સરોજા કોલાપ્પન
અપત્યપ્રસવ (વનસ્પતિ)
અપત્યપ્રસવ (vivipary) (વનસ્પતિ) : સુષુપ્ત અવસ્થા વગરનું બીજનું અંકુરણ. સમુદ્રકિનારે ક્ષારયુક્ત કાદવવાળી પોચી જમીનમાં ઊગતી વનસ્પતિઓનાં ફળ માતૃછોડ પર લાગેલાં હોય, તે અવસ્થામાં જ, બીજનું અંકુરણ થઈ આદિમૂળ અને અધરાક્ષ (hypocotyl) વિકાસ પામે તેને અપત્યપ્રસવ કહે છે. કાંડેલ (Rhizophora), ગોરન (Ceriops), તીવાર (Avicennia), લાવણ્યમયી (Aegiceras), મહેબુલ (Sonneratia), અને નાઇપા (Nipa)…
વધુ વાંચો >અપબીજાણુતા
અપબીજાણુતા (apospory) : વનસ્પતિઓમાં અર્ધસૂત્રી ભાજન અને બીજાણુ-નિર્માણ થયા સિવાય બીજાણુજનક (sporophyte) અવસ્થામાંથી જન્યુજનક અવસ્થાનો થતો વિકાસ. તેને અબીજકજનન અથવા અવબીજાણુતા પણ કહે છે. વનસ્પતિઓમાં સંતતિઓનું એકાંતરણ એટલે કે બે અવસ્થાઓ વારાફરતી જોવા મળે છે. એક તે જન્યુજનક. તેમાં નરજન્યુ અને માદાજન્યુના મિલનથી યુગ્મનક (zygote) બને અને તેમાંથી પુખ્ત ભ્રૂણ…
વધુ વાંચો >અફીણ
અફીણ : દ્વિદળી વર્ગના પૅપાવરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Papaver somniferum L (સં. अहिफेन, खसतिल; હિં. खसखस; બં. પોસ્તદાના; ગુ. અફીણ, ખસખસ, પોસ્ત ડોડા) છે. સહસભ્ય દારૂડી. અફીણની પુષ્કળ ઊપજ આપતી બે જાતો– નામે શ્વેતા અને શ્યામા–લખનૌમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ ઍન્ડ આયુર્વેદિક પ્લાન્ટ્સ (CIMAP) સંસ્થાએ વિકસાવીને વાવેતર…
વધુ વાંચો >અબનૂસ
અબનૂસ : દ્વિદળી વર્ગના ઍબનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Diospyros ebenum (L.) Koenig. syn. D. assimilis Bedd. D. sapota Roxb. (હિં. अबनूस, અં. સિલોન ઍબની.) છે. મધ્યમ કદનાં, ઘણાં વિશાળ, છાયા આપતાં, સદાહરિત, કાળી છાલવાળાં વૃક્ષો, રસ્તા ઉપર હારમાં વવાય છે. સાદાં, પહોળાં, લાંબાં, એકાંતરિત, જાડાં પર્ણો. ફેબ્રુઆરી-માર્ચ…
વધુ વાંચો >અભિરંજન-પ્રક્રિયાઓ
અભિરંજન-પ્રક્રિયાઓ (staining processes) : રંગકો વડે કોષમાં આવેલાં રસાયણોની પરખ મેળવવાની પ્રવિધિઓ. આ પ્રવિધિઓનો આધાર રંગકોની વરણાત્મક (selective) અભિરંજનશક્તિ પર રહેલો છે. કોષના બંધારણમાં આશરે 1,800 રસાયણો નોંધાયેલાં છે. તે આંક દિનપ્રતિદિન વધતો જ રહે છે. રંગસૂત્રોના બંધારણમાં 36% ડી. એન. એ., 37 % હિસ્ટોન્સ, 10 % આર. એન. એ.,…
વધુ વાંચો >અમરવેલ
અમરવેલ : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cuscuta reflexa Roxb. (સં. आकाशलरी, अमरवल्लरी; હિં. आकाशवेल, अमरवेल; મ. અમરવેલ, આકાશવેલ, અંતરવેલ, સોનવેલ; અં. ડૉડર) છે. સંપૂર્ણ પરોપજીવી વેલ. મૂલરહિત, પર્ણરહિત આછાં પીળાં પાતળાં પ્રકાંડ. પુષ્પો પરિમિત અને સફેદ. એક હોય તો એક સેમી. લાંબું અથવા વધુમાં વધુ…
વધુ વાંચો >અમલબેદ
અમલબેદ : દ્વિદળી વર્ગના રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus medica Linn. (સં. अम्लवेतस्, अकृम्लवेतस्; હિં. बरानिम्बु; અં. કૉમન સોરેલ) છે. મોસંબી, સંતરાં, લીંબુ, પપનસ વગેરે તેનાં સહસભ્યો છે. બીજોરા જેવી આ એક લીંબુની જાત છે. નાનું, કાંટાળું ઝાડ, ભૂરી નાની કૂંપળો. એકપર્ણિકાવાળું, પક્ષવત્ દંડ ધરાવતું પર્ણ. તેનાં…
વધુ વાંચો >અમેન્સાલિઝમ
અમેન્સાલિઝમ (amensalism) : એક જ સ્થાને વસતી એક કે ભિન્ન જાતિઓના સજીવો વચ્ચે જોવા મળતો જૈવિક સંબંધનો એક પ્રકાર, જેમાં એક જીવના સ્રાવથી બીજા જીવનો નાશ થાય છે. આ પ્રકારના સંબંધમાં સજીવો વચ્ચે પારસ્પરિક બે જીવનપદ્ધતિઓ જોવા મળે છે : (i) સ્પર્ધાત્મક (competitive) અને (ii) પ્રતિજીવિતા (antibiosis). પ્રથમ પદ્ધતિમાં સબળ…
વધુ વાંચો >અમેરૅન્થેસી
અમેરૅન્થેસી (amaranthaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તેને જ્યૉર્જ બેન્થમ અને જૉસેફ ડાલ્ટન હુકરના વર્ગીકરણ મુજબ ઉપવર્ગ : અદલા (apetalae) અને શ્રેણી : કર્વેમ્બ્રીમાં મૂકવામાં આવ્યું છે. નીકટાજિનેસી, ચીનોપોડિયેસી અને પૉલિગોનેસી તેનાં સહકુળો છે. તે કુળમાં લાંબડી, મોરશિખા, કણેજરો, કાંટાળો ડાંભો, રાજગરો, તાંદળજો, ગોરખ ગાંજો, અઘેડો, ઝીપટો, પાણીની ભાજી…
વધુ વાંચો >