શિલ્પકલા
સાન્સોવિનો જેકોપૉ
સાન્સોવિનો, જેકોપૉ (જ. 2 જુલાઈ 1486, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 27 માર્ચ 1570, વેનિસ, ઇટાલી) : ઇટાલિયન રેનેસાંસ-શિલ્પી અને સ્થપતિ. મૂળ નામ જેકોપૉ તાતી. જેકોપૉ સાન્સોવિનો 1502માં વેનિસમાં શિલ્પી આન્દ્રેઆ સાન્સોવિનોનું તેમણે શિષ્યત્વ સ્વીકારી શિલ્પકલા શીખવી શરૂ કરી. ગુરુ પ્રત્યેના આદર-ભક્તિને પ્રતાપે તેમણે તેમની મૂળ અટક ત્યાગીને ગુરુની સાન્સોવિનો અટક ધારણ…
વધુ વાંચો >સારનાથનો શિલ્પવૈભવ
સારનાથનો શિલ્પવૈભવ : સારનાથનો કલાવારસો વિશેષતઃ બૌદ્ધ મૂર્તિઓમાં જળવાયો છે. ત્યાં બુદ્ધ અને બોધિસત્વોની વિવિધ આસનો અને મુદ્રાઓવાળી અસંખ્ય પ્રતિમાઓ ગુપ્તકાલ (4થી–5મી સદી) દરમિયાન બની હતી. એમાંના ઘણા નમૂનાઓ સ્થાનિક મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયા છે. સારનાથમાંથી બેઠેલી સંખ્યાબંધ પ્રતિમાઓ વિવિધ મુદ્રાઓમાં મળી છે. એમાં ભગવાન બુદ્ધના જીવનની અતિ મહત્વની ઘટનાઓનું સૂચન…
વધુ વાંચો >સાલોં (Salon)
સાલોં (Salon) (17મીથી 19મી સદી) : લુવ્ર મહેલ ખાતે અગ્રણી ફ્રેન્ચ કલા-સંસ્થા ફ્રેન્ચ રૉયલ અકાદમીનાં યોજાતાં કલા-પ્રદર્શનો. આરંભમાં આ કલા-પ્રદર્શનો લુવ્ર ખાતે ઍપૉલોં (Apolon) નામના ખંડમાં યોજાતાં હોવાથી એ પ્રદર્શનો ‘સાલોં દાપોલોં’ નામે ઓળખાયાં. મૂળે અનિયત કાળે યોજાતાં આ પ્રદર્શનો 1737થી 1795 સુધી દ્વિ-વાર્ષિક ધોરણે યોજાયાં. ફ્રેન્ચ ક્રાંતિ પછી તે…
વધુ વાંચો >સાલ્ઝિલો ફ્રાન્સિકો
સાલ્ઝિલો, ફ્રાન્સિકો (જ. મે 1707, મુર્સિયા, સ્પેન; અ. 2 માર્ચ 1783, મુર્સિયા, સ્પેન) : સ્પેનનો અઢારમી સદીનો સૌથી વધુ પ્રસિદ્ધ તથા કેટલાક્ધો મતે શ્રેષ્ઠ શિલ્પી. રંગીન શિલ્પ : ‘ધ લાસ્ટ સપર’ જેની હેઠળ ફ્રાન્સિકો સાલ્ઝિલોએ તાલીમ લીધેલી. એ પછી એમણે ડોમિનકન સાધુ બનીને મઠનિવાસ સ્વીકાર્યો, પણ 1727માં પિતાનું મૃત્યુ થતાં…
વધુ વાંચો >સિન્ગર માઇકલ (Singer Michael)
સિન્ગર, માઇકલ (Singer, Michael) (જ. 1945, અમેરિકા) : આધુનિક અમેરિકન અમૂર્ત શિલ્પી. પથ્થરમાંથી બનાવેલા ઘન, પિરામિડ, લંબઘન, નળાકાર, શંકુ અને દડાના સંયોજન વડે તેઓ અમૂર્ત શિલ્પો ઘડે છે. પેડેસ્ટલનો ઉપયોગ તેમણે ટાળ્યો છે; તેથી તેમનાં શિલ્પ ભોંય પર જ સ્થિર થયેલાં જોવા મળે છે. તેમણે કૉર્નલ યુનિવર્સિટીમાં શિલ્પકાર-ચિત્રકાર પ્રાધ્યાપક આલાન…
