સંસ્કૃતિ (સામાન્ય)

જ્ઞાનમાર્ગ

જ્ઞાનમાર્ગ : પરમતત્વનો સાક્ષાત્કાર કરવા માટેના ભારતીય વૈદિક પરંપરામાં સ્વીકારાયેલા કર્મ, ભક્તિ અને જ્ઞાન  એ ત્રણ માર્ગોમાંનો એક. જ્ઞાનમાર્ગનો આરંભ વેદોથી થાય છે. વૈદિક મંત્રોમાં પરમતત્વના સાક્ષાત્કાર માટે જ્ઞાનમાર્ગનો સ્પષ્ટ ઉલ્લેખ છે. નારાયણ ઋષિએ કહ્યું છે કે ‘‘तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यतेडयनाय ।’’ ‘‘મૃત્યુને પેલે પાર જવા માટે તે…

વધુ વાંચો >

ઝૅપટેક

ઝૅપટેક : ઉત્તર અમેરિકામાં દક્ષિણ મેક્સિકોમાં આવેલ વહાકા (Oaxaca) પ્રદેશમાં વસતી મેસો-અમેરિકન રેડ ઇન્ડિયન જાતિ. આ લોકોના પૂર્વજો વિશિષ્ટ સંસ્કૃતિના સર્જક હતા. તેમની રાજધાની મૉન્ટી આલબાન ટેકરી ઉપર હાલના વહાકા નજીક આવેલી હતી. ઈ. સ. પૂ. 500માં આ નગરની સ્થાપના થઈ હતી. તે વખતે અહીં નગર સંસ્કૃતિ વિકસી ચૂકી હતી.…

વધુ વાંચો >

ટાઇગ્રિસ

ટાઇગ્રિસ : પશ્ચિમ એશિયાની પ્રમુખ નદી. ભૌગોલિક સ્થાન : 33o ઉ. અ. અને 45o પૂ. રે.. આ નદીની લંબાઈ આશરે 1900 કિમી. તથા તેનું સ્રાવક્ષેત્ર (catchment area) 3,73,000 ચોકિમી. છે. તે મેસોપોટેમિયા(ઇરાક)ના સૂકા પ્રદેશની જીવાદોરી છે. તે પૂર્વ તુર્કસ્તાનના મધ્ય ભાગમાં આવેલ ગોલકુક સરોવરમાંથી પસાર થાય છે તથા ટર્કીના અગ્નિ…

વધુ વાંચો >

ટૉયન્બી, આર્નોલ્ડ જૉસેફ

ટૉયન્બી, આર્નોલ્ડ જૉસેફ (જ. 14 એપ્રિલ 1889, લંડન; અ. 22 ઑક્ટોબર 1975, યૉર્ક, ઇંગ્લૅન્ડ) : જગવિખ્યાત અંગ્રેજ ઇતિહાસચિંતક અને ‘એ સ્ટડી ઑવ્ હિસ્ટરી’ના લેખક. લંડનમાં મધ્યમવર્ગીય રૂઢિચુસ્ત ઍગ્લિકન ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલા ટૉયન્બીએ તેમનો અભ્યાસ વિન્ચેસ્ટર શાળામાં અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની બીલિયલ કૉલેજ તેમજ ઍથેન્સની ધ બ્રિટિશ આર્કિયૉલૉજિકલ સ્કૂલમાં કર્યો હતો. 1912–15…

વધુ વાંચો >

ટ્રૉય

ટ્રૉય : એશિયા માઇનોર(આધુનિક તુર્કસ્તાન)નું કાંસ્ય યુગનું અતિ પ્રાચીન નગર. તે ઇલિયમ, ઇલીઓસ, ઇલિયોન જેવાં નામોથી પણ ઓળખાતું હતું. ગ્રીક કવિ હોમરના ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ જેવાં મહાકાવ્યોએ આ નગરને ખ્યાતિ આપી હતી. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં જે નગરનો ઉલ્લેખ છે તેનું વર્ણન આ નગરના અસ્તિત્વને અનુમોદન આપે છે. હોમર દ્વારા વિખ્યાત…

વધુ વાંચો >

ડાલ્સ, જી. એફ.

