સંગીતકલા

વિક્ટોરિયા, લુઈઝ દે

વિક્ટોરિયા, લુઈઝ દે (જ. 1548 કે 1550, એવિલા, સ્પેન; અ. 1611, મૅડ્રિડ, સ્પેન) : સોળમી સદીના સ્પેનની કાસ્ટિલિયન શૈલીનો સર્વશ્રેષ્ઠ સંગીતકાર. આજે તેનું નામ ઇટાલીના સર્વકાળના શ્રેષ્ઠ સંગીતકારો લાસુસ અને પેલેસ્ત્રિનાની સમકક્ષ મૂકવામાં આવે છે. સ્પેનમાં એસ્કોબેદો પાસે તાલીમ લીધા પછી વિક્ટોરિયા 1560માં રોમ ગયો અને પેલેસ્ત્રિના પાસે વધુ તાલીમ…

વધુ વાંચો >

વિલાયતખાં

વિલાયતખાં [જ. 30 ઑગસ્ટ 1926, ગૌરીપુર, પૂર્વબંગાળ (હવે બાંગ્લાદેશ); અ. 13 માર્ચ 2004, મુંબઈ] : ગૌરીપુર ઘરાનાના પ્રસિદ્ધ સિતારવાદક. પિતા ઉસ્તાદ ઇનાયતખાં મહાન સિતારવાદક તથા માતા નસીરન બેગમ કુશળ ગાયિકા હતાં. તેમને સિતારવાદનની તાલીમ નાનપણમાં તેમના નાના બંદેહસન તથા તેમના પિતા ઉસ્તાદ ઇનાયતખાં પાસેથી મળી. પિતાના મૃત્યુ બાદ વિલાયતખાંનાં માતાએ…

વધુ વાંચો >

વિલાયતહુસેનખાં

વિલાયતહુસેનખાં (જ. 1895, આગ્રા; અ. 18 મે 1962, દિલ્હી) : આગ્રા ઘરાનાના પ્રસિદ્ધ ગાયક કલાકાર. પિતા નથ્થનખાં પોતે શાસ્ત્રીય સંગીતના જાણીતા કલાકાર હતા. અનેક ગુરુઓ પાસેથી સંગીતની તાલીમ લેવાની તક વિલાયતહુસેનખાંને પ્રાપ્ત થઈ હતી. તેમના પ્રથમ સંગીતગુરુ હતા ઉસ્તાદ કરામતહુસેનખાં, જેઓ જયપુર દરબારમાં રાજગાયક હતા. એમની પાસેથી તેમને સ્વર અને…

વધુ વાંચો >

વિલાયર્ટ, ઍડ્રિયાન (Willaert, Adriaan)

વિલાયર્ટ, ઍડ્રિયાન (Willaert, Adriaan) (જ. આશરે 1490, બ્રુજેસ, ફ્લૅન્ડર્સ; અ. 8 ડિસેમ્બર 1562, વેનિસ, ઇટાલી) : ઇટાલિયન મૅડ્રિગલના વિકાસમાં સંગીન ફાળો આપનાર તેમજ સોળમી સદીના એક સૌથી વધુ મહત્વના કેન્દ્ર તરીકે વેનિસની સ્થાપના કરનાર ફ્લેમિશ સંગીતકાર. નાની ઉંમરે જ તેઓ ફ્લૅન્ડર્સથી ઇટાલી આવીને વસ્યા. 1536માં તેમની મૅડ્રિગલોનું પ્રથમ પુસ્તક પ્રકાશિત…

વધુ વાંચો >

વિલા લૉબૉસ, હીતૉર (Villa Lobos, Heitor)

વિલા લૉબૉસ, હીતૉર (Villa Lobos, Heitor) (જ. 1887, બ્રાઝિલ; અ. 1959) : બ્રાઝિલનો લૅટિન અમેરિકન સંગીતકાર અને સ્વરનિયોજક. બ્રાઝિલના સંગીતનો તે પ્રમુખ સંગીતકાર ગણાય છે. પ્રારંભે સ્વશિક્ષિત વિલા લૉબૉસે 1920માં યુરોપની યાત્રા કરી. ત્યાં એ વખતના શ્રેષ્ઠ સંગીતકારો તથા સ્વરનિયોજકો સાથે રૂબરૂ પરિચય કેળવ્યો. 1930માં બ્રાઝિલની નૅશનલ મ્યૂઝિક એકૅડેમીના ડિરેક્ટરપદે…

