સુશ્રુત પટેલ

યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી, સેરો લા સિલા, ચિલી

યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી, સેરો લા સિલા, ચિલી (European Southern Observatory : ESO) : યુરોપના આઠ દેશોના સહકારથી સ્થપાયેલી વેધશાળા. યુરોપના બેલ્જિયમ, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલૅન્ડ્ઝ, સ્વીડન અને સ્વિટ્ઝર્લૅન્ડ એમ કુલ આઠ દેશોએ એકત્રિત થઈ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં એક ખગોળ વેધશાળા સ્થાપવાના અને આ વિષયમાં ભેગા મળી સંશોધન કરવાના આશયથી…

વધુ વાંચો >

યૂડૉક્સસ (Eudoxus of Cnidus) 

યૂડૉક્સસ (Eudoxus of Cnidus)  (જ. ઈ. પૂ. 408ની આસપાસ, નિડસ, આયોનિયા; અ. ઈ. પૂ. 355ની આસપાસ, નિડસ) : ગ્રીક ખગોળવિદ, ગણિતશાસ્ત્રી અને ચિકિત્સક (વૈદ્ય). નિડસ હાલમાં  ટર્કી(તુર્કી   કે  તુર્કસ્તાન)માં આવેલું છે. ઈસુના જન્મ પૂર્વે બીજી સદીમાં  આ જ નામનો એક પ્રસિદ્ધ  દરિયાખેડુ (navigator) પણ થઈ ગયો. તેનો જન્મ ગ્રીસના સાઇઝિકસ(Cyzicus)માં …

વધુ વાંચો >

રસેલ, હેન્રી નૉરિસ

રસેલ, હેન્રી નૉરિસ (જ. 25 ઑક્ટોબર 1877, ઑઇસ્ટર બે, ન્યૂયૉર્ક; અ. 18 ફેબ્રુઆરી 1957, પ્રિન્સ્ટન, ન્યૂ જર્સી) : અમેરિકાના ખગોળશાસ્ત્રી. તેમનો જન્મ અમેરિકામાં એક પાદરીને ત્યાં થયો હતો. તેમના પિતા પ્રેસ્બિટેરિયન પંથના ધર્મગુરુ હતા. માતાપિતા સાથે પાંચ વર્ષની વયે રસેલે  શુક્રનું અધિક્રમણ જોયું અને ખગોળશાસ્ત્રી બનવાના કોડ જાગ્યા. આરંભિક શિક્ષણ…

વધુ વાંચો >

રાઇલ, માર્ટિન (સર)

રાઇલ, માર્ટિન (સર) (જ. 27 સપ્ટેમ્બર 1918, બ્રાઇટન, ઈસ્ટ સસેક્સ, યુ.કે.; અ. 14 ઑક્ટોબર 1984, કેમ્બ્રિજ, યુ.કે.) : બ્રિટનના રેડિયો ખગોળશાસ્ત્રી. ઍપર્ચર સિન્થેસિસ જેવી વિવિધ ટેક્નિકના જનક. આકાશના રેડિયો-સ્રોતોનો સવિસ્તર નકશો (માનચિત્ર) બનાવનાર પહેલા ખગોળવિદ. તેમના પિતાનું નામ જે. એ. રાઇલ (J. A. Ryle) અને માતાનું નામ મિરિયમ સ્ક્લે રાઇલ…

વધુ વાંચો >

રિડપાથ, ઇયાન (Ian  Ridpath)

રિડપાથ, ઇયાન (Ian  Ridpath) : બ્રિટનના અવૈતનિક ખગોળશાસ્ત્રી અને પ્રખ્યાત વિજ્ઞાનલેખક.  વિશેષત: ખગોળ અને અંતરીક્ષ સંબંધિત વિષયોના લોકભોગ્ય લેખક અને ટીવી અને રેડિયો-પ્રસારક (broadcaster). બીબીસીની ‘બ્રેકફાસ્ટ ટાઇમ’ તથા અન્ય ટીવીની ચૅનલો પર તેમના કાર્યક્રમો ઘણાં વર્ષોથી નિયમિત આવે છે. રેડિયો પર ‘સાયન્સ નાઉ ઍન્ડ ટુડે’, ‘જૉન ડન શો’ (John Dunn…

