સુશ્રુત પટેલ
બેનેકર, બેન્જામિન
બેનેકર, બેન્જામિન (જ. 9 નવેમ્બર 1731, બાલ્ટિમોર કાઉન્ટી, મેરીલૅન્ડ, યુ.એસ.; અ. 25 ઑક્ટોબર 1806, બાલ્ટિમોર) : સ્વપ્રયત્ને તૈયાર થયેલો અમેરિકાના હબસી (અશ્વેત) ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, પંચાંગોના રચયિતા, સંપાદક, શોધક અને લેખક. જેના વંશજો મૂળે આફ્રિકાના હોવાના પ્રમાણરૂપ કાળી ત્વચા ધરાવતા અમેરિકાના આ પ્રથમ વિજ્ઞાની ગુલામીની પ્રથાનો સતત વિરોધ કરતા રહ્યા હતા.…
વધુ વાંચો >બૉક ગોલિકા
બૉક ગોલિકા (Bok globule) : આદિ તારક(protostar)નાં પૂર્વગામી હોવાનું મનાતાં, આકાશગંગામાં કે પછી અંતરીક્ષમાં આવેલાં, ધૂળ અને વાયુનાં ઘટ્ટ આંતરતારકીય ગોળાકાર કાળાં વાદળ. આ વાદળ એના શોધક બાર્ટ જે. બૉક(1906–1983)ના નામે ઓળખાય છે. મૂળે ડચ, પણ પાછળથી અમેરિકા જઈ વસેલા આ ખગોળ-ભૌતિકશાસ્ત્રીએ 1947માં આની શોધ કરી હતી. બૉક આપણી આકાશગંગાના…
વધુ વાંચો >બોડે, જોહાન એલર્ટ
બોડે, જોહાન એલર્ટ (જ. 19 જાન્યુઆરી 1747, હૅમ્બર્ગ, જર્મની; અ. 23 નવેમ્બર 1826, બર્લિન) : ખગોળશાસ્ત્રને લોકભોગ્ય કરનાર જર્મન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. ખગોળશાસ્ત્રનું જ્ઞાન એમણે સ્વયં મેળવ્યું હતું. તેવી જ રીતે સ્વપ્રયત્ને ગણિતમાં પણ પારંગત બન્યા હતા. 1766માં ઓગણીસ વર્ષની વયે એમણે ખગોળવિષયક પ્રબંધો અને ખગોળનાં પાઠ્યપુસ્તકો લખવા માંડેલાં. એમનાં…
વધુ વાંચો >બ્રાહે, ટાયકો
બ્રાહે, ટાયકો (જ. 14 ડિસેમ્બર 1546, નુડસ્ટ્રુપ, દક્ષિણ સ્વીડન; અ. 24 ઑક્ટોબર 1601, પ્રાગ) : ડેન્માર્કનો ખગોળશાસ્ત્રી. મહત્વનાં તારાપત્રકો બનાવનાર; દૂરબીન શોધાયા પહેલાંનો મહાન આકાશ-નિરીક્ષક. અત્યંત ચોકસાઈથી તારાઓનાં સ્થાન નિર્ધારિત કરનાર અને ગ્રહોની ગતિ માપનાર એક અસાધારણ વેધકાર. ટાયકો ડેન્માર્કના ઉમરાવ કુટુંબનું સંતાન હતો. તેના પિતાનું નામ ઑટો બ્રાહે (Otto…
વધુ વાંચો >બ્રૅડલી, જેમ્સ
બ્રૅડલી, જેમ્સ (જ. માર્ચ 1693, શેરબોર્ન, ગ્લૉસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ; અ. 13 જુલાઈ 1762, ચૅલ્ફર્ડ, ગ્લૉસ્ટરશાયર) : તારાના પ્રકાશની પથભ્રષ્ટતા (aberration of starlight) અને પૃથ્વીની ધરીના ડોલન અથવા ધૂનન(nutation)ની શોધ કરનાર, અને એના દ્વારા ખગોલમિતિ(Positional astronomy)ના વિકાસમાં મહત્વનું પ્રદાન કરનાર અંગ્રેજ ખગોળશાસ્ત્રી. પ્રકાશનો વેગ એના જેટલી સૂક્ષ્મતાથી અગાઉ કોઈએ માપ્યો ન હતો.…
