શિલીન નં. શુક્લ
સગોત્રતા (consanguinity)
સગોત્રતા (consanguinity) : લોહીની સગાઈ અથવા સમાન પૂર્વજોને કારણે ઉદ્ભવતું સગપણ. માતા કે પિતાની સગાઈથી ઉદ્ભવતી સગોત્રતાને અનુક્રમે માતૃપક્ષી સગોત્રતા અને પિતૃપક્ષી સગોત્રતા કહે છે. તેનો સંબંધ વ્યક્તિગત સંબંધો, સામાજિક સંબંધો, કૌટુંબિક તથા આનુવંશિક રોગો અને વિકારો, કાયદાને સંબંધે લગ્ન તથા વારસાઈ હકના મુદ્દાઓ તથા ધાર્મિક અને નૈતિક વિચારણાઓ અને…
વધુ વાંચો >સપૂયગડ (ગૂમડું, abscess)
સપૂયગડ (ગૂમડું, abscess) : એક સ્થળે પરુ ભરાવું તે. સાદી ભાષામાં તેને પાકી જવું કે પાકવું કહે છે. શાસ્ત્રીય રીતે તેને પૂયન(suppuration)ની ક્રિયા કહે છે. ચામડીની નીચેની પેશીમાં જ્યારે જીવાણુજન્ય (bacterial) ચેપ (infection) લાગે છે ત્યારે ત્યાંની પેશીને નુકસાન થાય છે અને તેમાં પેશીનાશ (necrosis) થાય છે. તેને કારણે પ્રતિક્રિયા…
વધુ વાંચો >સમસ્થિતિ (homeostasis)
સમસ્થિતિ (homeostasis) : શરીરનાં વિવિધ પ્રવાહીઓ અને પેશીઓની વિવિધ ક્રિયાઓમાં પરસ્પર વિરોધી દબાણો તથા રસાયણો વચ્ચે સંતુલન જાળવવાની સ્થિતિ તથા તે માટેની પ્રક્રિયાઓ. ડબ્લ્યૂ. બી. કેનન શરીરના દરેક સમયે સમાન રહેતા અંદરના વાતાવરણની જાળવણીને સમસ્થિતિ કહે છે. કોષોની આસપાસ પ્રવાહી હોય છે. તેને બહિર્કોષી જલ (extracellular fluid) પણ કહે છે.…
વધુ વાંચો >સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વિજ્ઞાન)
સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વિજ્ઞાન) : સમુદ્રમાં હાલમડોલમ થતા પહોળા જહાજ પર સંતુલન અંગેની વિષમતા ઉદ્ભવે ત્યારે પેદા થતી તકલીફવાળી અવસ્થા. તે એક પ્રકારે ચાલતા વાહનમાં થતા ગતિજન્ય વ્યાધિ (motion sickness) જેવી જ સ્થિતિ છે. તેમાં કાનની અંદરના ભાગમાં આવેલી અર્ધવલયી નલિકાઓમાંના સંતુલન સ્વીકારકોના ઉત્તેજનથી એવી સ્થિતિ ઉદ્ભવે છે. દર્દીને…
વધુ વાંચો >સર્પશિરા (varicose veins)
સર્પશિરા (varicose veins) : શિરામાં વધેલા દબાણથી તે અનિયમિત રીતે ફૂલે તથા પહોળી થાય તેવો વિકાર. તે બહુ સામાન્ય (common) વિકાર છે, જે વધતી ઉંમર સાથે વધે છે. સૌથી વધુ તે સ્ત્રીઓમાં જોવા મળે છે. તેઓમાં સગર્ભાવસ્થા સમયે શિરાઓ પર આવેલા દબાણને કારણે ઉદ્ભવે છે. અસરગ્રસ્ત શિરા મોટી થઈ જાય…
વધુ વાંચો >સર્વ વા શૂન્યનો નિયમ (all-or-none-law)
