શિલીન નં. શુક્લ

સંસ્કાર અને માનવવર્તન

સંસ્કાર અને માનવવર્તન : સમગ્ર સમાજમાંની માનવક્રિયાઓની ભાત (pattern) તથા તેની નમૂનારૂપ રચનાઓ તે સંસ્કાર (culture)  તથા જે તે પરિસ્થિતિના સંદર્ભમાં વ્યક્તિની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓનો સમૂહ તે માનવવર્તન (human behaviour). સંસ્કાર : તે આખા સમાજની જીવનશૈલી સૂચવે છે. તેમાં શિષ્ટાચાર, પહેરવેશ, ભાષા, ચોક્કસ ઉચ્ચારણો તથા ખોરાક તરફની અભિરુચિનો સમાવેશ થાય…

વધુ વાંચો >

સંસ્કારબદ્ધ સંલક્ષણ (culturebound syndrome)

સંસ્કારબદ્ધ સંલક્ષણ (culturebound syndrome) : કેટલાક માનસિક અને શારીરિક લક્ષણોવાળા વિકારો, જે ફક્ત કોઈ ચોક્કસ સમાજ કે સંસ્કારજૂથમાં જોવા મળે છે તે. તેમને સંસ્કાર-વિશિષ્ટ (culture specific) સંલક્ષણો કહે છે. આ વિકારોમાં કોઈ શારીરિક અવયવ કે ક્રિયા વિકારયુક્ત હોતાં નથી અને તે ચોક્કસ સમાજોમાં જ જોવા મળે છે : જોકે મોટાભાગના…

વધુ વાંચો >

સાઇક્લોસ્પૉરિન (cyclosporin)

સાઇક્લોસ્પૉરિન (cyclosporin) : અવયવના પ્રત્યારોપણ પછી તેનો અસ્વીકાર ન થાય તે માટે વપરાતું ઔષધ. તેને પહેલાં ‘સાઇક્લોસ્પૉરિન એ’ કહેવાતું. તેની 1971માં શોધ થઈ. તે ટી-લસિકાકોષો(T-lymphocytes)નું, વધુ પડતી ઝેરી અસર વગર, પસંદગીપૂર્ણનું નિયમન કરે તેવું પ્રથમ ઔષધ બન્યું. તેને ટૉલિપોક્લેડિયમ ઇન્ફલેટમ (tolypocladium inflatum) નામની ફૂગમાંથી એક પેપ્ટાઇડ રૂપે અલગ પાડવામાં આવ્યું…

વધુ વાંચો >

સામાજિક તબીબી સુરક્ષા

સામાજિક તબીબી સુરક્ષા : રોગો અને બીમારીઓ સામે આર્થિક રક્ષણની સામાજિક વ્યવસ્થા. સામાજિક સુરક્ષા એટલે યોગ્ય સંસ્થા દ્વારા સમાજ તેના સભ્યને કેટલાંક ચોક્કસ જોખમો સામે રક્ષણ આપે તેવી વ્યવસ્થા. સામાન્ય રીતે આ જોખમો સામે સામાન્ય માણસ તેનાં ટાંચાં સાધનો અને અલ્પ આર્થિક સધ્ધરતાને કારણે ટકી શકે તેમ હોતો નથી. આવી…

વધુ વાંચો >

સારકોઇડોસિસ

સારકોઇડોસિસ : અનેક અવયવીતંત્રોને અસરગ્રસ્ત કરતો ચિરશોથગડયુક્ત (granulomatous) ગાંઠોવાળો રોગ. પ્રતિરક્ષાલક્ષી કોષો તથા તંતુતા (fibrosis) સાથે લાંબા સમયની ગાંઠ બને ત્યારે તેને ચિરશોથગડ (granuloma) કહે છે. તેથી આ રોગને વ્યાપક ચિરશોથગડતા (sarcoidosis) કહે છે. તેમાં ટી-લસિકાકોષો(T-lymphocytes)ના વિવિધ ઉપપ્રકારો વચ્ચે અસંતુલન થયેલું હોય છે તથા કોષીય પ્રતિરક્ષા(cell-mediated immunity)માં પણ વિષમતા આવેલી…