વધુ વાંચો >

રોનાન, કોલિન એ. (Colin A. Ronan)

રોનાન, કોલિન એ. (Colin A. Ronan) (જ. 1920; અ. 1995) : અંગ્રેજીમાં ખગોળ ઉપરના અને વિજ્ઞાનના ઇતિહાસને લગતા સંખ્યાબંધ ગ્રંથોના અંગ્રેજ લેખક. કારકિર્દીના આરંભે કોલિન લશ્કર સાથે સંકળાયેલા હતા અને વિજ્ઞાનના સલાહકાર તરીકે ક્રમશ: સોપાન સર કરતા જઈને મેજરના દરજ્જે પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રકાશીય (optical) ટૅકનૉલૉજીમાં નોંધપાત્ર કામ કર્યું…

વધુ વાંચો >

રૉયલ ઑબ્ઝર્વેટરી, લખનઉ

રૉયલ ઑબ્ઝર્વેટરી, લખનઉ : ભારતમાં પરદેશી શાસનકાળ દરમિયાન ઈસુની અઢારમી–ઓગણીસમી સદીમાં આધુનિક સાધનોથી સજ્જ જે કેટલીક ખગોલીય વેધશાળાઓ સ્થપાઈ તેમાંની એક વેધશાળા, તે આ લખનઉની શાહી વેધશાળા. આ પહેલાં ઈ. સ. 1792માં મદ્રાસ(ચેન્નાઈ)માં અને તે પછી ઈ. સ. 1825માં કલકત્તા(કૉલકાતા)માં આવી વેધશાળાઓની સ્થાપના થઈ ચૂકી હતી. લખનઉની આ શાહી વેધશાળાની…

વધુ વાંચો >

લિક ઑબ્ઝર્વેટરી, કૅલિફૉર્નિયા

લિક ઑબ્ઝર્વેટરી, કૅલિફૉર્નિયા : યુનાઇટેડ સ્ટેટ્સની એક પ્રમુખ પ્રાકાશિક (optical) વેધશાળા. યુનાઇટેડ સ્ટેટ્સમાં પહાડની ટોચ ઉપર બાંધવામાં આવેલી પહેલી વેધશાળા. તેના ટેલિસ્કોપ માઉન્ટ હૅમિલ્ટન શિખર પર આશરે 1,280 મીટર (4,200 ફૂટ) ઊંચાઈએ આવેલા છે. આ સ્થળ કૅલિફૉર્નિયામાં સાન હોઝેથી પૂર્વમાં આશરે 32 કિમી. (20 માઈલ) અંતરે આવેલું છે. હાલમાં આનો…

વધુ વાંચો >

લેક્સેલ ધૂમકેતુ (Lexell’s comet)

લેક્સેલ ધૂમકેતુ (Lexell’s comet) : ચોપડે નોંધાયેલો પહેલો અલ્પકાલિક ધૂમકેતુ (short perior comet) : શાસ્ત્રીય નામ : D/1770. ચાર્લ્સ મેસિયર (1730-1817) નામના ફ્રાંસના ખગોળશાસ્ત્રીએ 1770માં તે શોધેલો. તેનું નામ આ ધૂમકેતુની ભ્રમણકક્ષા શોધી કાઢનાર સ્વીડનના લેક્સેલ (Anders Johan Lexell : 1740-1784) નામના ખગોળશાસ્ત્રીના નામ પરથી પાડવામાં આવ્યું છે. તેણે દર્શાવ્યું…

વધુ વાંચો >

લોણાર ઉલ્કાગર્ત

લોણાર ઉલ્કાગર્ત : મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં, ઔરંગાબાદથી આશરે 145 કિમી. પૂર્વમાં લોણાર (લોનાર) નામના એક નાના ગામની પાસે આવેલું ખારા પાણીનું એક વિશાળ ગોળ આકારનું જ્વાળામુખ જેવું છીછરું તળાવ. આ તળાવ જેમાં આવેલું છે તે વાટકા જેવા પાત્રની બધી જ બાજુઓ બેસાલ્ટના મોટા ખડકજથ્થાઓની બનેલી છે. દખ્ખણના બેસાલ્ટ-ઉચ્ચ સપાટ પ્રદેશમાં…

વધુ વાંચો >