શિવપ્રસાદ રાજગોર

એરિસ્ટિડિઝ

એરિસ્ટિડિઝ (જ. ઈ. પૂર્વે 530; અ. ઈ. પૂર્વે 468) : ન્યાયીપણા માટે જાણીતો ઍથેન્સનો મુત્સદ્દી અને સેનાપતિ. ઈ. પૂ. 490માં મૅરેથોનની લડાઈમાં સેનાપતિ પદ સંભાળીને તેણે ઈરાની સૈન્યને સખત હાર આપી હતી. બીજાં વરસે તે ‘આર્કન ઇપોનિમસ’ તરીકે ચૂંટાયો હતો. તે પ્રબળ ભૂમિદળનો હિમાયતી હતો. જ્યારે તેનો પ્રતિસ્પર્ધી થેમિસ્ટોક્લીઝ શક્તિશાળી…

વધુ વાંચો >

એલબુર્ઝ

એલબુર્ઝ (Elburz) : ઉત્તર ઇરાનમાં આવેલી સમાંતર હારમાળાઓથી બનેલી પર્વતરચના. તે ‘એલબ્રુઝ’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 36o 00’ ઉ. અ. અને 52o 00’ પૂ. રે.ની આજુબાજુ ચાપ આકારના સ્વરૂપમાં ઉત્તર ઈરાનથી પૂર્વ ઈરાન તરફ આશરે 1,030 કિમી વિસ્તારમાં પથરાયેલી છે. તેના પશ્ચિમ છેડાની પહોળાઈ 24 કિમી…

વધુ વાંચો >

એશિયા

એશિયા દુનિયાના સાત ખંડો પૈકી સૌથી મોટો ખંડ. પૂર્વ ગોળાર્ધના ઉત્તર ભાગમાં 100 દ. અ.થી 800 ઉ. અ. અને 250 પૂ. રે.થી 1750 પૂ. રે. વચ્ચે આવેલો છે. પૃથ્વીના કુલ વિસ્તારના 11થી 12 ટકા અને કુલ સૂકી જમીનના 1/3 ભાગને તે આવરી લે છે. તેનું ક્ષેત્રફળ 4,46,14,399 ચોકિમી. છે. તેની…

વધુ વાંચો >

એશિયાટિક સોસાયટી

એશિયાટિક સોસાયટી (1784) : ભારતીય કલા, શાસ્ત્રો, પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને પ્રાચીન અવશેષો અને સંસ્કૃત ભાષાના જ્ઞાનભંડારોનો શાસ્ત્રીય પદ્ધતિથી અભ્યાસ કરવા માટે 1784માં સ્થપાયેલી સોસાયટી. એશિયાટિક સોસાયટીની સ્થાપના સૌપ્રથમ કોલકાતામાં વિલિયમ જૉન્સ નામના કાયદાશાસ્ત્રી અને પ્રાચ્યવિદ્યાવિશારદે (1746-94) ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સના પ્રોત્સાહનથી કરી હતી. વિલિયમ ચેમ્બર્સ, ગ્લૅડવિન,…

વધુ વાંચો >

ઓખા

ઓખા : સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના વાયવ્ય છેડા પર આવેલું બંદર. ભૌગોલિક સ્થાન : 220 28′ ઉ. અ. અને 690 05′ પૂ. રે.. ભૂમિમાર્ગે તે દ્વારકાથી 32 કિમી., મીઠાપુરથી 11 કિમી. અને જામનગરથી 161 કિમી.ના અંતરે તથા જળમાર્ગે તે મુંબઈથી 323 નૉટિકલ માઈલના અંતરે આવેલું છે. ભારતનાં પશ્ચિમ કિનારા પરનાં, વિશેષે કરીને…

વધુ વાંચો >

ઓઝા, ઘનશ્યામભાઈ

ઓઝા, ઘનશ્યામભાઈ (જ. 25 ઑક્ટોબર 1911, ઉમરાળા; અ. 12 જુલાઈ 2002, અમદાવાદ) : સ્વાતંત્ર્ય સેનાની અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી. પિતા છોટાલાલ અને માતા સવિતાબહેન. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પમાં (સુરેન્દ્રનગર) લીધું. હાઇસ્કૂલના આચાર્ય મગનભાઈ દેસાઈ તથા શિક્ષક વી. વી. મહેતાની અસર. રાષ્ટ્રીય ભાવનાનું મહેતાએ સિંચન કર્યું. ઇતિહાસ, અર્થશાસ્ત્ર…

વધુ વાંચો >

ઑટો ડર ગ્રોસ

ઑટો ડર ગ્રોસ (મહાન ઑટો – 1) (જ. 23 નવેમ્બર 912, જર્મની; અ. 7 મે 973, જર્મની) : ‘પવિત્ર રોમન શહેનશાહ’નું બિરુદ ધરાવતા જર્મન રાજવી. પિતા હેનરી-I. માતા માટિલ્ડા. ઇંગ્લૅન્ડના રાજા એડ્વર્ડ ‘એલ્ડર’ની પુત્રી એડિથ સાથે 930માં લગ્ન. તે સેક્સનીના નાના રાજ્યનો રાજવી હતો. બધા અમીરો દ્વારા સમગ્ર જર્મનીના રાજવી…

વધુ વાંચો >

ઓરિસા (ઓડિશા)

ઓરિસા (ઓડિશા) ભારતમાં પૂર્વદિશાએ અને અગ્નિખૂણા પર દરિયાકિનારે આવેલું રાજ્ય. સ્થાન અને સીમા : 170 48′ અને 220 ૩4′ ઉ. અ. અને 810 42′ અને 870 29′ પૂ. રે. વચ્ચે આવેલા ઓરિસા કે ઉડિસાનો કેટલોક ભાગ કલિંગ, ઓડ્ર અને ઉત્કલ તરીકે ઓળખાતો હતો. તેનું ક્ષેત્રફળ 1,55,707 ચો.કિમી. છે. વસ્તી :…

વધુ વાંચો >

ઓસમ

ઓસમ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પાટણવાવ નજીક આવેલો 305 મી. ઊંચો પર્વત. આ પર્વત ઉપલેટાથી 10 કિમી. અને ધોરાજીથી 21 કિમી. નૈર્ઋત્યે આવેલ છે. ઓસમની ટોચે જૂના કિલ્લાના અવશેષો તથા ત્રણ તળાવો છે. ટોચ ઉપર ખત્રીઓની કુળદેવી માત્રી માતાનું મંદિર છે. અગાઉ માત્રી માતાને નરબલિ અપાતો હતો અને વનવાસ…

વધુ વાંચો >

ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં આવેલો સૌથી મોટો ટાપુમય દેશ. તે પૅસિફિક અને હિંદી મહાસાગરની વચ્ચે સેતુ સમાન છે. આ દેશ 100 41′ થી 430 39′ દ. અ. અને 1130 09’ થી 1530 39′ પૂ. રે. વચ્ચેનો 76,92,030 ચો.કિમી.નો વિસ્તાર આવરી લે છે. મકરવૃત્ત તેની લગભગ મધ્યમાંથી પસાર થાય છે. તેની જનસંખ્યા…

વધુ વાંચો >