હરબન્સ પટેલ
રાજકીય સમાજશાસ્ત્ર
રાજકીય સમાજશાસ્ત્ર : સમાજના રાજકીય પાસા અને રાજકારણનાં સામાજિક પાસાંઓનો અભ્યાસ જેમાં કેન્દ્રસ્થાને છે તે. રાજકીય સમાજશાસ્ત્ર એ મહદ્અંશે નવો વિષય છે. આ વિષયના આવિર્ભાવ પૂર્વે એને લગતા વિચારો અને સમસ્યાઓનો અભ્યાસ જુદા જુદા વિષયોના નેજા હેઠળ થતો હતો. ‘રાજકીય સમાજશાસ્ત્ર’ વિષયનો સ્વાયત્ત જન્મ તો પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં થયો ગણી…
વધુ વાંચો >રાજકીય સંસ્કૃતિ
રાજકીય સંસ્કૃતિ : રાજ્ય અથવા સત્તા અંગેની લોકોની અભિમુખતા અને તેમનાં વલણો. સરકાર કેવી રીતે ચાલવી જોઈએ અને તેણે શું કરવું જોઈએ, તે અંગેનાં મૂલ્યો, માન્યતાઓ અને ઊર્મિલ વલણો એ ઘટક તત્ત્વોથી રાજકીય સંસ્કૃતિ ઘડાય છે. સમાજશાસ્ત્રોમાં ‘સંસ્કૃતિ’ એક મહત્વની વિભાવના છે. ગેબ્રિયલ આલ્મૉન્ડ અને સિડની વર્બાના પ્રશિષ્ટ અભ્યાસગ્રંથ ‘ધ…
વધુ વાંચો >રાજકીય સંસ્થાકરણ (political institutionalisation)
રાજકીય સંસ્થાકરણ (political institutionalisation) : રાજકીય સંસ્થાઓના નિર્માણની પ્રક્રિયા અને તેનો અભ્યાસ. કોઈ પણ રાજકીય પ્રથાના વિકાસનો આધાર તે સંસ્થા-નિર્માણનો પડકાર કઈ રીતે ઝીલે છે અને સંસ્થાને કેટલી સક્ષમ કે કાર્યક્ષમ બનાવે છે તેના પર રહેલો છે. સંસ્થાના નિર્માણ માત્રથી સંસ્થાકરણ સફળ થઈ જતું નથી. આ પ્રયોગમાં સક્ષમ, મજબૂત, અસરકારક…
વધુ વાંચો >શુમેન રૉબર્ટ
શુમેન રૉબર્ટ (જ. 29 જૂન 1886, લક્ઝમબર્ગ; અ. 4 સપ્ટેમ્બર 1963, મેટ્ઝ, ફ્રાન્સ) : ફ્રેંચ રાજનીતિજ્ઞ, યુરોપિયન કૉલ ઍન્ડ સ્ટીલ કંપનીના સ્થાપક અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ યુરોપના સ્વપ્નશિલ્પી. તેઓ જર્મન અને ફ્રેંચ ભાષા તથા સંસ્કૃતિ વચ્ચે ઊછર્યા હતા. બોન, મ્યુનિક, બર્લિન અને સ્ટ્રેસબર્ગમાં તેમણે 1904થી 1910 દરમિયાન અભ્યાસ કર્યો અને…
વધુ વાંચો >શ્મિટ હેલ્મુટ (Schmidt Helmut)
શ્મિટ હેલ્મુટ (Schmidt Helmut) (જ. 23 ડિસેમ્બર 1918, હૅમબર્ગ, જર્મની) : જર્મન રાજનીતિજ્ઞ અને પશ્ચિમ જર્મનીના ચાન્સેલર. તેમણે હૅમબર્ગ લીચવર્ક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1937માં સ્નાતકકક્ષાના અભ્યાસ દરમિયાન યુદ્ધ ફાટી નીકળતાં તેમને લશ્કરી સેવામાં જોડાવું પડ્યું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ વાયુદળમાં હતા. ઈસ્ટર્ન ફ્રન્ટની ટૂંકી નોકરી પછી 1942માં તેઓ…
વધુ વાંચો >સરદાર પટેલ યુનિવર્સિટી
સરદાર પટેલ યુનિવર્સિટી : સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના 31મી ઑક્ટોબર, 1955 એટલે કે સરદાર સાહેબના જન્મદિવસે કરવામાં આવી હતી અને યુનિવર્સિટી સાથે દેશના મહાન સપૂત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પણ આ શુભ દિવસે જ જોડવામાં આવ્યું હતું. યુનિવર્સિટી સ્થાપવા માટે પહેલાં ભાઈકાકા (ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ) અને ભીખાકાકા(ભીખાભાઈ કુબેરભાઈ…
વધુ વાંચો >સામ્યવાદ
સામ્યવાદ : કાર્લ માર્કસ (1818-1883) અને ફ્રેડરિક એંજલ્સે (1820-1895) મળીને 19મી શતાબ્દીના મધ્ય અને અંતિમ ભાગ દરમિયાન વિકસાવેલી સમાનતાલક્ષી વિચારધારા. આ વિચારધારાને ઘણા માર્કસવાદના નામે પણ ઓળખે છે. માકર્સે કેટલાક પાયાના પ્રશ્ર્નો વિચારી તેના ઉપર કામ કર્યું : માનવ-સમાજનું આજનું સ્વરૂપ આવું કેમ છે ? એમાં જે પરિવર્તનો આવે છે…
વધુ વાંચો >સ્વતંત્ર પક્ષ
સ્વતંત્ર પક્ષ : મુક્ત અર્થતંત્રની હિમાયત કરતાં લાઇસન્સ-પરમિટરાજની નાબૂદી ચાહતો ઑગસ્ટ, 1959માં સ્થપાયેલો રાજકીય પક્ષ. ભારતની સંસદીય લોકશાહીના પ્રારંભે કૉંગ્રેસ પક્ષે ડાબેરી વલણોને વેગ આપી દેશને સમાજવાદની દિશામાં લઈ જવાનું ધ્યેય સ્વીકાર્યું. 1955માં અવાડી અધિવેશનમાં ‘સમાજવાદી ઢબની સમાજરચના’ (socialistic pattern of society) રચવાની ઘોષણા કરવામાં આવી. 1957માં ઇંદોર અધિવેશનમાં ‘સમાજવાદી…
વધુ વાંચો >