સંસ્કૃતિ (સામાન્ય)

કુરૈશ

કુરૈશ : અરબસ્તાનના મક્કા શહેરના પ્રખ્યાત કબીલાનું નામ. તેમાં મોહમ્મદ પયગંબર સાહેબનો જન્મ થયો હતો. આ કબીલાનો મુખ્ય વ્યવસાય વેપારનો હતો. તેઓ ખેતી પણ કરતા હતા અને ઇસ્લામના ઉદય પહેલાં મક્કામાં પવિત્ર કાબાનો વહીવટ કરતા હતા. કુરૈશ કબીલાના દસ જેટલા પેટાવિભાગો હતા : ઉમય્યા, નવફલ, ઝુહરા, મખ્ઝૂમ, અસદ, જુમાહ, સહમ,…

વધુ વાંચો >

કુર્તબા (શહેર)

કુર્તબા (શહેર) : આજના સ્પેન ઉપર મધ્યયુગમાં ઉમૈય્યા વંશના અરબોનું શાસન હતું ત્યારનું તેનું પાટનગર. ઉમૈય્યા વંશના ખલીફા અબ્દુર્-રહેમાન ત્રીજાએ 936માં તેનું બાંધકામ શરૂ કર્યું હતું. આ ખલીફા અલ-નાસિરના નામે પણ ઓળખાય છે. ખલીફાએ પોતાની એક કનીઝના નામ ઉપરથી સૌપ્રથમ એક ભવ્ય મહેલ અલ-ઝહરા બંધાવ્યો હતો. આ મહેલમાં ચારસો ખંડો…

વધુ વાંચો >

કુસકો

કુસકો : ઇન્કા સંસ્કૃતિની રાજધાની. 1100માં સ્થપાયેલા કુસકોની ત્રણ બાજુએ પર્વતમાળા છે અને દક્ષિણ-પૂર્વમાં ખીણ હોવાથી રાજધાની રમણીય બની છે. 1400માં કુસકો ફરીથી બાંધવામાં આવ્યું. તે પછી નગર-આયોજનનું એ આકર્ષણ બન્યું. અહીંના રસ્તા સાંકડા પણ સોહામણા છે. ભાતભાતનાં એક માળનાં સાદાં લીંપેલાં તથા પથ્થરના પાયા ઉપર પાકી ઈંટોનાં બે કે…

વધુ વાંચો >

કેલ્ટ સંસ્કૃતિ

કેલ્ટ સંસ્કૃતિ : ઈસવી સન પૂર્વેની સદીઓમાં મધ્ય અને પશ્ચિમ યુરોપમાં વસેલા લોકોની સંસ્કૃતિ. પાછળથી આ લોકો ફ્રાન્સ, બ્રિટન, આયર્લૅન્ડ, સ્કૉટલૅન્ડ વગેરે સ્થળોએ વસ્યા હતા. પુરાવસ્તુની ર્દષ્ટિએ કેલ્ટ સંસ્કૃતિનું મૂળ પશ્ચિમી કાંસ્યયુગમાં જોઈ શકાય. કેલ્ટિક ભાષા બોલતાં લોકજૂથોનો સમૂહ તે કેલ્ટ સમાજ. કેલ્ટ લોકો ઊંચા, ભૂરી આંખોવાળા, સશક્ત, સુંદર વાળવાળા…

વધુ વાંચો >

કૅસાઇટ

કૅસાઇટ : પશ્ચિમ એશિયામાં બૅબિલોન પર ઈ. પૂ. અઢારમી સદીના મધ્ય ભાગથી આશરે 576 વર્ષ સુધી સત્તા ભોગવનાર પ્રજા. આ પ્રજાનું નામ કદાચ તેમના દેવ કસુ પરથી પડ્યું હોય એમ બૅબિલોનનાં સાધનો પરથી જણાય છે. બૅબિલોનમાં તેમને કસુ, અસુરમાં કસી અને ગ્રીક લેખકો કોસઇઓઈ તરીકે ઓળખે છે. બૅબિલોનમાં તેમના ઉલ્લેખ…

વધુ વાંચો >

કૈલાસ (પર્વત)

કૈલાસ (પર્વત) : હિમાલયની હારમાળામાં આવેલું પર્વત-શિખર તથા ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ. ભૌગોલિક સ્થાન : 31o 05′ ઉ. અ. અને 81o 20′ પૂ. રે.. તે લદ્દાખ પર્વતશ્રેણીથી 80 કિમી.ને અંતરે સિંધુ નદીના ઉત્તર કાંઠા નજીક આવેલું છે. આ પર્વતશ્રેણી જળકૃત ખડકોથી બનેલી છે, કૈલાસ પર્વત-શિખરના ઉત્તર તરફના ભાગમાં સ્તરાનુક્રમના સંદર્ભમાં…

વધુ વાંચો >

કૉન્ફયૂશિયસ

કૉન્ફ્યૂશિયસ (ઈ. પૂ. 551, યો કે લુ, શાન્તુંગ; અ. ઈ. પૂ. 479) : ચીનના મહાન ચિંતક. તેમનું ચીની નામ કુંગ-ફુ-ત્ઝુ હતું. જગતમાં પોતાની પ્રાચીન સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને ટકાવી રાખનાર મુખ્ય બે દેશો છે : એક ભારત અને બીજો ચીન. ચીનમાં પ્રજાસત્તાક રાજ્ય એકસરખું ચાર હજાર વર્ષ કરતાં પણ વધારે ચાલ્યું…

વધુ વાંચો >

કોપન

કોપન (Copan) : માયા સંસ્કૃતિનું હોન્ડુરસના અખાતમાં આવેલું બીજા નંબરનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 14o 50′ ઉ. અ. અને 89o 09′ પ.રે. તે 3203 ચોકિમી. વિસ્તારમાં કોપન નદીના કાંઠે પથરાયેલું છે. પાંચ મુખ્ય ચોગાન અને સોળ ગૌણ ચોકઠામાં વિભાજિત આ શહેર મંદિરોનું અજાયબ સંકુલ છે. 460માં બંધાયેલા કોપનમાં માયા…

વધુ વાંચો >

ચમસ–ચમસિન્

ચમસ–ચમસિન્ : સોમલતા વાટીને કાઢેલો સોમરસ પીવા માટેનું કાષ્ઠપાત્ર. તે ન્યગ્રોધ (વડ), ઉદુંબર (ઊમરો) કે પિપ્પલ(પીંપળા)ના કાષ્ઠનું બને. તે લંબચોરસ કે સમચોરસ પણ હોય. તેને હાથો હોય તો તે ત્સરુમત્ ચમસ કહેવાય, હાથો ન હોય તો અત્સરુ ચમસ કહેવાય. હાથાના ગોળ કે ચોરસ આકાર ઉપરથી તે કયા ઋત્વિજ માટેનું છે…

વધુ વાંચો >

ચેતક :

ચેતક : મેવાડના રાજવી મહારાણા પ્રતાપનો વફાદાર ઘોડો. સમ્રાટ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે લાંબા સમયથી ચાલતા સંઘર્ષનો યુદ્ધ દ્વારા અંત લાવવાના હેતુથી અકબરે રાણા પ્રતાપને પરાસ્ત કરવા માટે રાજા માનસિંઘની પસંદગી કરી. એપ્રિલ, 1576માં મોટા લશ્કર સાથે માનસિંઘે રાણા પ્રતાપ સામે લશ્કરી ઝુંબેશ શરૂ કરી. હલદીઘાટમાં બંનેની સેનાઓ વચ્ચે…

વધુ વાંચો >