વધુ વાંચો >ભૂ-કિરીટ
ભૂ-કિરીટ (Geo-corona) : પૃથ્વીના વાયુમંડળનો સહુથી બહારનો ભાગ કે ઘટક. આ ભાગ મુખ્યત્વે હાઇડ્રોજન અને જૂજ માત્રામાં હિલિયમ વાયુ-વાદળના પ્રભામંડળ (halo) વડે બનેલો માનવામાં આવે છે. તેનો વિસ્તાર 50,000 કિમી.થી પણ વધુ અંદાજવામાં આવ્યો છે. આ ભૂ-કિરીટ, સૂર્યના લાઇમૅન-આલ્ફા વિકિરણ(Lyman-alpha radiation)નું પ્રકીર્ણન કરે છે, જેને કારણે દીપ્તિ ઉદભવે છે. આ…
વધુ વાંચો >મદ્રાસ ઑબ્ઝર્વેટરી, ચેન્નાઈ
મદ્રાસ ઑબ્ઝર્વેટરી, ચેન્નાઈ એક કાળના મદ્રાસ (આજના ચેન્નાઈ) ખાતે આવેલી, આધુનિક સાધનોથી સજ્જ ભારતની પહેલી ખગોલીય વેધશાળા. એની સ્થાપનાની કથા સાથે કોડાઈકૅનાલ વેધશાળાનો ઇતિહાસ પણ સંકળાયેલો છે. ભારતમાં પહેલી વેધશાળા સ્થાપવા પાછળ કેવળ આકાશદર્શનનો જ આશય ન હતો. મુખ્ય કારણ હોય તો તે હતું કોરોમંડલનો અત્યંત વિનાશક સમુદ્રકાંઠો. વાત એમ…
વધુ વાંચો >મય-તિથિપત્ર
મય-તિથિપત્ર : મય લોકોએ વિકસાવેલ તિથિપત્ર. મેક્સિકો અને મધ્ય અમેરિકામાં યુરોપી વસાહતીઓના આગમન પહેલાં મય (કે માયા : Maya; ઉચ્ચાર My-ah) સંસ્કૃતિ વિકસી હતી. આ સભ્યતા મુખ્યત્વે દક્ષિણી મેક્સિકો અને ગ્વાટેમાલામાં કેન્દ્રિત થઈ હતી. તેનો ઉદભવ અજ્ઞાત છે. સંશોધકો તેનો સમયગાળો ઈ. સ. 300થી 900 વચ્ચેનો અંદાજે છે. આજે તો…
વધુ વાંચો >મલહોત્રા, રવીશ
મલહોત્રા, રવીશ (જ. 25 ડિસેમ્બર 1943) : ભારત-સોવિયેત સંયુક્ત અભિયાન અંતર્ગત રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા ભારતના બે અંતરિક્ષયાત્રીઓ પૈકી વધારાના, એટલે કે જો છેક છેલ્લી ઘડીએ કશુંક અજુગતું બને તો એકને સ્થાને બીજાને મોકલી શકાય તે આશયથી અનામત રાખવામાં આવેલા એક અંતરિક્ષયાત્રી. દુનિયાના સૌપ્રથમ અંતરિક્ષયાત્રી યુરી ગાગારિન (1934–1968) જ્યારે…
વધુ વાંચો >મહારાજા તખ્તસિંહજી વેધશાળા, પુણે
મહારાજા તખ્તસિંહજી વેધશાળા, પુણે : સન 1888માં પુણેમાં સ્થાપવામાં આવેલી એક વેધશાળા. આ વેધશાળા 1888થી 1912 સુધી કાર્યરત રહી. મહારાજા તખ્તસિંહજી વેધશાળા તરીકે ઓળખાતી આ વેધશાળા તેના નામ સાથે સંકળાયેલા ભાવનગરના મહારાજાની માલિકીની નહિ, પરંતુ તે કાળના મુંબઈ પ્રાન્તની સરકારની માલિકીની હતી. તખ્તસિંહજી વેધશાળાના સ્થાપક કાવસજી દાદાભાઈ નાયગામવાલા (1857–1938) એક…
વધુ વાંચો >