શિલ્પકલા
રેનેસાંસ કલા (Renaissance art)
રેનેસાંસ કલા (Renaissance art) (ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય) (આશરે 1300થી 1550) રેનેસાંસ યુગના પશ્ચિમ યુરોપની કલા. ઇટાલિયન શબ્દ ‘રેનેસાંસ’નો અર્થ છે પુનરુત્થાન. રેનેસાંસનું ઉદગમસ્થાન અને મુખ્ય કેન્દ્ર ઇટાલી છે. કલાક્ષેત્રના મૂળ વિચારકો અને કેટલાક ટોચના કલાકારો પણ ઇટાલીમાં પાક્યા છે. ઇટાલિયન દ્વીપકલ્પની રાજકીય એકતાનો અંત રોમન સામ્રાજ્યના અંત સાથે આવી…
વધુ વાંચો >રોકોકો કલા (Rococo art) (ચિત્ર અને શિલ્પ)
રોકોકો કલા (Rococo art) (ચિત્ર અને શિલ્પ) : આશરે 1750થી 1800 દરમિયાન પશ્ચિમ યુરોપની પ્રભાવક કલાશૈલી. રોકોકોની પુરોગામી બરોક કલાશૈલીમાં વેવલી (insipid) કોમળતા, ઠઠારા અને વૈભવપ્રદર્શનનો અતિરેક થતાં બરોક કલાનું સૌષ્ઠવ નંદવાયું અને રોકોકો કલાનો જન્મ થયો. ફ્રેન્ચ શબ્દ રોકોકોનો અર્થ છે : શંખ-અલંકરણ (shell-decoration). શંખમાં જોવા મળતા અંતર્ગોળ અને…
વધુ વાંચો >રોઝેલિનો, બર્નાર્ડો
રોઝેલિનો, બર્નાર્ડો (જ. 1409, ઇટાલી; અ. 1464, ઇટાલી) : ઇટાલીનો રેનેસાંસ-શિલ્પી. કબર પર પથ્થરમાં કોતરકામ દ્વારા શણગાર કરી તે શિલ્પ સર્જતો. ફ્લૉરેન્સમાં આવેલી લિયોનાર્દો બ્રુનીની કબર રોઝેલિનોનું શ્રેષ્ઠ સર્જન મનાય છે. કબર પર તેણે બ્રુનીના જીવનના કેટલાક પ્રસંગો અર્ધમૂર્ત (relief) રીતે કોતરીને પ્રાચીન રોમન દર્શનના સિંહાવલોકી (retrospective) અભિગમ સાથે બ્રુનીના…
વધુ વાંચો >રૉડ્ચેન્કો, ઍલેક્ઝાન્ડર (Alexander Rodchenko)
રૉડ્ચેન્કો, ઍલેક્ઝાન્ડર (Alexander Rodchenko) (જ. 1891, રશિયા; અ. 1956, રશિયા) : આધુનિક રશિયન શિલ્પી. 1914–15માં રૉડ્ચેન્કો માલેવિચના પ્રભાવ હેઠળ આવતાં કલાની વ્યવહારુ જીવનમાં કોઈ ને કોઈ ઉપયોગિતા (utility) હોવી જ જોઈએ તેવું દૃઢપણે માનતા થયા. 1917 પછી નવી સ્થપાયેલ સોવિયેત સરકાર પણ ‘કલા ખાતર કલા’ને નહિ, પરંતુ ‘ઉપયોગિતા ખાતર કલા’ને…
વધુ વાંચો >રોદૅં, ઑગુસ્તે રેનેફ્રાંસ્વા (Rodin, Augustee Renefrancois)
રોદૅં, ઑગુસ્તે રેનેફ્રાંસ્વા (Rodin, Augustee Renefrancois) (જ. 12 નવેમ્બર 1840, પૅરિસ, ફ્રાન્સ; અ. 17 નવેમ્બર 1917, મુદોં, ફ્રાન્સ) : કાંસા (બ્રોન્ઝ) અને આરસમાંનાં શિલ્પો માટે જાણીતો ફ્રેન્ચ શિલ્પી. ખૂબ ગરીબ કુટુંબમાં તેનો જન્મ થયો. તેર વરસની ઉંમરે એક ડ્રૉઇંગ-સ્કૂલમાં દાખલ થઈ ત્યાં ડ્રૉઇંગ શીખ્યો. સત્તર વરસની ઉંમરે કલાનું શિક્ષણ આપતી…
