શિલ્પકલા

શિલ્પકલા (shaping art)

શિલ્પકલા (shaping art) અર્થ, પ્રકારો અને માધ્યમો : રૂપપ્રદ કલાઓમાંની એક કલા. શિલ્પ એ ઘાટ આપનારી કલા છે. શિલ્પમાં ત્રણ પરિમાણોલંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ(જાડાઈ)ને ધ્યાનમાં રાખવામાં આવે છે. રચનાની દૃષ્ટિએ શિલ્પના બે પ્રકાર છે : (1) પૂર્ણમૂર્ત શિલ્પ (sculpture in round) : જે શિલ્પનું કોતરકામ ચારેય બાજુ કરવામાં આવ્યું હોય…

વધુ વાંચો >

શિલ્પરત્નાકર

શિલ્પરત્નાકર : ભારતીય શિલ્પસ્થાપત્યનો ગ્રંથ. ધ્રાંગધ્રાના મૂળ વતની શિલ્પશાસ્ત્રી નર્મદાશંકર મૂળજીભાઈ સોમપુરાએ આ ગ્રંથની રચના ઈ. સ. 1939માં કરી હતી. નર્મદાશંકરે જાતે શિલ્પશાસ્ત્રનો અભ્યાસ કરી સ્વહસ્તે કેટલાક પ્રાસાદો અને દેવાલયોની રચના કરી હતી. આવા અનુભવી શિલ્પશાસ્ત્રીના પરિશ્રમથી આ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. એમની કુશળતાને લીધે વડોદરા રાજ્યમાં કલાભવનમાં પ્રાચીન શિલ્પશાસ્ત્રના…

વધુ વાંચો >

શિલ્પશાસ્ત્રના ગ્રંથો (ભારતીય)

શિલ્પશાસ્ત્રના ગ્રંથો (ભારતીય) : શિલ્પશાસ્ત્રની ભારતમાં બે પરંપરા છે – ઉત્તરી અથવા નાગરી અને દક્ષિણી અથવા દ્રવિડ. નાગરી શૈલીના વાસ્તુગ્રંથોના મુખ્ય પ્રણેતા વિશ્વકર્મા મનાય છે. નાગરી શૈલીના ગ્રંથોમાં ‘વિશ્વકર્મા-વાસ્તુશાસ્ત્ર’ (‘વિશ્વકર્મ-પ્રકાશ’), ભોજદેવનું ‘સમરાંગણસૂત્રધાર’ અને ભુવનદેવનું ‘અપરાજિતપૃચ્છા’ મુખ્ય છે. દ્રવિડ શૈલીના મુખ્ય પ્રણેતા મય ગણાય છે. આ શૈલીનો મુખ્ય ગ્રંથ ‘માનસાર’ છે.…

વધુ વાંચો >

શિલ્પી, જસુબહેન

શિલ્પી, જસુબહેન (જ. 10 ડિસેમ્બર 1948, ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : ઐતિહાસિક અને જાહેર જીવનની ખ્યાતનામ વ્યક્તિઓનાં સ્મારક-શિલ્પો ઘડવા માટે જાણીતાં આધુનિક મહિલા-શિલ્પી. મૂળ નામ જસુબહેન આશરા. મધ્યમ વર્ગના સૌરાષ્ટ્રના આશરા અટક ધરાવતા કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ તેમણે અમદાવાદમાં કર્યો. મૅટ્રિક પસાર કર્યા પછી તેમણે 1965માં અમદાવાદની શેઠ સી. એન.…

વધુ વાંચો >

શેડો, જોહાન ગૉટ્ફ્રીડ (Schadow, Johann Gottfried)

શેડો, જોહાન ગૉટ્ફ્રીડ (Schadow, Johann Gottfried) (જ. 20 મે 1764, બર્લિન, જર્મની; અ. 27 જાન્યુઆરી 1850, બર્લિન, જર્મની) : નવપ્રશિષ્ટ (neoclassicist) જર્મન શિલ્પી. રોમ ખાતે પોપના દરબારી શિલ્પીઓ જ્યાં પિયેરે ઍન્તોનિને તાસા (Tassaert) તેમજ ટ્રિપેલ અને કાનોવા પાસે તેમણે તાલીમ લીધી. 1788માં શેડો બર્લિન ખાતેની ધ રૉયલ સ્કૂલ ઑવ્ સ્કલ્પ્ચરના…

વધુ વાંચો >

શોફર, નિકોલસ (Schöffer, Nicolas)

શોફર, નિકોલસ (Schöffer, Nicolas) (જ. 6 સપ્ટેમ્બર 1912, કાલોક્સા, હંગેરી; 8 જાન્યુઆરી 1992, પૅરિસ) : યાંત્રિક ઉપકરણો વડે શિલ્પોમાં ગતિ, અવાજ અને પ્રકાશ ગોઠવવા માટે જાણીતા ફ્રેંચ શિલ્પી. બુડાપેસ્ટ ખાતેની સ્કૂલ ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1922થી 1924 સુધી શોફરે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1925માં તેઓ પૅરિસ ગયા અને ત્યાંની ઇકોલે દ…

વધુ વાંચો >

શ્લુટર, એન્ડ્રિયાસ (Schluter, Andreas)

શ્લુટર, એન્ડ્રિયાસ (Schluter, Andreas) (જ. 1660થી 1664; હૅમ્બર્ગ, જર્મની; અ. 1714, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : જર્મન બરોક શિલ્પી અને સ્થપતિ. જર્મનીમાં બરોક કલાના તેઓ સૌથી પ્રખર કલાકાર હતા. 1695માં ફ્રાન્સની અને 1696માં ઇટાલીની યાત્રાઓ કરીને શ્લુટરે બર્લિનના ઇલેક્ટર ફ્રેડરિક ત્રીજાના મુખ્ય શિલ્પીનું સ્થાન લીધું. 1703માં તેમણે ઇલેક્ટરનું પૂરાં કદથી મોટું…

વધુ વાંચો >

સંવરણા

સંવરણા : મંદિરના મંડપની ઉપરનું બાહ્ય બાંધકામ. શિલ્પીઓની ભાષામાં તેને ‘શામરણ’ પણ કહે છે. વાસ્તુ ગ્રંથોમાં મંડપ ઉપર સંવરણા કરવાનું વિધાન છે. કેટલીક વાર ગર્ભગૃહ ઉપર પણ સંવરણા જોવા મળે છે. સંવરણાની સૌથી ઉપર મધ્યમાં મૂલ ઘંટિકા અને તેને ફરતી ઘંટિકાઓ હોય છે. ઘંટિકાઓની સંખ્યાના આધારે તેના પચ્ચીસ પ્રકારો ‘દીપાર્ણવ’…

વધુ વાંચો >

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો  : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…

વધુ વાંચો >

સાગરા પિરાજી

સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…

વધુ વાંચો >