વધુ વાંચો >સિમૉન્ડ્સ ચાર્લી
સિમૉન્ડ્સ, ચાર્લી (જ. 1945, અમેરિકા) : આધુનિક અમેરિકન શિલ્પી. ન્યૂયૉર્ક નગરના લોઅર ઈસ્ટ સાઇડ અને હાર્લેમ વિસ્તારોમાં માણસોએ તરછોડેલી ગલીઓમાં ખંડેર મકાનોની તોડફોડ કરી તેમાં ઈંટો વડે નવસર્જન કરી અમૂર્ત ‘શિલ્પ’ ચણવાની શરૂઆત તેમણે કરી. આમ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ માનવીની મૂળભૂત સર્જનપ્રક્રિયા પર દર્શકનું ધ્યાન દોરવાનો હતો. એ પછી…
વધુ વાંચો >સિલો ગિલ દે
સિલો, ગિલ દે (જ. ?, ઉર્લિયૉન્સ/ઉર્લાઇન્સ/ઑર્લિન્સ/એમ્બેરસ, સ્પેન; અ. આશરે 1501, સ્પેન) : સ્પેનનો પંદરમી સદીનો સૌથી મહાન શિલ્પી. ગિલ દે સિલોના પૂર્વજો, તેનું બાળપણ અને જન્મસ્થળ – આ બધાં વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. એમનું જન્મસ્થળ ચાર-પાંચ વૈકલ્પિક સ્થળોમાંથી ગમે તે એક હોવાનું માનવામાં આવે છે. એક માન્યતા મુજબ એમનું…
વધુ વાંચો >સિલો ડિયેગો દે
સિલો, ડિયેગો દે (જ. આશરે 1495, બુર્ગોસ, સ્પેન; અ. 22 ઑક્ટોબર 1563, ગ્રેનેડા, સ્પેન) : સ્પૅનિશ રેનેસાંસ-શિલ્પી અને સ્થપતિ. પિતા ગિલ દે સિલો સ્પેનના મહાન શિલ્પી હતા. પિતા પાસે શિલ્પકલાનો અભ્યાસ કરી ડિયેગો દે સિલોએ ફ્લૉરેન્સ જઈ વધુ અભ્યાસ આદર્યો. એમની શૈલી એમની કર્મભૂમિ બુર્ગોસને કારણે ‘બુર્ગોસ-પ્લેટેરસ્ક’ નામે જાણીતી થઈ.…
વધુ વાંચો >સુલતાનગંજની બુદ્ધપ્રતિમા
સુલતાનગંજની બુદ્ધપ્રતિમા : સુલતાનગંજ(બિહાર)માંથી મળી આવેલ અને હાલ બર્મિંગહામ મ્યુઝિયમ- (યુ.કે.)માં સુરક્ષિત બુદ્ધની વિખ્યાત ધાતુપ્રતિમા. ગુપ્તકાલનાં ઉત્તમોત્તમ ધાતુશિલ્પો પૈકીનું એક છે. આ સાડા સાત ફૂટ ઊંચું શિલ્પ આ શૈલીનાં શિલ્પોમાં કદાચ સૌથી મોટું છે. પાંચમી સદીમાં ગુપ્તકલા કેટલી ઉન્નતકક્ષાએ પહોંચી હતી તે આ શિલ્પ દ્વારા સમજી શકાય છે. આ શિલ્પ…
વધુ વાંચો >સેઈં-ગૉદેન્સ ઑગસ્ટસ (Saint-Gaudens Augustus)
સેઈં-ગૉદેન્સ, ઑગસ્ટસ (Saint–Gaudens, Augustus) (જ. 1 માર્ચ, 1848, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 3 ઑગસ્ટ, 1907, કૉર્નિશ, યુનાઇટેડ સ્ટેટ્સ) : ઓગણીસમી સદીના અમેરિકાના અગ્રણી શિલ્પી. એમનાં શિલ્પ ભાવોદ્દીપન માટે જાણીતાં છે. ઑગસ્ટસ સેઈં-ગૉદેન્સ ફ્રેન્ચ પિતા અને આઇરિશ માતાનું સંતાન ઑગસ્ટસ સેઈં-ગૉદેન્સને શિશુ-અવસ્થામાં જ ન્યૂયૉર્ક નગરમાં લઈ ગયા. તેર વરસની ઉંમરે સેઈં-ગૉદેન્સે આજીવિકા…
વધુ વાંચો >