શિવપ્રસાદ રાજગોર
થર્મોપિલી
થર્મોપિલી : પ્રાચીન ગ્રીસમાં ઈરાની અને ગ્રીક સૈન્યો વચ્ચે ઈ. સ. પૂ. 480માં થયેલા ભીષણ યુદ્ધના સ્થળ તરીકે પ્રસિદ્ધ થયેલો ઘાટ. તે થેસાલી અને લોક્રિસ વચ્ચે આવેલો છે. થર્મોનો અર્થ ઉષ્ણ થાય છે. ઘાટ નજીક ગરમ પાણીના ઝરા આવેલા છે તેથી તેનું નામ થર્મોપિલી પડ્યું હોય તેમ જણાય છે. ઍથેન્સથી…
વધુ વાંચો >થાઇલૅન્ડ
થાઇલૅન્ડ : મલય દ્વીપકલ્પના ઉત્તર છેડે આવેલો થાઇ લોકોનો દેશ. ‘થાઇલૅન્ડ’ શબ્દનો અર્થ ‘સ્વતંત્ર દેશ’ થાય છે. તેનું જૂનું નામ ‘સિયામ’ છે. તેની વધુમાં વધુ ઉત્તર દક્ષિણ-લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ અનુક્રમે 1700 કિમી. અને 800 કિમી. છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ કમ્બોડિયા, લાઓસ અને અગ્નિ તથા દક્ષિણે મલેશિયા અને…
વધુ વાંચો >થાણા
થાણા : મહારાષ્ટ્રમાં ઉત્તર કોંકણમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. તે 18° 42’થી 20° 20’ ઉ. અ. અને 72° 45’થી 73° 45’ પૂ. રે. વચ્ચે આવેલો છે. જિલ્લામથકના મૂળ નામ ‘સ્થાનક’ ઉપરથી ‘થાણા’ કે ‘ઠાણે’ નામ પડ્યું છે. થાણાની ઈશાને નાશિક જિલ્લો, પૂર્વ દિશાએ અહમદનગર અને નાશિક જિલ્લા, ઉત્તરે ગુજરાતનો વલસાડ…
વધુ વાંચો >દક્ષિણ કન્નડ
દક્ષિણ કન્નડ : કર્ણાટક રાજ્યનો અરબી સમુદ્રના કિનારે આવેલો જિલ્લો. કન્નડ ભાષા ઉપરથી જિલ્લાનું નામ ક્ન્નડ પડ્યું છે. પોર્ટુગીઝો ‘કન્નડ’ શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતા ન હોવાથી તેઓએ તેને ‘કાનરા’ નામ આપ્યું. 1860માં કન્નડ જિલ્લાનું ઉત્તર અને દક્ષિણ ક્ન્નડ જિલ્લા તરીકે વિભાજન થયું. આ પ્રદેશમાં તુલુભાષી લોકોની સંખ્યા વિશેષ હોવાથી…
વધુ વાંચો >દમણ
દમણ : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક ર્દષ્ટિએ તળ ગુજરાતમાં આવેલું આ સંસ્થાન 1961 પૂર્વે પોર્ટુગલની સત્તા નીચેનો પ્રદેશ હતું. દમણ આ પ્રદેશનું મુખ્ય વહીવટી મથક છે, જે દમણગંગાના બંને કાંઠે 20° 25’ ઉ. અ અને 72° 51’ પૂ. રે. ઉપર વસેલું છે. નદીના મૂળ ઉપર આવેલા કિલ્લાથી…
વધુ વાંચો >દરભંગા (જિલ્લો)
દરભંગા (જિલ્લો) : બિહારના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 26 00´ ઉ. અ. અને 86 00’ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે મધુબની જિલ્લો, દક્ષિણે સમસ્તીપુર જિલ્લો, પૂર્વે સહરસા જિલ્લો જ્યારે પશ્ચિમે સીતામરહી અને મુઝફર જિલ્લા આવેલા છે. આ જિલ્લો મધ્યગંગાના…
વધુ વાંચો >દારેસલામ
દારેસલામ : ટાન્ઝાનિયાની રાજધાની, મુખ્ય બંદર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 48’ દ. અ. અને 39° 17’ પૂ. રે.. ઝાંઝીબારથી દક્ષિણે 60 કિમી. દૂર હિંદી મહાસાગરના કિનારે તે આવેલું છે. અરબીમાં દારેસલામનો અર્થ ‘શાંતિનું ધામ’ થાય છે. આ કુદરતી બંદર ભૂમિથી ઘેરાયેલું – રક્ષાયેલું છે. વિસ્તાર :…
વધુ વાંચો >દિલ્હી
દિલ્હી : ભારતનું પાટનગર. 1956માં તે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું તથા 1991માં નૅશનલ કૅપિટલ ટેરિટરી ઍક્ટ અન્વયે તેને રાજ્યનો વિશિષ્ટ દરજ્જો અને વિધાનસભા બક્ષવામાં આવ્યાં. ત્યારથી તે દિલ્હી રાજ્યનું પણ પાટનગર છે. આ રાજ્ય 28° 23’ થી 28° 55’ ઉ. અ. અને 76° 05’થી 77° 25’ પૂ. રે. પર આવેલું છે.…
વધુ વાંચો >દીવ
દીવ : સૌરાષ્ટ્ર દીપકલ્પની દક્ષિણે આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ગુજરાત અને પશ્ચિમ ભારતનું પ્રાચીન સમયનું પ્રમુખ બંદર અને આ જ નામ ધરાવતો ટાપુ. તેનું નામ સંસ્કૃત શબ્દ ‘દ્વીપ’ (બેટ) ઉપરથી અપભ્રંશ થઈને ‘દીવ’ પડ્યું છે. આ ટાપુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અરબી સમુદ્રમાં 20° 42’ ઉ. અ. અને 70° 59’ પૂ. રે.…
વધુ વાંચો >દુર્ગ (નગર)
દુર્ગ (નગર) : ભારતમાં છત્તીસગઢ રાજ્યનો જિલ્લો તથા તે જિલ્લાનું મહત્વનું ઔદ્યોગિક નગર. તે 20° 13´થી 22° ઉ. અ. અને 80° 47’થી 82° 02’ પૂ. રે. વચ્ચેનો 8702 ચોકિમી જેટલો વિસ્તાર ધરાવે છે. નાગપુરથી તે 230 કિમી. પૂર્વે સીઓનાય નદીને પૂર્વ કાંઠે વસેલું છે. અહીંના પ્રાચીન કાળના માટીના બનેલા કિલ્લાને…
વધુ વાંચો >