સ્પૅનિશ સાહિત્ય
માર્ટી, હોસે
માર્ટી, હોસે (જ. 28 જાન્યુઆરી 1853, હવાના; અ. 19 મે 1895, ડૉસ રિયૉસ) : સ્પૅનિશ સાહિત્યિક અને રાજકીય ક્રાંતિકાર. સ્પેનના સંસ્થાનવાદી શાસન સામે તેમની રાજકીય ઝુંબેશ એવી જોશીલી હતી કે તેમણે સૌપ્રથમ ધરપકડ અને દેશવટો માત્ર 16 વર્ષની વયે જ વહોરી લેવાનું થયેલું. 1871થી 1878 દરમિયાનના પ્રથમ દેશવટા વખતે તેમને…
વધુ વાંચો >માશાદો ય રીઝ, ઍન્ટોનિયો
માશાદો ય રીઝ, ઍન્ટોનિયો (જ. 26 જુલાઈ 1875, સેવિલે; અ. 21 ફેબ્રુઆરી 1939, કૉલિયોર, ફ્રાન્સ) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. તેમના પિતા સેવિલેના જાણીતા લોકસાહિત્યકાર હતા. 1883માં તેઓ સપરિવાર માડ્રિડ જઈ સ્થાયી થયા. તેમણે લિબ્ર દ એન્સેનાઝા ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ લીધું. કેટલોક સમય તેમણે પૅરિસમાં અનુવાદક તરીકે કામ કર્યું. કવિ દારિયોના…
વધુ વાંચો >મિસ્ત્રાલ, ફ્રેડરિક
મિસ્ત્રાલ, ફ્રેડરિક (જ. 8 સપ્ટેમ્બર 1830, ફ્રાન્સ; અ. 25 માર્ચ 1914, મેલેન) : 1904માં સ્પૅનિશ સાહિત્યકાર ઇચેગરે સાથેની ભાગીદારીમાં નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રેન્ચ કવિ; હકીકતમાં પ્રૉવેન્સલ કવિ. ફ્રાન્સની બહાર જેને પ્રૉવેન્સલ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે તે ઑસિટન બોલીમાં તેમનું સાહિત્ય લખાયેલું છે. મધ્યયુગમાં ઑસિટન સાહિત્યની બોલબાલા હતી, પણ ત્યારબાદ…
વધુ વાંચો >મૅધરિયાગ, સૅલ્વડૉર
મૅધરિયાગ, સૅલ્વડૉર (જ. 23 જુલાઈ 1886, લા કૉરુના, સ્પેન; અ. 14 ડિસેમ્બર 1978, લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્પેનના લેખક, રાજકારણી અને ઇતિહાસકાર. લીગ ઑવ્ નૅશન્સ ખાતેની તેમની સેવા બદલ તેમજ અંગ્રેજી, જર્મન અને ફ્રેન્ચ તેમજ સ્પૅનિશમાં થોકબંધ લખાણ માટે તેઓ વિશેષ જાણીતા છે. સૈનિક પિતાના આગ્રહને કારણે તેમણે પૅરિસમાં ઇજનેરીનો અભ્યાસ…
વધુ વાંચો >યુઆન રેમોં યિમેનેઝ (Juan Ramon Jimenez)
યુઆન રેમોં યિમેનેઝ (Juan Ramon Jimenez) (જ. 24 ડિસેમ્બર 1881, મોગુઅર, સ્પેન; અ. 29 મે 1958, સાન યુઆન, પી.આર.) : સ્પૅનિશ કવિ. તેમને તેમના સ્પૅનિશ ભાષામાં લખાયેલાં ઉચ્ચ આધ્યાત્મિક અને કલાત્મક ઊર્મિકાવ્યો માટે 1956નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો. આધુનિક કવિતામાં શુદ્ધ કવિતાની ફ્રેંચ વિભાવનાની હિમાયત કરવાનું મહત્વનું…
