સંસ્કૃતિ (સામાન્ય)
તાઓ-તે-ચિંગ
તાઓ-તે-ચિંગ (ઈ. પૂ. છઠ્ઠો સૈકો) : લાઓ-ત્ઝેએ રચેલો તાઓ-દર્શનનો મહત્ત્વનો ગ્રંથ. આ ગ્રંથમાં મુખ્યત્વે મહાત્મા લાઓ-ત્ઝેનાં વચનામૃતોનો તથા તેમના નૈતિક ઉપદેશનો સમાવેશ થયો હોવાનું કહેવાય છે. જોકે આ ગ્રંથને છેવટનું સ્વરૂપ તો ઈ. સ. પૂ.ની ત્રીજી સદીમાં જ આપવામાં આવ્યું હતું. તાઓ-દર્શનનું આ આધારભૂત શાસ્ત્ર ગણાય છે. ‘તાઓ’ એટલે પંથ…
વધુ વાંચો >તારા (દેવી)
તારા (દેવી) : નેપાળ, તિબેટ અને મૉંગોલિયામાં પૂજાતી બૌદ્ધ ધર્મીઓની લોકપ્રિય તાંત્રિક દેવી. સંસ્કૃત ધાતુ ‘तृ—तर्’ ઉપરથી આ નામ બન્યું છે. ભવસાગર તરવામાં મદદ કરનાર આ દેવી છે. ઈ. સ.ના છઠ્ઠા સૈકાથી તારાને બૌદ્ધ ધર્મમાં દેવી તરીકે સ્થાન મળ્યું છે. પૂર્વ ભારતમાં તેની પૂજા પ્રચલિત છે, જ્યારે ગુજરાતમાં તારંગાની ટેકરીઓની…
વધુ વાંચો >તુતનખામન
તુતનખામન : મિસરનો પ્રાચીન રાજવી. અખનાતનનો અનુગામી અને જમાઈ. તે અમેન હોટેપ ત્રીજાનો પૌત્ર હતો. તેનાં લગ્ન અખનાતન અને નેફેર્તીતીની ત્રીજી પુત્રી અંખેસેનપાએતુન સાથે થયાં હતાં. અને તેથી તેનો ગાદી ઉપર હક થતો હતો. અખનાતનના મૃત્યુ સમયે તુતનખામન નાની વયનો હતો તેથી રાજકુટુંબ સાથે સંકળાયેલા વજીર અને બીજા અમલદારો તેના…
વધુ વાંચો >દલાઈ લામા તેન્ઝિન ગ્યાત્સ
દલાઈ લામા તેન્ઝિન ગ્યાત્સ (જ. 6 જુલાઈ 1935, ટાક્ટસર, તિબેટ) : તિબેટના ધાર્મિક અને રાજકીય નેતા. 1989ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા. તેઓ બૌદ્ધ ધર્મની એક શાખા લામાવાદની ‘યેલો હૅટ’ (Yellow Hat) પરંપરાના વડા છે. ‘દલાઈ’ એટલે મહાસાગર યા શાણપણનો ભંડાર અને ‘લામા’ એટલે બૌદ્ધ સાધુ. આમ ‘દલાઈ લામા’ એટલે શાણપણના…
વધુ વાંચો >દાતાર, પંડિત ડી. કે.
દાતાર, પંડિત ડી. કે. (જ. 24 ઑક્ટોબર 1924, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાના વિખ્યાત બેલાવાદક. આખું નામ દામોદર કેશવ દાતાર. પિતા પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરના શિષ્ય હતા. દામોદરના બાલ્યકાળમાં પિતાનું અવસાન થયું, પરંતુ મોટા ભાઈ પાસેથી પ્રોત્સાહન મળતું રહ્યું. શાસ્ત્રીય સંગીતની વિધિસરની તાલીમ માટે તેઓ મુંબઈની જાણીતી સંસ્થા…
વધુ વાંચો >ધર્મ
ધર્મ હિંદુ શાસ્ત્ર-ગ્રંથો પ્રમાણે ‘ધર્મ’ શબ્દનો અર્થ : ‘ધર્મ’ શબ્દનો સંસ્કૃત ભાષામાં જે રીતે પ્રયોગ થયો છે તે જોતાં તેનો બીજી ભાષામાં પર્યાય શોધવો મુશ્કેલ છે. કોશોમાં તેનો અર્થ આજ્ઞા કે વિધિ, ફરજ, અધિકાર, ન્યાય, નીતિ, સદગુણ, ધર્મ (religion), સત્કાર્ય કે લક્ષણ તરીકે આપેલો મળે છે. ધર્મની કલ્પના દેવતા તરીકે…
વધુ વાંચો >ધર્મસૂત્ર
ધર્મસૂત્ર : ધર્મ શબ્દનો અર્થ વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાજ્ય વગેરેને ધારણ કરનારા એટલે તેને ટકાવી રાખનારા નિયમો કે કાયદાઓ એવો છે. આવા નિયમો કે કાયદાઓને સંક્ષેપમાં રજૂ કરનારા સૂત્રાત્મક શૈલીએ લખાયેલા ગ્રંથોને ધર્મસૂત્રો કહે છે. ધર્મશાસ્ત્રનો આરંભ આ ધર્મસૂત્રોથી થયો છે. એ પછી ધર્મશાસ્ત્ર સ્મૃતિગ્રંથોમાં રજૂ થયું છે. છેલ્લે, સ્મૃતિઓનો…
વધુ વાંચો >બૅબિલોનિયન સંસ્કૃતિ
બૅબિલોનિયન સંસ્કૃતિ : યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીને તીરે મેસોપોટેમિયામાં વિકસેલી સંસ્કૃતિ. યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીની વચ્ચેનો પ્રદેશ મેસોપોટેમિયા તરીકે ઓળખાતો હતો. આજે આ પ્રદેશ ઇરાક તરીકે ઓળખાય છે. સુમેરિયન સંસ્કૃતિના પતન બાદ બૅબિલોનિયન સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી. સુમેર-અક્કડ સામ્રાજ્યના પતન પછી યુફ્રેટિસ નદીના કિનારે એમોરાઇટ જાતિના લોકો સ્થિર થયા. ઈ. પૂ.…
વધુ વાંચો >બૌધાયન ધર્મસૂત્ર
બૌધાયન ધર્મસૂત્ર : જુઓ ધર્મસૂત્ર
વધુ વાંચો >ભરથરી (ગાથા)
ભરથરી (ગાથા) : રાજા ભરથરીની લોકગાથા. આ લોકગાથા સારંગી વગાડીને ભિક્ષા માંગતા જોગીઓ દ્વારા મૂળ પ્રેમપૂર્વક ગાવામાં આવતી હોય છે. આ જોગીઓ કોઈને આખી ગાથા ગાઈ સંભળાવતા નથી કેમ કે, તેઓ એવી માન્યતા ધરાવે છે કે આખી ગાથા ગાઈ સંભળાવનાર અને એને સાંભળનારનો સર્વનાશ થાય છે. સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિ રાજા…
વધુ વાંચો >