સંગીતકલા

સ્ટ્રાઉસ પરિવાર (Strauss Family)

સ્ટ્રાઉસ પરિવાર (Strauss Family) [સ્ટ્રાઉસ, યોહાન ધ એલ્ડર (જ. 28 માર્ચ 1804, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 24 સપ્ટેમ્બર 1849, વિયેના, ઑસ્ટ્રિયા); સ્ટ્રાઉસ, યોહાન ધ યંગર (જ. 25 ઑક્ટોબર 1825, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 3 જૂન 1899, વિયેના, ઑસ્ટ્રિયા)] : વૉલ્ટ્ઝ સંગીતનો મનોરંજક તથા લોકપ્રિય ઢબે વિકાસ કરનાર ઑસ્ટ્રિયન પિતાપુત્ર. પિતા યોહાન ધ…

વધુ વાંચો >

સ્ટ્રાવિન્સ્કી ઇગોર ફેડોરોવિચ

સ્ટ્રાવિન્સ્કી, ઇગોર ફેડોરોવિચ (જ. 17 જૂન 1882, ઓરાનીબામ, પિટ્સબર્ગ; અ. 6 એપ્રિલ 1971, ન્યૂયૉર્ક) : રશિયન-અમેરિકન સ્વર-રચનાકાર. તેમના પિતા સેન્ટ પિટ્સબર્ગ ખાતે અભિનય અને ગાયનક્ષેત્રે મશહૂર હતા. તેમણે પુત્ર સ્ટ્રાવિન્સ્કીને સંગીત કે અભિનયનું નહિ પરંતુ કાયદાશાસ્ત્રનું શિક્ષણ આપેલું, જોકે સ્ટ્રાવિન્સ્કીને આડવ્યવસાય તરીકે સંગીત અને અભિનયમાં સામાન્ય રુચિ અવશ્ય હતી; પરંતુ…

વધુ વાંચો >

સ્વર (સંગીત)

સ્વર (સંગીત) : નાદસ્વરૂપે કરવામાં આવતું શબ્દનું ઉચ્ચારણ, જે રણકાર કે અનુરણન મારફત વ્યક્ત થતું હોય છે. જે નાદ થોડાક લાંબા સમય સુધી ટકે છે, અમુક સમય સુધી લહેરોની જેમ ગુંજતો હોય છે, જે ફરી ફરીને ઉચ્ચારવામાં આવે છે અને જે કર્ણપ્રિયતાનું લક્ષણ ધરાવતો હોય છે તે નાદ એટલે સ્વર.…

વધુ વાંચો >

હદ્દુખાં

હદ્દુખાં (જ. ?; અ. 1875, ગ્વાલિયર) : ગ્વાલિયર ઘરાનાના શ્રેષ્ઠ ગાયક અને ઉસ્તાદ હસ્સુખાંના નાના ભાઈ. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મોટા ભાગના ઘરાનાનું ઊગમસ્થાન આ બે ભાઈઓના યોગદાનને આભારી છે. મૂળભૂત રીતે તેઓ લખનૌના નિવાસી હતા. તેમના દાદા નથ્થન પીરબખ્શ અને પિતા કાદિરબખ્શ બંને હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયકો હતા. હદ્દુખાં અને…

વધુ વાંચો >

હરિદાસ સ્વામી

હરિદાસ સ્વામી (જ. 1520, ગ્રામ રાજપુર, જિલ્લો મથુરા, ઉત્તર પ્રદેશ; અ. 1615, વૃંદાવન) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રવર્તક અને વૈષ્ણવ ધર્મના મહાન સંત. તેમના અંગત જીવન વિશે જે માહિતી પ્રચલિત થઈ છે તેમાંની મોટા ભાગની વિગતો કિંવદંતી હોવાથી તે પ્રમાણભૂત ગણાય નહિ; પરંતુ જે માહિતી વિશ્વાસપાત્ર છે તે મુજબ…