વધુ વાંચો >રૉબ્બિયા, લૂચા દેલ્લ (Robbia, Lucca Della)
રૉબ્બિયા, લૂચા દેલ્લ (Robbia, Lucca Della) (જ. 1400, ફ્લૉરેન્સ, ઇટાલી, અ. 1482, ફ્લૉરેન્સ, ઇટાલી) : ઇટાલીનો રેનેસાંસ-શિલ્પી. દોનાતેલ્લોના મૃત્યુ પછી ફ્લૉરેન્સના બે પ્રમુખ શિલ્પીમાંનો એક. બીજો તે ઘીબર્તી. શરૂઆતમાં તેણે રેનેસાં-શિલ્પી નેની દી બૅન્ચો Nanni di Banco સાથે કામ કર્યું હોય તેવું અનુમાન તેણે પોતે સર્જેલ શિલ્પ પરથી વિદ્વાનો કરે…
વધુ વાંચો >રોમન કલા
રોમન કલા : પ્રાચીન રોમન સામ્રાજ્યમાં ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય-કળાનું પ્રવર્તન. પ્રાચીન રોમનોએ ગ્રીસ જીત્યું, પરંતુ કલા અને સૌંદર્યશાસ્ત્ર-(aesthetics)ના ક્ષેત્રે સમરાંગણના વિજેતાઓએ હારેલા ગ્રીકો આગળ ભાવપૂર્વક માથાં નમાવ્યાં. ગ્રીસની શાખ સંસ્કારક્ષેત્રે એટલી વ્યાપક હતી કે રોમન સેનાપતિઓ ગ્રીસ જીતી લેવા ઉત્સાહભેર યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે તેઓ ગ્રીક કલાકૃતિઓ લૂંટવામાં…
વધુ વાંચો >લાખાઇઝ, ગૅસ્ટોન
લાખાઇઝ, ગૅસ્ટોન (જ. 19 માર્ચ 1882, પૅરિસ, ફ્રાંસ; અ. 18 ઑક્ટોબર 1935, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : સ્નાયુબદ્ધ અને મર્દાના નગ્ન મહિલાઓને શિલ્પમાં કંડારવા માટે જાણીતો બનેલો આધુનિક શિલ્પી. પિતા સુથાર હતા. 1898માં પૅરિસની કળામહાશાળા ઈકોલે દ બ્યુ-આર્ત(Ecole des Beaux-Arts)માં વિદ્યાર્થી તરીકે દાખલ થયો અને શિલ્પનો અભ્યાસ શરૂ કર્યો. એક અમેરિકન…
વધુ વાંચો >લિપ્કિત્ઝ, જાક
લિપ્કિત્ઝ, જાક (જ. 22 ઑગસ્ટ 1891, ડ્રુસ્કિનીન્કાઈ, રશિયા; અ. 26 મે 1973, કૅપ્રી, ઇટાલી) : આધુનિક ઘનવાદી (cubist) શિલ્પી તથા અમૂર્ત (abstract) શિલ્પના એક પ્રણેતા. લિથુઆનિયામાં વિલ્ના નગરમાં ઇજનેરી વિદ્યાનો અભ્યાસ કર્યો. 1909માં તેઓ પૅરિસ ગયા. ત્યાંની આધુનિક ફ્રેન્ચ કલા જોઈ તે દંગ રહી ગયા અને આધુનિક શિલ્પનો અભ્યાસ કરવો…
વધુ વાંચો >લિસિપસ (Lysippus)
લિસિપસ (Lysippus) (ઈ. પૂ. ચોથી સદી, સિસિયોન, ગ્રીસ) : પ્રસિદ્ધ પ્રાચીન ગ્રીક શિલ્પી. મેસેડોનના રાજા ફિલિપ અને ઍલેક્ઝાન્ડર ધ ગ્રેટના સમયગાળા (ઈ.પૂ. 336થી 323 સુધી) દરમિયાન તેમણે મહત્ત્વનું કલાસર્જન કર્યું. મૂળમાં કાંસામાંથી શિલ્પો કંડારવા ટેવાયેલા લિસિપસ કારકિર્દીની ટોચે પહોંચ્યા ત્યારે આરસમાંથી શિલ્પો કંડારતા થયા હતા. એમના પુરોગામી શિલ્પી પૉલિક્લિટસના શિલ્પ…
વધુ વાંચો >