ડાલ્સ, જી. એફ. (જ. 1927; અ. 18 એપ્રિલ 1992) : વિખ્યાત અમેરિકન પુરાતત્વવેત્તા. તેમનું સમગ્ર જીવન પુરાવસ્તુનાં વિવિધ ક્ષેત્રોનાં અન્વેષણો અને પ્રકાશનોમાં વીત્યું છે. 1953માં યુનિવર્સિટી ઑવ્ પેન્સિલવેનિયામાં તે જોડાયા અને મેસોપોટેમિયાની પૂતળીઓ વિશે પીએચ.ડી.નો મહાનિબંધ લખ્યો. 1957થી 1959 સુધી તેઓ બગદાદ સ્કૂલમાં હતા ત્યાં અબ્બાસ બંદરના વિસ્તારમાં અને પાકિસ્તાનના…

વધુ વાંચો >

ડેમોસ્થિનિસ

ડેમોસ્થિનિસ (જ. ઈ. સ. પૂ. 384, ઍથેન્સ; અ. 12 ઑક્ટોબર ઈ. સ. પૂ. 322, કેલોરિયા) : ઍથેન્સનો રાજનીતિજ્ઞ પુરુષ અને પ્રાચીન ગ્રીસનો એક મહાન લોકશાહીપ્રેમી, વક્તા તથા વિદ્વાન. તેનો જન્મ શ્રીમંત કુટુંબમાં થયો હતો. શરૂઆતમાં એનું શારીરિક સ્વાસ્થ્ય નબળું હતું. એની જીભ થોથવાતી હતી. પણ એણે દરિયાકિનારે અને અરીસા સામે…

વધુ વાંચો >

ડેલિયન સંઘ

ડેલિયન સંઘ : ઍથેન્સના નેતૃત્વ હેઠળ ગ્રીક રાજ્યોનો સંઘ. ઈ. સ. પૂ. 480-479માં ઈરાન અને ગ્રીસ વચ્ચે જે લડાઈઓ થઈ એમાં ઈરાનનો પરાજય થયો, પરંતુ એ પછી ગ્રીક લશ્કરનો સેનાપતિ અને સ્પાર્ટાનો રાજવી પોસાનિયસ ઈરાનતરફી બની ગયો. તેથી સ્પાર્ટાએ ગ્રીક રાજ્યોનો વિશ્વાસ ગુમાવ્યો. ઍથેન્સના અરિસ્ટાઇડીઝ અને સિમોન  નામના નેતાઓએ હવે…

વધુ વાંચો >

તલમૂદ

તલમૂદ : યહૂદી ધર્મશાસ્ત્રનો સટીક ગ્રંથ. તલમૂદમાં મિશના તથા ગેમારાનો સમાવેશ થાય છે. મિશના એ મૌખિક કાયદાઓનો સંગ્રહ છે, જ્યારે ગેમારામાં મિશના પર થયેલાં ભાષ્ય અને ચર્ચાઓનો સમાવેશ થાય છે. યહૂદી ધર્મશાસ્ત્રીઓના એક જૂથે પૅલેસ્ટાઇનમાં અને બીજા જૂથે બૅબિલોનમાં સ્વતંત્ર રીતે તલમૂદ તૈયાર કર્યા હતા. બંનેમાં મિશનાનો મૂળ પાઠ એક…

વધુ વાંચો >

તાઓ-તે-ચિંગ

તાઓ-તે-ચિંગ (ઈ. પૂ. છઠ્ઠો સૈકો) : લાઓ-ત્ઝેએ રચેલો તાઓ-દર્શનનો મહત્ત્વનો ગ્રંથ. આ ગ્રંથમાં મુખ્યત્વે મહાત્મા લાઓ-ત્ઝેનાં વચનામૃતોનો તથા તેમના નૈતિક ઉપદેશનો સમાવેશ થયો હોવાનું કહેવાય છે. જોકે આ ગ્રંથને છેવટનું સ્વરૂપ તો ઈ. સ. પૂ.ની ત્રીજી સદીમાં જ આપવામાં આવ્યું હતું. તાઓ-દર્શનનું આ આધારભૂત  શાસ્ત્ર ગણાય છે. ‘તાઓ’ એટલે પંથ…

વધુ વાંચો >