સર્વ વા શૂન્યનો નિયમ (all-or-none-law) : હૃદયના સ્નાયુને કોઈ પણ અધિતીવ્રતા(intensity)વાળી ઉત્તેજના (stimulus) આપવામાં આવે ત્યારે તે ક્યાંક પૂર્ણ કક્ષાએ સંકોચાય છે અથવા સહેજ પણ સંકોચાતો નથી, તેને સર્વ વા શૂન્યનો નિયમ કહે છે. તેને બોવ્ડિચ(Bowditch)નો નિયમ પણ કહે છે. તે દર્શાવે છે કે સક્ષમ પણ દુર્બલતમ (સૌથી ઓછા બળવાળી)…
વધુ વાંચો >સલ્ફોનેમાઇડો (આયુર્વિજ્ઞાન)
સલ્ફોનેમાઇડો (આયુર્વિજ્ઞાન) : સલ્ફોનેમિડો (SO2NH2) જૂથ ધરાવતા સૂક્ષ્મજીવો સામે સક્રિય રસાયણો. કેટલાક સૂક્ષ્મજીવો સામે સક્રિય ન હોય તેવાં રસાયણોમાં પણ આ સલ્ફોનેમિડો જૂથ આવેલું છે; દા.ત., સલ્ફોનાયલયુરિયાઝ (પ્રતિ-મધુપ્રમેહ ઔષધો), બેન્ઝોથાયાઝિડ અને તેના સંજનિતો (congeners) જેવા કે ફ્યુરોસેમાઇડ અને એસેટાઝોલેમાઇડ (મૂત્રવર્ધકો, diuretics) અને સલ્થિયેમ (આંચકીરોધક અથવા પ્રતિ-અપસ્માર, anticonvulsant અથવા antiepileptic). આમ…
વધુ વાંચો >સવાતવક્ષ (pneumothorax)
સવાતવક્ષ (pneumothorax) : ફેફસાંની આસપાસના આવરણનાં 2 પડની વચ્ચે હવા ભરાવી તે. ફેફસાંની આસપાસના આવરણને પરિફેફસીકલા (pleura) કહે છે અને તેનાં 2 પડ વચ્ચેના સંભવશીલ પોલાણ(potential space)ને પરિફેફસી ગુહા (pleural cavity) કહે છે. તેમાં હવા ભરાય ત્યારે તેને સવાતવક્ષ કહે છે. તેમાં છાતીની દીવાલમાંથી, મધ્યવક્ષ(mediastinum)માંથી, ઉરોદરપટલ-(diaphragm)માંથી કે ફેફસાંમાંથી જે તે…
વધુ વાંચો >સંગ્રહણી (sprue)
સંગ્રહણી (sprue) : પચ્યા અને અવશોષાયા વગરના તૈલી પદાર્થોના ઝાડાવાળો કુશોષણ કરતો આંતરડાંનો વિકાર. તેના મુખ્ય 2 પ્રકાર છે : ઉષ્ણકટિબંધ (tropical) અને અનુષ્ણકટિબંધીય (non-tropical). અનુષ્ણકટિબંધીય સંગ્રહણીને ઉદરરોગ (coeliac disease) પણ કહે છે. નાના આંતરડાનું મુખ્ય કામ ખોરાકને પચાવીને પચેલાં પોષક દ્રવ્યોનું અવશોષણ કરવાનું છે, જ્યારે તે વિકારગ્રસ્ત થાય ત્યારે…
વધુ વાંચો >સંતુલન-ઉપકરણ (vestibular apparatus)
સંતુલન–ઉપકરણ (vestibular apparatus) : શરીરનું સંતુલન જાળવતું, કાનની અંદર આવેલું ઉપકરણ. કાનના 3 ભાગ છે : બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંત:કર્ણ. અંત:કર્ણને સંકુલિકા (labyrinth) પણ કહે છે; કેમ કે, તેમાં નલિકાઓની એક સંકુલિત રચના છે. તેના 2 ભાગ છે અસ્થીય સંકુલિકા (bony labyrinth) અને કલામય સંકુલિકા (membranous labyrinth). ખોપરીના ગંડકાસ્થિ(temporal bone)ના…
વધુ વાંચો >