વધુ વાંચો >

હસ્સુખાં

હસ્સુખાં (જ. ?; અ. 1859, ગ્વાલિયર) : ઓગણીસમી સદીના હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના દિગ્ગજ કલાકાર. અત્યંત મધુર અવાજ ધરાવતા આ કલાકાર ગ્વાલિયર દરબારમાં દરબારી ગાયક તરીકે સેવાઓ આપતા હતા. તેમના દાદાનું નામ નત્થન પીર બખ્શ, પિતાનું નામ કાદિર બક્ષ અને નાના ભાઈનું નામ હદ્દુખાં હતું. આ ત્રણેય તેમના જમાનામાં…

વધુ વાંચો >

હળદણકર બબનરાવ

હળદણકર, બબનરાવ (જ. 29 સપ્ટેમ્બર 1926, મુંબઈ) : આગ્રા ઘરાનાના વિખ્યાત ગાયક, પ્રયોગકાર તથા ગાયનગુરુ તરીકે પ્રતિષ્ઠા ધરાવતા શાસ્ત્રીય સંગીતકાર. પિતા કલામહર્ષિ સાવળારામ અખિલ ભારતીય સ્તરના ચિત્રકાર હતા. શિક્ષણ બી.એસસી. (ટૅક્) સુધીનું, ટૅક્સટાઇલ ક્ષેત્રમાં લાંબા સમય સુધી વ્યાવસાયિક ધોરણે કાર્યરત રહ્યા; પરંતુ શાસ્ત્રીય સંગીતમાં બાળપણથી વધુ રસ હોવાથી તેના અધ્યયન…

વધુ વાંચો >

હંગલ ગંગુબાઈ

હંગલ, ગંગુબાઈ (જ. ફેબ્રુઆરી 1913, ધારવાડ, કર્ણાટક; અ. 21 જુલાઈ 2009, હુબળી, કર્ણાટક) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં ઉત્કૃષ્ટ ગાયિકા. પિતાનું નામ ચિક્કુરાવ અને માતાનું નામ અમ્બાબાઈ, જે પોતે કર્ણાટકી સંગીતનાં જાણીતાં ગાયિકા હતાં. માતાની દોરવણી હેઠળ ગંગુબાઈએ બાલ્યાવસ્થામાં જ કર્ણાટકી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી; પરંતુ ગંગુબાઈને કર્ણાટકી સંગીતશૈલી…

વધુ વાંચો >

હાન્ડેલ જૉર્જ ફ્રેડરિક

હાન્ડેલ, જૉર્જ ફ્રેડરિક (જ. 1685, હૅલી, જર્મની; અ. 1759) : ઇંગ્લૅન્ડનો જાણીતો સ્વરકાર. બારોક સંગીતનો તે શહેનશાહ ગણાય છે. જર્મન મૂળના આ સંગીતકારનું મૂળ નામ જૉર્જ ફ્રેડરિક હાન્ડેલ. તેના પિતાએ તેના બાળપણમાં તેનામાં રહેલી જન્મજાત રુચિ અને કૌશલ્યની પરખ કરી હાન્ડેલને ત્રણ વર્ષની સઘન તાલીમ માટે હૅલે ખાતેના જાણીતા સંગીતકાર…

વધુ વાંચો >

હાફિઝ અલીખાન

હાફિઝ અલીખાન (જ. 1888, ગ્વાલિયર; અ. 1962) : સરોદના અગ્રણી વાદક. પિતાનું નામ નન્હેખાન. તેમના દાદાના પિતા ઉસ્તાદ ગુલામ બંદેગી તેમના જમાનાના કુશળ રબાબ-વાદક હતા. તેમના પુત્ર ગુલામઅલી પણ રબાબના નિષ્ણાત વાદક હતા. રબાબ વગાડવાની તાલીમ તેમણે તેમના પિતા પાસેથી લીધેલી. ઉસ્તાદ ગુલામઅલીએ રબાબમાં કેટલાક ફેરફારો કરી તેને જે રૂપ…

વધુ વાંચો >