વધુ વાંચો >

વિલિયમ્સ, વૉહાન

વિલિયમ્સ, વૉહાન (જ. 1872; અ. 1958) : આધુનિક બ્રિટિશ સંગીતના બે પ્રણેતામાંનો એક (બીજો તે ગુસ્તાવ હૉલ્સ્ટ). તેમની રાહબરી હેઠળ બ્રિટિશ સંગીત ત્રણ સદી પછી ડચ, જર્મન અને નૉર્વેજિયન સંગીતના પ્રભાવમાંથી આખરે મુક્ત થયું. શાલેય અભ્યાસ દરમિયાન જ વિલિયમ્સને મધ્યયુગીન ટ્યૂડૉર ચર્ચની પૉલિફોની અને લોકગીતો ભેગાં કરવાનો નાદ લાગેલો. આ…

વધુ વાંચો >

વિલ્બાય, જૉન

વિલ્બાય, જૉન (જ. 1574, બ્રિટન; અ. 1638, બ્રિટન) : બ્રિટનના શ્રેષ્ઠ મૅડ્રિગલ-સર્જકોમાંનો એક ગણાતો સ્વર-નિયોજક. યુવાનીમાં કિટ્સન પરિવારના સંગીતકાર તરીકે તેણે નોકરી કરેલી. 1613માં આ પરિવારે તેને જમીન ભેટ આપી. તેથી તે પોતે જ નાનકડો જમીનદાર બની ગયો અને યોગક્ષેમની ચિંતા કરવાની જરૂર ન રહેતાં સંગીતસર્જનને તેણે હવે પૂરો સમય…

વધુ વાંચો >

વિવાલ્દી, ઍન્તોનિયો લુચિયો

વિવાલ્દી, ઍન્તોનિયો લુચિયો (જ. 4 માર્ચ 1678, વેનિસ, ઇટાલી; અ. 28 જુલાઈ 1741, વિયેના, ઑસ્ટ્રિયા) : પ્રસિદ્ધ ઇટાલિયન વાયોલિનવાદક અને સ્વરરચનાકાર; બરોક સંગીતના અંતિમ તબક્કાનો સૌથી વધુ પ્રભાવક સંગીતકાર. પિતા જિયોવાન બાત્તિસ્તા વિવાલ્દી બ્રેસ્કિયામાં હજામ હતો, પણ તે વાયોલિન સુંદર વગાડતો. તેથી સેંટ માર્કસ કથીડ્રલના ઑર્કેસ્ટ્રામાં દાખલ થવા માટે તે…

વધુ વાંચો >

વીલ્કેસ, થૉમસ

વીલ્કેસ, થૉમસ (જ. આશરે 1575, બ્રિટન; અ. આશરે 1623, બ્રિટન) : બ્રિટિશ રેનેસાંસ-સંગીતકાર અને સ્વર-નિયોજક. ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યા બાદ ચિચેસ્ટર ખાતે ઑર્ગનવાદકનું સ્થાન તેમણે ગ્રહણ કર્યું. તેમના ઉપર ઇટાલિયન સંગીતકાર અને સ્વરનિયોજક મારેન્ઝિયોની સ્પષ્ટ અસર છે. સોળમી સદીના બ્રિટનના તેઓ સૌથી વધુ પ્રયોગશીલ સંગીતકાર છે. તેમના સંગીતની નાટ્યાત્મકતાને કારણે તેમને…

વધુ વાંચો >

વુલ્ફ, હ્યુગો (ફિલિપ જેકૉબ)

વુલ્ફ, હ્યુગો (ફિલિપ જેકૉબ) (જ. 13 માર્ચ 1860, વિન્ડિશ્ગ્રેઝ, ઑસ્ટ્રિયા; અ. 22 ફેબ્રુઆરી 1903, વિયેના, ઑસ્ટ્રિયા) : જર્મન ગીતોનો વિખ્યાત સ્વરનિયોજક. 1875માં વિયેના કૉન્ઝર્વેટરીમાં સંગીતનો અભ્યાસ કરવા દાખલ થયો, પણ શિક્ષકોની ખુલ્લેઆમ ટીકા કરવા બદલ 1877માં તેની તે સંગીતશાળામાંથી હકાલપટ્ટી થઈ. પહેલેથી જ તેની પ્રકૃતિ ક્રાંતિકારી હતી. એ વખતે તે…

વધુ વાંચો >