વધુ વાંચો >લૉર્કા, ફ્રેડેરિકો ગાર્સિયા
લૉર્કા, ફ્રેડેરિકો ગાર્સિયા (જ. 5 જૂન 1898, ફૂન્તે વાક્વેરોસ, મેડ્રિડ પાસે, સ્પેન; અ. 19/20 ઑગસ્ટ 1936, ગ્રેનાડા) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. પિતા ખેડૂત અને માતા શિક્ષિકા હતાં. સંગીતનો ગળથૂથીમાંથી સંસ્કાર મેળવનાર લૉર્કાને પિયાનોના સર્વપ્રથમ પાઠ આપનાર તેમનાં માતા હતાં. તેમનું પ્રાથમિક શિક્ષણ ગ્રેનાડાની જેસ્યૂઇટ શાળામાં. યુનિવર્સિટી ઑવ્ ગ્રેનાડામાં તેમણે…
વધુ વાંચો >લોસા, મારિયો વર્ગાસ (Llosa, Mario Vargas)
લોસા, મારિયો વર્ગાસ (Llosa, Mario Vargas) (જ. 28 માર્ચ 1936, એરેક્વિપા, પેરુ અ.–) : પેરુવિઅન સ્પૅનિશ લેખક. લૅટિન અમેરિકાના અત્યંત મહત્વના નવલકથાકાર, નિબંધકાર અને નાટ્યકાર. 2010માં તેમને તેમની સમર્થ રચનાઓની આલેખનકલા અને માણસની પ્રતિકારશક્તિ, બળવો અને હારની આવેશપૂર્ણ કલ્પનાઓ માટે સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા…
વધુ વાંચો >સરવાન્તિસ, સારેન્દ્રા મિગેલ દ
સરવાન્તિસ, સારેન્દ્રા મિગેલ દ (જ. 29 સપ્ટેમ્બર 1547, અલ્કેલા દ હેનાર્સ, સ્પેન; અ. 23 એપ્રિલ 1616, મૅડ્રિડ) : સ્પેનના નવલકથાકાર, કવિ અને નાટ્યકાર. તેમની જગપ્રસિદ્ધ નવલકથા ‘દૉન કિહોતે’ મધ્યકાલીન યુગના જમીનદારના સાહસિક જીવનને નિરૂપે છે. બખ્તર પહેરીને જગતમાં પ્રવર્તમાન અન્યાય સામે તે બળવો પોકારે છે. જગતના નવલકથાસાહિત્ય પર તેની પ્રબળ…
વધુ વાંચો >સ્પૅનિશ ભાષા અને સાહિત્ય
સ્પૅનિશ ભાષા અને સાહિત્ય : મૂળ ઇન્ડો–યુરોપિયન ભાષાકુળના ઇટાલિક ઉપકુળની રૉમાન્સ ભાષાજૂથની સ્પૅનિશ ભાષા; ઇબિરિયન દ્વીપકલ્પ, સ્પેન, અમેરિકા ખંડ અને આફ્રિકા ખંડના 25 કરોડથી વધુ માણસો દ્વારા બોલાતી અને લખાતી હતી. સ્પેનના લૅટિન લખાણોમાં ટીકા કે વિવરણ સ્વરૂપમાં સ્પૅનિશ ભાષાના નમૂના ઈ. સ.ની દસમી સદીના ઉપલબ્ધ છે. આશરે 1150માં સાહિત્યના…
વધુ વાંચો >સ્પેન્ડર સ્ટીફન (હેરોલ્ડ) (સર)
સ્પેન્ડર, સ્ટીફન (હેરોલ્ડ) (સર) (જ. 28 ફેબ્રુઆરી 1909, લંડન; અ. 15 જુલાઈ 1995) : અંગ્રેજ કવિ અને વિવેચક. 1930ના ગાળામાં પ્રગતિશીલ વિચારધારાથી છલોછલ નવસર્જનો દ્વારા રાજકીય ચેતનાની અભિવ્યક્તિને કારણે ખૂબ ઝડપથી પ્રસિદ્ધિ પામ્યા. તે સમય પછી રચાયેલાં કાવ્યોમાં બાહ્ય, રાજકીય પરિસ્થિતિ ઓછી વ્યક્ત થતી જોવા મળે છે, પરંતુ તે કવિતાઓમાં…
વધુ વાંચો >