શિલીન નં. શુક્લ
સ્નાયુ(પીડા)કર્ષણ (muscle cramps)
સ્નાયુ(પીડા)કર્ષણ (muscle cramps) : સ્નાયુના સંકોચન કે અતિશય ટૂંકા થવાથી તેમાં પીડા કે અસ્વીકાર્ય સંવેદના થવી તે. તેનું મુખ્ય કારણ ઠંડી, અતિશય શ્રમ કે લોહીમાં કૅલ્શિયમનું ઘટેલું પ્રમાણ હોય છે. આ ઉપરાંત તે શરીરમાં પ્રવાહી ઘટે, ક્ષાર ઘટે કે ઑક્સિજનની ઊણપ થાય ત્યારે પણ થાય છે. ક્યારેક માંદગી કે ઝેરની…
વધુ વાંચો >સ્નાયુતંત્ર (આયુર્વિજ્ઞાન)
સ્નાયુતંત્ર (આયુર્વિજ્ઞાન) માનવશરીરનાં અંગો અને અવયવોનું હલનચલન કરાવતી પેશીથી બનેલું તંત્ર. તેની પ્રમુખ પેશીને સ્નાયુપેશી (muscle tissue) કહે છે. તે 3 પ્રકારની હોય છે – હાડકાં સાથે જોડાઈને તેમનું હલનચલન કરાવતી કંકાલીય સ્નાયુ(skeletal muscle)ની પેશી, પોલા અવયવો(દા. ત., જઠર, આંતરડાં, મૂત્રનળી, મૂત્રાશય, લોહીની નસો વગેરે)ની દીવાલમાં તેમના સંકોચાવા કે પહોળા…
વધુ વાંચો >સ્નાયુનિર્બળતા મહત્તમ (myasthemia gravis)
સ્નાયુનિર્બળતા, મહત્તમ (myasthemia gravis) : સ્નાયુઓની વધઘટ પામતી નબળાઈ અને થાક ઉત્પન્ન કરતો ચેતા-સ્નાયુ-સંગમનો વિકાર. તેને ‘મહત્તમ સ્નાયુદૌર્બલ્ય’ તરીકે પણ વર્ણવ્યો છે. તે પોતાના જ પ્રતિરક્ષાતંત્ર (immune system) દ્વારા પોતાના જ કોષ સામે થતી પ્રક્રિયાના વિકારથી ઉદભવે છે. આમ તે એક પ્રકારનો સ્વકોષઘ્ની વિકાર (autoimmune disorder) છે. ચેતાતંતુ (nerve fibre)…
વધુ વાંચો >સ્નાયુવીજાલેખન (electromyography EMG)
સ્નાયુવીજાલેખન (electromyography, EMG) : સ્નાયુમાં સ્થિરસ્થિતિ અને સંકોચન સમયે થતા વીજફેરફારોને નોંધીને નિદાન કરવું તે. તેમાં સ્નાયુનું સંકોચન કરાવતા વીજસંકેતની આલેખના રૂપમાં નોંધ અને ચકાસણીની ક્રિયા કરાય છે. તે માટે વપરાતા સાધનને સ્નાયુવીજાલેખક (electromyograph) કહે છે અને તેના આલેખને સ્નાયુવીજાલેખ (electromyogram) કહે છે. આ પદ્ધતિમાં સ્થિર-સ્થિતિ તથા સંકોચન સમયે સ્નાયુતંતુમાં…
વધુ વાંચો >સ્નાયુશિથિલકો (muscle relaxants)
સ્નાયુશિથિલકો (muscle relaxants) : સ્નાયુઓના સતત-સંકોચન (spasm), પીડાકારક સ્નાયુસંકોચનો (muscle cramps), ચેતાપરાવર્તી ક્રિયાઓની અતિશયતા (hyperreflexia) વગેરે ઘટાડવા માટે વપરાતાં ઔષધો. તેના મુખ્ય 2 પ્રકારો છે – ચેતાસ્નાયુરોધકો (neuromuscular blockers) અને કેન્દ્રીય ચેતાતંત્ર પર સક્રિય એવા પ્રતિસતત-સંકોચન ઔષધો (spasmolytic drugs). પ્રથમ પ્રકારના ઔષધો ચેતાતંતુ (nerve fibre) અને સ્નાયુતંતુના સંગમ સ્થાને (neuromuscular…
વધુ વાંચો >સ્નેઇલ
સ્નેઇલ : જુઓ ગોકળગાય.
વધુ વાંચો >સ્નેલ જ્યૉર્જ
સ્નેલ, જ્યૉર્જ (જ. ડિસેમ્બર 1903, બ્રેડફૉર્ડ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 6 જૂન 1996) : સન 1980ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા(physiology)ના નોબેલ પુરસ્કારના ત્રીજા ભાગના વિજેતા. તેમની સાથે બરુજ બેનાસરાફ અને જીન ડોસેટને પણ આ સન્માન મળ્યું હતું. જ્યૉર્જ સ્નેલ રોગો સામે વિશિષ્ટ અને ચોક્કસ રીતે અપાતા રક્ષણની પ્રક્રિયાને પ્રતિરક્ષા (immunity) કહે…
વધુ વાંચો >સ્પર્શવેદના (tenderness)
સ્પર્શવેદના (tenderness) : અડવાથી કે દબાવવાથી થતો દુખાવો. સ્પર્શવેદના 2 પ્રકારની હોય છે : (1) ક્ષેત્રીય અને (2) પ્રતિદાબ અથવા પ્રતિપ્રદમ (rebound). જ્યારે કોઈ ચોક્કસ નાના ક્ષેત્રમાં સ્પર્શ કરવાથી કે દબાવવાથી દુખાવો થાય તો તેને ક્ષેત્રીય સ્પર્શવેદનાં (pencil tenderness) કહે છે. આવું કોઈ સ્થળે ચેપ લાગ્યો હોય કે અન્ય સંક્ષોભન…
વધુ વાંચો >સ્પેમન હાન્સ (Spemann Hans)
સ્પેમન, હાન્સ (Spemann, Hans) (જ. 27 જૂન 1869, સ્ટુટગાર્ટ, જર્મની; અ. 9 સપ્ટેમ્બર 1941, ફ્રેબર્ગ, જર્મની) : સન 1935ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા(physiology)ના નોબેલ પુરસ્કાર-વિજેતા. તેમને આ સન્માન તેમના ભ્રૂણ(પ્રાગર્ભ, embryo)ના વિકાસમાં વ્યવસ્થાકારક (organising) અસર નામની પ્રક્રિયા કાર્ય કરે છે તે દર્શાવવા માટે મળ્યું હતું. તેમના પિતા પુસ્તક-પ્રકાશક હતા. તેમના તેઓ…
વધુ વાંચો >સ્પેરી રોજર ડબ્લ્યૂ.
સ્પેરી, રોજર ડબ્લ્યૂ. (જ. 20 ઑગસ્ટ 1913, હાર્ટફર્ડ, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 1994, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : તેઓ સન 1981ના તબીબીવિદ્યા તથા દેહધર્મવિદ્યા(physiology)ના અર્ધા ભાગના નોબેલ પુરસ્કારના વિજેતા હતા. બાકીનો પુરસ્કાર ડૅવિડ હ્યૂબલ અને ટોર્સ્ટેન વિસેલ વચ્ચે ચતુર્થાંશ ભાગ રૂપે વહેંચાયો હતો. તેમણે મગજના બે અર્ધગોળને જોડતી મસ્તિષ્કની સેતુકાય(corpus callosum)ને કાપીને અલગ…
વધુ વાંચો >