સાહિત્યતત્વ

વાસ્તવવાદ (Realism) (સાહિત્ય-કલાક્ષેત્રે)

વાસ્તવવાદ (Realism) (સાહિત્ય-કલાક્ષેત્રે) : 19મી સદીના ઉત્તરાર્ધમાં કૌતુકવાદ અને આદર્શવાદની પ્રતિક્રિયા રૂપે આવેલા આંદોલનના સંદર્ભ સાથે સંલગ્ન સંજ્ઞા. એ પૂર્વે જોન લૉક અને થૉમસ રીડ જેવા ચિંતકોએ બાહ્યજગત અને મનુષ્ય-ચેતનાનો સંબંધ તપાસતાં આ સંજ્ઞાનો ઉપયોગ કરેલો; અને ચિત્રકલા તેમજ શિલ્પકલાક્ષેત્રે પણ આ સંજ્ઞાને, આકૃતિઓ અને દૃશ્યો રોજિંદા જીવનમાં અનુભવાય છે…

વધુ વાંચો >

વિવાહલઉ

વિવાહલઉ : મધ્યકાલીન કાવ્યસાહિત્યનું એક સ્વરૂપ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન, રાસ, પદ્યવાર્તા જેવા સાહિત્યસ્વરૂપ જેવું આ સ્વરૂપ છે. ઈ. સ. 1450થી 1550ના સમયગાળામાં અનેક જૈન-જૈનેતર કવિઓએ તે અજમાવ્યું છે. ‘વિવાહલઉ કે વેલિ’ એ લગ્નવિધિ-વિષયક ગેય રચના છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન એ સામાજિક વ્યવસ્થાનું અતિ મહત્વનું તત્વ મનાય છે. આ…

વધુ વાંચો >

વૃત્તિમય ભાવાભાસ

વૃત્તિમય ભાવાભાસ : સાહિત્યમાં ભાવનિરૂપણ માટેની એક વિશિષ્ટ પ્રયુક્તિ. અંગ્રેજીમાં જૉન રસ્કિન નામના વિક્ટોરિયન કલામર્મજ્ઞે એના ‘મૉડર્ન પેન્ટર્સ’ (1856) ગ્રંથના ત્રીજા ખંડના બારમા પ્રકરણમાં ચિત્રકારો માનવભાવોનું પ્રકૃતિમાં આરોપણ કરી જે રીતે અસત્યનો આશ્રય લે છે તેની મર્યાદા કે દોષ દર્શાવતાં ‘પૅથેટિક ફૅલસી’ (pathetic fallacy’) એવી સંજ્ઞા પ્રયોજેલી, તેના પર્યાય રૂપે…

વધુ વાંચો >

વ્યંજના

વ્યંજના : શબ્દની ત્રીજી શક્તિ. શબ્દની ત્રણ શક્તિઓ માનવામાં આવી છે. શબ્દનો મુખ્ય અર્થ એટલે કે શબ્દકોશમાં આપેલો અર્થ બતાવનારી મુખ્ય શક્તિ અભિધા તે પહેલી; શબ્દનો મુખ્ય અર્થ બંધબેસતો ન હોય ત્યારે તેની સાથે સંબંધ ધરાવતો બીજો બંધબેસતો અર્થ બતાવનારી બીજી શબ્દશક્તિ તે લક્ષણા. જ્યારે અભિધા અને લક્ષણા શબ્દશક્તિઓ ન…

વધુ વાંચો >

શૈલી

શૈલી : સાહિત્યની લેખનરીતિના સંદર્ભમાં વપરાતો શબ્દ. અંગ્રેજી ભાષામાંના ‘style’ના પર્યાય રૂપે ગુજરાતમાં યોજાયેલી સંજ્ઞા. અંગ્રેજી ‘style’ શબ્દ મૂળ લૅટિન ભાષામાંથી ઊતરી આવ્યો છે, ત્યાં તે વિભિન્ન અર્થમાં યોજાતો જોવા મળ્યો છે. ‘પાષાણ, અસ્થિ કે ધાતુ વગેરેમાંથી બનાવેલી કલમ’ એ અર્થમાં લૅટિન ભાષામાં આ સંજ્ઞાનો ઉપયોગ થયો છે. પછી ‘લખવાની…

