શિવપ્રસાદ રાજગોર

કાકીનાડા (જિલ્લો)

કાકીનાડા (જિલ્લો) : આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓમાંનો એક જેનું પૂર્વ ગોદાવરી જિલ્લામાંથી નિર્માણ કરાયું છે. (26 જાન્યુઆરી, 2022) ભૌગોલિક સ્થાન – આબોહવા – વનસ્પતિ : તે 16 93´ ઉ. અ. અને 82 22´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે અલ્લુરી સીતારામ રાજુ જિલ્લો, દક્ષિણે બંગાળનો  ઉપસાગર અને યાનમ જિલ્લો, પૂર્વે અનકાપલ્લી…

વધુ વાંચો >

કાઝી નજરૂલ ઇસ્લામ

કાઝી નઝરુલ ઇસ્લામ (જન્મ 24 મે 1899, ચુરુલિયા, બંગાળ પ્રેસિડેન્સી, ભારત; અ. 29 ઑગસ્ટ 1976 ઢાકા, બાંગ્લાદેશ) : બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ, લેખક, નાટ્યકાર, સંગીતકાર, સૈનિક, ફિલ્મ અભિનેતા અને સ્વાતંત્ર્યસેનાની. બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ, ભારત)ના બર્દવાન જિલ્લામાં બંગાળી મુસ્લિમ કાઝી પરિવારમાં જન્મેલા નઝરુલ ઇસ્લામના પિતાનું નામ કાઝી ફકીર અહેમદ અને…

વધુ વાંચો >

કાનાઝાવા

કાનાઝાવા : જાપાનના હોન્શુ ટાપુની સાઈ નદી ઉપર આવેલું ઇશિકાવા જિલ્લાનું વહીવટી મથક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 35° 20¢ ઉ. અ. અને 139° 38¢ પૂ. રે.. તેની નૈર્ઋત્યે કામાકુરા, અગ્નિ તરફ યોકોસુકા અને પૂર્વ તરફ ટોકિયોની ખાડી આવેલાં છે. અહીં શિયાળો ઠંડો, ભીનો અને ધુમ્મસવાળો હોય છે.…

વધુ વાંચો >

કાન્સુ

કાન્સુ : વાયવ્ય ચીનનો, મૂળ ચીનના વિસ્તારના મધ્ય ભાગમાં આવેલો વેરાન ડુંગરાળ પ્રાંત. ભૌગોલિક સ્થાન : 37o 00′ ઉ. અ. અને 103o 00′ પૂ. રે.. યુઆન વંશના શાસન દરમિયાન (1279-1368) કાન-ચોઉ અને સુ-ચોઉ બે જિલ્લા હતા. બંનેના પ્રથમ પદને જોડવાથી કાન્સુ નામ બન્યું છે. તે શીન કે ચીન વંશના શાસન…

વધુ વાંચો >

કાપ્રી

કાપ્રી : નેપલ્સના ઉપસાગરના દક્ષિણ પ્રવેશદ્વાર નજીકનો દક્ષિણ ઇટાલીનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 400 33’ ઉ. અ. અને 140 14’ પૂ. રે.. કુદરતી સૌંદર્ય, સમધાત આબોહવા અને વનશ્રીની શોભાને કારણે કાપ્રી પર્યટનધામ તરીકે વિકસ્યું છે. તેનું ક્ષેત્રફળ 10 ચોકિમી. છે. મૉન્ટ સોલેરોનો ડુંગર 589 મી. ઊંચો છે. શિયાળામાં તાપમાન 100…

વધુ વાંચો >

કામચાટકા દ્વીપકલ્પ

કામચાટકા દ્વીપકલ્પ : દૂર પૂર્વમાં ઓખોટસ્કના અને બેરિંગ સમુદ્ર વચ્ચે સાઇબીરિયામાં આવેલ રશિયન પ્રજાસત્તાક રાજ્યનો જિલ્લો. તે વ્યૂહાત્મક ર્દષ્ટિએ અગત્યનો પ્રદેશ છે. કામચાટકાની લોપોટકા ભૂશિર કુરિલ કે ક્યુરાઇલ ટાપુઓથી ઉત્તરે 11 કિમી. દૂર આવેલી છે. તેનો વિસ્તાર 4,72,000 ચોકિમી. છે. ઉત્તર-દક્ષિણ આવેલી બે ગિરિમાળા વચ્ચેની ખીણમાં થઈને કામચાટકા નદી વહે…

વધુ વાંચો >

કામન્દકીય નીતિશાસ્ત્ર

કામન્દકીય નીતિશાસ્ત્ર : હિન્દુ રાજનીતિ ઉપરનું પુસ્તક. ‘કામન્દકીય નીતિસાર’ના સાતમી કે આઠમી સદીમાં થઈ ગયેલા લેખકે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે. કૌટિલ્યને તે આ વિષયમાં ગુરુ ગણી અનુસર્યા હોય તેમ જણાય છે. ‘દશકુમારચરિત’ના અને ‘માલતીમાધવ’ના લેખકો અનુક્રમે દંડી તથા ભવભૂતિએ તેમનો ઉલ્લેખ કર્યો છે. તેમના ગ્રંથમાં પદ્યમાં લખાયેલા વીસ સર્ગો…

વધુ વાંચો >

કામેટ

કામેટ : હિમાચલ પ્રદેશના લાહૂલ-સ્પિટી જિલ્લાની પર્વતમાળાના મુખ્ય શિખરની ઉત્તરે અને ગઢવાલ જિલ્લાના કુમાઉં પ્રદેશમાં આવેલ હિમાલયની ગિરિમાળા. ભૌગોલિક સ્થાન : 300 54’ ઉ. અ. અને 740 37’ પૂ. રે.. તેની ઊંચાઈ 7,756 મી. છે. તે સતલજ નદીની દક્ષિણે અને શિવાલિક ગિરિમાળાથી ઈશાને 48 કિમી. દૂર છે. અલકનંદાની બે શાખાઓ…

વધુ વાંચો >

કારવણ (કાયાવરોહણ)

કારવણ (કાયાવરોહણ) : વડોદરા જિલ્લામાં આવેલું શૈવ તીર્થ. 220 05’ ઉ. અ. અને 730 15’ પૂ. રે. ઉપર આવેલું છે. તે ચાંદોદ-માલસર નૅરોગેજ રેલમથક છે. મિયાંગામથી પૂર્વમાં 8 કિમી. અને ડભોઈથી તે 11 કિમી. દૂર છે. કારવણનું સત્યયુગમાં ઇચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કલિયુગમાં કાયાવરોહણ એવાં વિવિધ નામો હોવાનો…

વધુ વાંચો >

કારવાર

કારવાર : કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાનું વહીવટી મથક, મધ્યમ કક્ષાનું બંદર અને ભારતીય નૌસેનાનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 140 48’ ઉ. અ. અને 740 08’ પૂ. રે.. કારવારથી મુંબઈ 488 કિમી., બૅંગલોર 547 કિમી., પણજી 64 કિમી. અને મેંગલોર 273 કિમી. છે. કિનારા નજીક નાના ટાપુઓથી બંદર રક્ષાયેલું છે અને…

વધુ વાંચો >