શિવપ્રસાદ રાજગોર

ઓહાયો

ઓહાયો : ઉત્તર અમેરિકામાં આવેલાં યુ.એસ.નાં પચાસ રાજ્યો પૈકીનું ઔદ્યોગિક ક્ષેત્રે આગળ પડતું રાજ્ય. ઓહાયો નામ ‘ઇરોક્વા’ શબ્દ ઉપરથી પડ્યું અને તેનો અર્થ સુંદર થાય છે. તે 380 27′ અને 410 58′ ઉ. અ. અને 800 32′ થી 890 49′ પશ્ચિમ રેખાંશની વચ્ચે આવેલું છે. તેની પૂર્વે એપેલેશિયન ગિરિમાળાનો છેડો…

વધુ વાંચો >

કચ્છ

કચ્છ ગુજરાત રાજ્યનો અને ભારતનો સૌથી મોટો જિલ્લો અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. કાચબા જેવા તેના આકારને કારણે અથવા કાદવવાળી ઉજ્જડ ભૂમિને કારણે તેનું નામ કચ્છ પડ્યું છે. આભીર કે આહીરોના વસવાટને કારણે તેને આભીરિયા કે આબીરિયા નામ પણ મળેલું છે. આ બંને નામો ત્રીજી-ચોથી સદી સુધી પ્રચલિત હતાં. પ્રાચીન કાળથી…

વધુ વાંચો >

કચ્છનું રણ

કચ્છનું રણ : ભારતની પશ્ચિમે અને પાકિસ્તાનની દક્ષિણ અને પૂર્વ સરહદે આવેલું મોટું અને નાનું રણ. કચ્છનું રણ 22o 55′ ઉ. અ. અને 24o 43′ ઉ. અ. 68o 45′ પૂ. રે. અને 71o 46′ પૂ. રે. વચ્ચે આવેલું છે. બંને રણનું ક્ષેત્રફળ 27,300 ચોકિમી. છે. મોટું રણ પૂર્વ-પશ્ચિમ 256 કિમી.…

વધુ વાંચો >

કચ્છનો અખાત

કચ્છનો અખાત : ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોને જુદો પાડતો અખાત. કચ્છનો અખાત વોમાની ગામ આગળથી શરૂ થાય છે. તેની લંબાઈ 160 કિમી. અને મુખ આગળ પહોળાઈ 70 કિમી. છે, પણ મથાળા આગળ તે 12.8 કિમી. પહોળો છે. કંડલા, હંજસ્થળ અને નકટીની ખાડીઓ દ્વારા અખાતનું પાણી નાના રણમાં પ્રવેશે છે.…

વધુ વાંચો >

કઝાખસ્તાન

કઝાખસ્તાન : પશ્ચિમ-મધ્ય એશિયામાં આવેલો પ્રદેશ. વિસર્જિત સોવિયેત યુનિયનનાં પંદર પ્રજાસત્તાક રાજ્યો પૈકીનું એક. ડિસેમ્બર 1991માં રચાયેલ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’માંનું એક સાર્વભૌમ રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 48o ઉ. અ. અને 68o પૂ. રે.ની આજુબાજુનો 27,17,300 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તર અને વાયવ્યમાં રશિયાની મુખ્ય ભૂમિથી, પૂર્વ…

વધુ વાંચો >

કટક

કટક : ઓડિસા રાજ્યનો કંઠારપ્રદેશીય જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 01’થી 21o 10′ ઉ. અ. અને 84o 58’થી 87o 03′ પૂ. રે. વચ્ચેનો 3932 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તર તરફ અંગુલ, ધેનકાનલ અને જાજપુર જિલ્લાઓથી, પૂર્વ તરફ કેન્દ્રપાડા અને જગતસિંગપુર…

વધુ વાંચો >

કઠ જાતિ

કઠ જાતિ : સિકંદરનો પંજાબમાં સામનો કરનાર વીર જાતિ. તેનો ઉપનિષદોમાં તથા યાસ્ક, પાણિનિ, પતંજલિ અને કાશ્મીરના સાહિત્ય વગેરે દ્વારા ઉલ્લેખ થયો છે. તેના મર્ચ, ઉદીચ્ય અને પ્રાચ્ય એવા ત્રણ પેટાવિભાગો હતા. ઉદીચ્ય કઠો આલ્મોડા, ગઢવાલ, કુમાઉં, કાશ્મીર અને અફઘાનિસ્તાનમાં વસતા હતા. મૂળ ખોતાન, સીસ્તાન, શકસ્તાન તથા મધ્ય એશિયામાં લાંબો…

વધુ વાંચો >

કડિયો ડુંગર

કડિયો ડુંગર : ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પાસે ભરૂચથી 57 કિમી. દૂર ક્ષત્રપકાલીન ગુફાઓવાળો 500 ફૂટ ઊંચો ડુંગર. ડુંગરની તળેટીમાં એક જ પથ્થરમાંથી કોતરી કાઢેલો એક સિંહસ્તંભ છે. આસપાસ ઈંટેરી સ્થાપત્યના અવશેષો છે. ગુજરાત રાજ્ય પુરાતત્વખાતા મારફત પ્રથમ વાર 1966-69માં તપાસ થયેલી. 1969-70માં રાજ્યરક્ષિત પ્રાચીન સ્મારક તરીકે જાહેર થયેલ. ડુંગર ઉપર…

વધુ વાંચો >

કડી

કડી : મહેસાણા જિલ્લાનો તાલુકો. તે મહેસાણાથી દક્ષિણે આવેલો છે. તાલુકાનો ઉત્તર ભાગ ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાય છે. તેનું ક્ષેત્રફળ 829.6 ચોકિમી. ને વસ્તી 3,41,407 (2011) છે. તાલુકામાં 118 ગામો આવેલાં છે. 23o-18′ ઉ. અ. અને 72o-20′ પૂ. રે. ઉપર આવેલા તાલુકામથક કડીનું ક્ષેત્રફળ 2.9 ચોકિમી. અને વસ્તી 66,242 છે…

વધુ વાંચો >

કડુના

કડુના : નાઇજિરિયાનું ઘટક રાજ્ય અને કડુના નદી ઉપર આવેલું મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 11o 00′ ઉ. અ. અને 7o 45′ પૂ. રે.. નાઇજિરિયાની રાજધાની લાગોસથી ઈશાને 630 કિમી. દૂર છે. વિસ્તાર : 46,053 ચોકિમી., વસ્તી : 61,13,503(2011). 1900માં નાઇજિરિયાના ગવર્નર લૉર્ડ લુગાર્ડે તેની સ્થાપના કર્યા બાદ તે 1913…

વધુ વાંચો >