વધુ વાંચો >

સારણગાંઠ (hernia)

સારણગાંઠ (hernia) : કોઈ પોલાણમાંના અવયવનું પોલાણની દીવાલમાંના વિષમ છિદ્રમાંથી બહાર સરકીને આવવું તે. તેમાં કોઈ ગાંઠ (tumour) હોતી નથી માટે તેને સારણિકા (hernia) અથવા અવયવની સારણિકા (hernia of a viscus) પણ કહેવાય. પેટના પોલાણમાંથી આંતરડું છિદ્રમાંથી બહાર આવે તે સૌથી વધુ જોવા મળતી સ્વયંભૂ સારણિકાનું ઉદાહરણ છે. તેના મુખ્ય…

વધુ વાંચો >

સાલ્ક જોનાસ

સાલ્ક, જોનાસ (જ. 28 ઑક્ટોબર 1914, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 23 જૂન 1995, અમેરિકા) : બાળલકવો(poliomyelitis)ના રોગ સામે રસી વિકસાવનાર. તેમનાં માતા-પિતા રશિયન-યહૂદીઓ હતાં જે અમેરિકા આવીને વસ્યાં હતાં. તેઓ ખાસ ભણેલાં ન હતાં, પરંતુ તેમણે તેમનાં બાળકોને શિક્ષણ અપાવ્યું. જોનાસ સાલ્ક તેમના કુટુંબની પ્રથમ વ્યક્તિ હતી, જે કૉલેજમાં ભણવા ગઈ…

વધુ વાંચો >

સિયામી જોડકાં (Siamese twins)

સિયામી જોડકાં (Siamese twins) : જન્મથી જ શરીરના કોઈ ભાગથી જોડાયેલું સહોદરોનું જોડકું. તેને સંશ્લિષ્ટ (conjointed) કે અવિભક્ત જોડકું (યુગ્મક, twin) કહે છે. સન 1811-1874માં સિયામ – હાલના થાઇલૅન્ડ – માં જન્મેલા ચાંગ અને ચેન્ગ બુન્કર નામના પ્રખ્યાત ચીની ભાઈઓના અવિભક્ત જોડકા પરથી શરીરથી જોડાયેલા સહોદરોના જોડકાને સિયામી જોડકું કહે…

વધુ વાંચો >

સી.ટી. સ્કૅન

સી.ટી. સ્કૅન : નિદાનલક્ષી ચિત્રણો (images) મેળવવાની એક પદ્ધતિ. તેનું અંગ્રેજી પૂરું નામ computed tomography એટલે કે સંગણિત અનુપ્રસ્થ છેદચિત્રણ છે. તેને અગાઉ સંગણિત અક્ષીય અનુપ્રસ્થ છેદચિત્રણ (computed axial tomography) કહેવાતું. તેમાં કોઈ લાંબા દંડ અથવા માનવશરીરમાં આડો છેદ કરીને ઉપરથી જોવામાં આવે તેવી રીતનું ચિત્રણ મળે છે. તે એક…

વધુ વાંચો >

સીરમ વ્યાધિ (serum sickness)

સીરમ વ્યાધિ (serum sickness) : એક પ્રકારની 8થી 10 દિવસ પછી થતી ઍલર્જી(વિષમોર્જા)રૂપ પ્રતિક્રિયા. તે પ્રાણીજન્ય પ્રતિરુધિરરસ અથવા પ્રતિરસ (antiserum) કે કેટલીક ઍન્ટિબાયૉટિક દવા સામે 4થી 10 દિવસ પછી થતી પ્રતિક્રિયા છે. તેને રુધિરરસજન્ય વ્યાધિ (serum sickness) પણ કહે છે. તે ત્રીજા પ્રકારની અતિપ્રતિગ્રાહ્યતા (hyper sensitivity) અથવા વિષમોર્જા (allergy) છે.…

વધુ વાંચો >