સુશ્રુત પટેલ

હાર્વર્ડ કૉલેજ ઑબ્ઝર્વેટરી બૉસ્ટન (Harvard College Observatory or HCO)

હાર્વર્ડ કૉલેજ ઑબ્ઝર્વેટરી, બૉસ્ટન (Harvard College Observatory or HCO) : હાર્વર્ડ કૉલેજના ખગોળવિભાગ સાથે સંકળાયેલી વેધશાળા. અમેરિકામાં સ્થાપવામાં આવેલી પહેલી પ્રમુખ વેધશાળાઓમાંની એક. તેની સ્થાપના ઈ. સ. 1839માં થઈ હતી. કેમ્બ્રિજ મૅસેચૂસેટ્સમાં તે આવેલી છે. આ વેધશાળામાં ઈ. સ. 1847માં 38 સેમી.(15 ઇંચ)નું એક વર્તક દૂરબીન મૂકવામાં આવ્યું હતું, જે…

વધુ વાંચો >

હેન્નેસી ઑબ્ઝર્વેટરી અને હેગ ઑબ્ઝર્વેટરી દેહરાદૂન

હેન્નેસી ઑબ્ઝર્વેટરી અને હેગ ઑબ્ઝર્વેટરી, દેહરાદૂન : એક કાળે દેહરાદૂનમાં કાર્યરત બે વેધશાળાઓ. આમાંની એક તે હેન્નેસી વેધશાળા. આનું નામ જે. બી. એન. હેન્નેસી(J. B. N. Hennessy)ના નામ પરથી પાડવામાં આવ્યું હતું. તેઓ તત્કાલીન અંગ્રેજ રાજ્યના સર્વે ઑવ્ ઇન્ડિયાના ટ્રિગોનૉમેટ્રિકલ બ્રાન્ચના ડેપ્યુટી સર્વેયર જનરલ હતા. રૉયલ સોસાયટીના પણ તેઓ ફેલો…

વધુ વાંચો >

હેન્રી ડ્રેપરની સારણી (Henry Draper Catalogue : HD)

હેન્રી ડ્રેપરની સારણી (Henry Draper Catalogue : HD) : હાર્વર્ડ કૉલેજ ઑબ્ઝર્વેટરીમાં સંશોધન કરતી અમેરિકાની મહિલા ખગોળવિજ્ઞાની ઍની કૅનોને (Annie Jump Cannon : 1863–1941) તારાઓના વર્ણપટનું સંકલન કરીને બનાવેલું તારાપત્રક. આ નામ ખગોળફોટોગ્રાફીમાં અગ્રેસર હેન્રી ડ્રેપર (Henry Draper : 1837–1882) નામના અમેરિકાના ખગોળવિજ્ઞાની અને ઉપકરણો બનાવનારના માનમાં આપવામાં આવ્યું છે.…

વધુ વાંચો >

હેલે જ્યૉર્જ એલેરી (George Ellery Hale)

હેલે, જ્યૉર્જ એલેરી (George Ellery Hale) (જ. 29 જૂન 1868, શિકાગો, ઇલિનૉય, યુ.એસ.; અ. 21 ફેબ્રુઆરી 1938, પેસેડેના, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકાનો અગ્રગણ્ય ખગોળશાસ્ત્રી. સૌર ખગોળભૌતિકવિજ્ઞાનમાં અગ્રેસર. તારક-વર્ણપટ અને સૌર-વર્ણપટ તેમજ  સૌરકલંકો સંબંધિત મહત્વનાં સંશોધન કરનાર. જ્યૉર્જ એલેરી હેલે અમેરિકાની યર્કિઝ ઑબ્ઝર્વેટરી, માઉન્ટ વિલ્સન ઑબ્ઝર્વેટરી અને માઉન્ટ પાલોમર ઑબ્ઝર્વેટરી –…

વધુ વાંચો >

હેલે વેધશાળાઓ (Hale Observatories)

હેલે વેધશાળાઓ (Hale Observatories) : કેટલીક વેધશાળાઓનો સમૂહ. આ નામની કોઈ એક વેધશાળા નથી; પરંતુ કેટલીક વેધશાળાઓના સમૂહને આ નામ આપવામાં આવ્યું છે. ઈ. સ. 1970થી 1980 સુધીના સમયગાળામાં અમેરિકાની ‘પાલોમર વેધશાળા’ (The Palomar Observatory), ‘માઉન્ટ વિલ્સન વેધશાળા’ (The Mount Wilson Observatory : MWO) અને ‘બિગ બિયર સોલર વેધશાળા’ (Big…

વધુ વાંચો >