વધુ વાંચો >

સમુદ્રબંધ

સમુદ્રબંધ : આલંકારિક લેખક. આચાર્ય રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ પર તેમણે સંસ્કૃતમાં ટીકા એટલે સમજૂતી લખી છે. પોતાની ટીકામાં પોતાના આશ્રયદાતા રાજા રવિવર્મન્ ઉર્ફે સંગ્રામધીર નામના રાજાની પ્રશંસા કરતાં ઉદાહરણો સમુદ્રબંધે આપ્યાં છે. તેથી તે રાજાના સમયમાં તેઓ થઈ ગયા મનાય છે. આ રાજાનો સમય 13મી સદીના અંત અને 14મી સદીના આરંભમાં…

વધુ વાંચો >

સર્જકતા (creativity)

સર્જકતા (creativity) : સાહિત્ય, કળાઓ કે વૈજ્ઞાનિક કે અન્ય કાર્યોમાં નવાં સ્વરૂપો ઉપજાવવાની અથવા સમસ્યાઓને નવી પદ્ધતિઓ વડે ઉકેલવાની શક્તિ. સર્જક વ્યક્તિ પરિસ્થિતિની આગવી સમજ મેળવે છે અને તે માટેનો માત્ર નવો જ નહિ પણ નવો અને સુયોગ્ય (બંધબેસતો) ઉકેલ લાવે છે. તે જ્ઞાનેન્દ્રિયો વડે મળતી પ્રત્યક્ષ માહિતીનું પોતાના આગવા…

વધુ વાંચો >

સંકેતગ્રહ

સંકેતગ્રહ : સંસ્કૃત શબ્દશાસ્ત્રનો એક સિદ્ધાંત. શબ્દમાં રહેલી શક્તિ અથવા સંકેત વડે શબ્દમાંથી અર્થનું જે જ્ઞાન થાય તેનું નામ સંકેતગ્રહ. એ સંકેતગ્રહ આઠ રીતે થાય છે : (1) વ્યાકરણ વડે થતો સંકેતગ્રહ અથવા સંકેતજ્ઞાન; જેમ કે  ‘શરીર’ પરથી બનેલા ‘શારીરિક’ એ શબ્દનો અર્થ વ્યાકરણના તદ્ધિત પ્રત્યય વડે થયેલો જણાય છે.…

વધુ વાંચો >

સંદિગ્ધતા (ambiguity)

સંદિગ્ધતા (ambiguity) : શબ્દ કે વાક્યમાંથી નીપજતી બહુ-અર્થતા. સામાન્યત: વાક્યનો તે ગુણધર્મ છે. તે એકથી વધુ અર્થ ધરાવતા શબ્દનો પણ ગુણધર્મ છે. શબ્દ કે વાક્ય બોલાય કે લખાય ત્યારે તેમાંથી સંકેત નીકળે છે. પ્રત્યેક સંકેત જ્યારે એક કરતાં વધુ સંદેશાઓનું વહન કરે છે ત્યારે તેમાં સંદિગ્ધતા ઉદ્ભવે છે. સર વિલિયમ…

વધુ વાંચો >

સંધિ

સંધિ : વ્યાકરણશાસ્ત્રનો એક અગત્યનો ખ્યાલ. બે પદોને સાથે બોલવા જતાં આગલા પદને છેડે રહેલા સ્વર કે વ્યંજન સાથે પાછળના પદના આરંભમાં આવતા સ્વર કે વ્યંજનના જોડાણથી ધ્વનિમાં જે ફેરફાર થાય તેને સંધિ કહેવાય. પાણિનિ તેને ‘સંહિતા’ એવા નામથી પણ ઓળખે છે, કારણ કે તેમાં બે સ્વરો, બે વ્યંજનો અથવા…

વધુ વાંચો >