શિવપ્રસાદ રાજગોર
માન્યખેટ
માન્યખેટ : દખ્ખણમાં રાષ્ટ્રકૂટ વંશના સમ્રાટ અમોઘવર્ષે (ઈ. સ. 814–878) બાંધેલી રાજધાની. માન્યખેટ માટે કેટલાક ઇતિહાસકારો ‘માલખેડ’ અથવા ‘માલખેળ’ લખે છે. એ મૂળ શબ્દનું રૂપાંતર થઈ ગયેલું છે. આરબ પ્રવાસીઓએ તેને માટે ‘મોંગીર’ નામ લખ્યું છે. હાલમાં આંધ્રપ્રદેશના ગુલબર્ગ જિલ્લામાં માલખેડ આવેલું છે. માળવાના પરમાર વંશનો રાજા સિયક રાષ્ટ્રકૂટ પ્રદેશો…
વધુ વાંચો >માલપુર
માલપુર : ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 20´ ઉ. અ. અને 73° 30´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 365 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં મેઘરજ તાલુકો, પૂર્વ દિશાએ પંચમહાલ જિલ્લો, દક્ષિણે બાયડ તાલુકો અને ખેડા જિલ્લો…
વધુ વાંચો >માળિયા
માળિયા : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 10´ ઉ. અ. અને 70° 20´ પૂ. રે. ની આજુબાજુનો 535 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કેશોદ અને મેંદરડા, પૂર્વે તલાળા, દક્ષિણે વેરાવળ, નૈર્ઋત્યમાં અરબી સમુદ્ર અને પશ્ચિમે માંગરોળ…
વધુ વાંચો >માળિયા-મિયાણા
માળિયા-મિયાણા : રાજકોટ જિલ્લામાં ઉત્તર તરફ આવેલો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. તે કચ્છની સરહદ નજીક આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 23° 00´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 770 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. 1991 મુજબ આ તાલુકાની વસ્તી 62,777 જેટલી છે અને…
વધુ વાંચો >માંગરોળ
માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…
વધુ વાંચો >માંગરોળ – મોટા મિયાં
માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…
વધુ વાંચો >માંડવી
માંડવી : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મધ્યમ કક્ષાનું બંદર. ભૌગોલિક સ્થાન : તે 22° 50´ ઉ. અ. અને 69° 20´ પૂ. રે.. આજુબાજુનો 1,42,538 હેક્ટર વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નખત્રાણા, ઈશાનમાં ભુજ, પૂર્વમાં મુંદ્રા, પશ્ચિમે અબડાસા તાલુકાઓ તથા દક્ષિણે અરબી…
વધુ વાંચો >મીઠા-ઉદ્યોગ
મીઠા-ઉદ્યોગ : કુદરતી રીતે પ્રાપ્ય ખારા પાણીને સૂકવીને અથવા છીછરા સમુદ્ર સુકાઈ જવાથી કાળક્રમે ઘનસ્વરૂપ બનેલા સ્તરોમાંથી મીઠું મેળવવાનો પ્રાચીન સમયથી ચાલ્યો આવતો ઉદ્યોગ. મીઠું માનવજીવન માટે ખૂબ ઉપયોગી છે. અંગ્રેજી ભાષાનો મીઠા માટેનો શબ્દ ‘સૉલ્ટ’ લૅટિન શબ્દ ‘સૅલેરિયમ’ અને અંગ્રેજી પર્યાય ‘સૅલેરી’ ઉપરથી બન્યો છે, જે ભૂતકાળમાં મીઠાનો ચલણ…
વધુ વાંચો >મીનળદેવી (મયણલ્લાદેવી)
મીનળદેવી (મયણલ્લાદેવી) (અગિયારમી સદી) : સોલંકી રાજા કર્ણદેવ(રાજ્યકાલ : 1064–1094)ની રાણી અને સિદ્ધરાજ જયસિંહ(રાજ્યકાલ : 1094–1142)ની માતા. તે ચંદ્રપુર(કોંકણ)ના કદંબ વંશના રાજા જયકેશીની પુત્રી હતી. જયકેશી કર્ણાટકના ચાલુક્ય રાજાનો સામંત હતો. ગુજરાતના રાજા કર્ણદેવ સાથે લગ્ન કરવાનો નિશ્ર્ચય કરી તે પાટણ આવી હતી; પરંતુ એ કદરૂપી હોવાથી કર્ણદેવે તેના પ્રત્યે…
વધુ વાંચો >મુસ્તફાબાદ
મુસ્તફાબાદ : ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાએ સ્થાપેલું શહેર. જૂનાગઢના રાજવી રા’ માંડલિકને ઈ. સ. 1469માં હરાવી જૂનાગઢ જીતીને મહમૂદ બેગડાએ જે નવું શહેર વસાવ્યું તે આ. ‘મુસ્તફા’ એટલે ‘અલ્લાહની પ્રસન્નતા પામેલ પયગંબર’ એવો અર્થ થાય છે. આ શહેર તેણે જૂનાગઢ આસપાસના કુદરતી સૌંદર્યથી પ્રસન્ન થઈને જૂનાગઢના તત્કાલીન વસવાટથી દૂર ગિરનારની…
વધુ વાંચો >