરક્રિયાવિદ સંશોધક (રિસર્ચ ફિઝિયૉલૉજિસ્ટ). ફિઝિયૉલૉજી-મેડિસીન શાખાના નોબેલ પારિતોષિક(1963)ના વિજેતા. એલન હોજિકન અને ઍન્ડ્ર્યૂ હકલે તેમના સહવિજેતાઓ હતા. તેમનો વિષય હતો ચેતાકોષોના આવેગોનું સંચરણ (communication) અને નિગ્રહણ (repression) કરતા રાસાયણિક દ્રવ્યનું સંશોધન. તેમણે ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી, કૅનબેરામાં…

વધુ વાંચો >

ઈજાઓ અને દાહ

ઈજાઓ અને દાહ વાગવાથી અથવા અન્ય ભૌતિક કે રાસાયણિક પરિબળના સંપર્કમાં આવવાથી પેશીને થતી હાનિને ઈજા કહે છે અને અતિશય ગરમી કે આગથી પેશીને થતી હાનિને દાહ (દાઝવું) કહે છે. હૃદયવાહિનીના રોગો, કૅન્સર તથા ચેપજન્ય રોગોની માફક ઈજાઓ અને દાહ (દાઝવું) પીડાકારી અને ક્વચિત્ મૃત્યુ નિપજાવનારાં છે. તેમને કારણે વ્યક્તિ…

વધુ વાંચો >

ઉત્સેચકો (આયુર્વિજ્ઞાન)

ઉત્સેચકો (enzymes) (આયુર્વિજ્ઞાન) : પાચનક્રિયા અને કોષીય ચયાપચયમાં મુખ્ય ભાગ ભજવતા ઘટકો. ઉત્સેચકો આયુર્વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. ઉત્સેચકોની ગેરહાજરી કેટલાક રોગો સર્જે છે, જેમ કે જી-6-પી.ડી., ઉત્સેચકની ગેરહાજરીથી થતી રક્તકોષલયી પાંડુતા (haemolytic anaemia) કે અધિવૃક્ક ગ્રંથિના બાહ્યક(adrenal cortex)માંના કેટલાક ઉત્સેચકોના અભાવથી થતો અભિવૃક્ક-પ્રજનન સંલક્ષણ (adrenogenital syndrome) નામનો…

વધુ વાંચો >

ઉપવાસ

ઉપવાસ ઉપવાસ (હિંદુ ધર્મમાં) ઉપવાસ (उप + वस्) એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં…

વધુ વાંચો >

એડ્રિયાન, એડગર

એડ્રિયાન, એડગર (જ. 30 નવેમ્બર 1889, લંડન; અ. 4 ઑગસ્ટ 1977, લંડન) : વીજ-દેહધર્મવિજ્ઞાની(electro-physiologist). સર ચાર્લ્સ શેરિંગ્ટનની સાથે, ફિઝિયૉલૉજી મેડિસિન શાખામાં નોબેલ પારિતોષિકનો (1932) વિજેતા. એડ્રિયાનનો વિષય હતો ચેતાકોષ (nerve cell). તેઓ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં મેડિસિન(1915)ના સ્નાતક થયા. પહેલા વિશ્વયુદ્ધમાં તેમણે 2 વર્ષ માટે સેવાઓ આપી. કેમ્બ્રિજમાં સંશોધન અને શિક્ષણક્ષેત્રે…

વધુ વાંચો >

ઍન્ડર્સ જૉન

ઍન્ડર્સ જૉન (જ. 10 ફેબ્રુઆરી 1897, વેસ્ટહાર્ટફૉર્ડ કનેક્ટિકટ, યુ.એસ.; અ. 8 સપ્ટેમ્બર 1985, વોટરફોર્ડ, કનેક્ટિકટ, યુ.એસ. ) : ફિઝિયૉલૉજી અને મેડિસિન માટેના નોબેલ પારિતોષિકના (1954) ફ્રેડ્રિક ચૅપમૅન રૉબિન્સ તથા થૉમસ હક્સલે વેલર સાથેના સહવિજેતા. તેમનો વિષય હતો પોલિયોમાયલાઇટિસ રોગ કરતા વિષાણુ(virus)નું ચેતાપેશી સિવાયની પેશીમાં સંવર્ધન (culture). તેમણે અંગ્રેજી સાહિત્યના અભ્યાસ…

વધુ વાંચો >