શિલીન નં. શુક્લ
મુખશોથ
મુખશોથ (Stomatitis) : મોઢું આવવું તે. સામાન્ય સ્વચ્છતા ધરાવતા મોઢાના પોલાણમાં વિવિધ પ્રકારના સહજીવી સૂક્ષ્મજીવો (commensals) વસવાટ કરતા હોય છે. જો મોઢાની સફાઈ પૂરતી ન રહે તો તેમની સંખ્યાવૃદ્ધિ થાય છે અને મોઢું આવી જાય છે. તે સમયે મોઢામાં પીડાકારક સોજો આવે છે તથા ક્યારેક ચાંદાં પડે છે. તેને મોઢાના…
વધુ વાંચો >મુખસંવૃતતા, તંતુમય
મુખસંવૃતતા, તંતુમય (submucosal fibrosis) : મોઢાની અંદરની દીવાલની અક્કડતાને કારણે મોઢું ન ખોલી શકવાનો વિકાર. પાન-સોપારી-તમાકુ તથા તમાકુ-મસાલા (માવો) કે ગુટકા ખાનારાઓમાં ઘણી વખત આ વિકાર ઉદભવે છે. તેથી વ્યક્તિ પોતાનું મોઢું પૂરેપૂરું ખોલી શકતી નથી. ભારતમાં થતા મોઢાના કૅન્સરથી પીડાતા આશરે 30 %થી 50 % દર્દીઓમાં તે જોવા મળે…
વધુ વાંચો >મુખસ્વાસ્થ્ય
મુખસ્વાસ્થ્ય (Oral Health) : મોં અને તેમાંની દાંત, જીભ, અવાળું વગેરે સંરચનાઓનું આરોગ્ય. દાંત વગર જીવનની કક્ષા ઘટેલી રહે છે. વ્યક્તિ સ્વાદસભર આહાર અસરગ્રસ્ત થાય છે અને તેમને પોષણની ઊણપ પણ ઉદભવે છે. વાતચીતમાં પડતી મુશ્કેલી અને મુખાકૃતિમાં આવતો ફેરફાર પણ આત્મગૌરવ, પ્રત્યાયન (communication) અને સામાજિક આંતરક્રિયામાં ઘટાડો આણે છે.…
વધુ વાંચો >મુલર, પૉલ હર્માન
મુલર, પૉલ હર્માન (જ. 12 જાન્યુઆરી 1899, ઑલ્ટેન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 12 ઑક્ટોબર 1965, બાઝેલ) : તબીબી અને દેહધાર્મિક વિદ્યાના 1948ના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમને સંધિપાદ (arthopod) જંતુઓ સામે ડી.ડી.ટી એક અસરકારક સંસર્ગજન્ય વિષ છે એવું શોધી કાઢવા માટે આ સન્માન અપાયું હતું. તેઓ સ્વિસ રસાયણવિદ હતા અને બાઝેલ (Basel) ખાતે ભણ્યા…
વધુ વાંચો >મુલર, હર્માન જોસેફ
મુલર, હર્માન જોસેફ (Muller, Hermann Joseph) (જ. 2 ડિસેમ્બર 1890, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ.; અ. 5 એપ્રિલ 1967, બ્લૂમિંગ્ટન, ઇન્ડિયાના, યુ.એસ.) : સન 1946ના તબીબી અને દેહધાર્મિક વિદ્યાના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમણે એક્સ-રેના વિકિરણ વડે જનીનો(genes)માં વિકૃતિ (mutation) આવે છે તેની શોધ કરી હતી. આ ઉપરાંત પણ તેમણે અન્ય અનેક સફળતાઓ મેળવેલી…
વધુ વાંચો >મૂત્રકનલિકાગત અમ્લતાવિકાર
મૂત્રકનલિકાગત અમ્લતાવિકાર (Renal Tubular Acidosis) : મૂત્રપિંડના વિકારને કારણે શરીરમાં અમ્લતાનું પ્રાધાન્ય વધે તેવો વિકાર. કોઈ દ્રાવણમાં જ્યારે વિદ્યુત તરંગ પસાર કરાય ત્યારે તેમાં દ્રવિત થયેલા (dissolved) રસાયણમાંના ધન અને ઋણ આયનો છૂટા પડીને પ્રવાહમાં ડુબાડેલા વીજાગ્રો (electrolytes) તરફ ગતિ કરે છે. આવી રીતે અલગ પડી શકે તેવા રસાયણમાંના ધનાયન…
વધુ વાંચો >મૂત્રણ (micturition)
મૂત્રણ (micturition) : મૂત્રાશયમાં પેશાબનો સંગ્રહ કરીને તેને સમયાંતરે ખાલી કરવાની ક્રિયા. તેના પર ચેતાતંત્રનું નિયંત્રણ હોય છે. મૂત્રાશય(urinary bladder)ના મુખ્ય બે ભાગ છે – મૂત્રાશય-કાય તથા મૂત્રાશય-ત્રિભુજ (trigone). મૂત્રાશય-કાય એક પોલી તથા પેશાબના સંગ્રહ સાથે અમુક અંશે પહોળી થઈ શકતી કોથળી છે. તે મૂત્રક્ષેપી સ્નાયુ(detrusor muscle)ની બનેલી છે. મૂત્રાશયની…
વધુ વાંચો >મૂત્રદાહ
મૂત્રદાહ : પેશાબ કરતી વખતે અથવા ત્યારપછી તુરત થતી પીડા. દુર્મૂત્રતા(dysuria)ની સંજ્ઞાથી ઓળખાતી તકલીફોમાં ઘણી વખત પીડાકારક મૂત્રણ (micturition) ઉપરાંત મૂત્રણક્રિયામાં અટકાવ કે અવરોધ અનુભવાય તેનો પણ સમાવેશ કરાય છે. મૂત્રદાહ(દુ:મૂત્રતા) કરતા વિવિધ વિકારોમાં મૂત્રમાર્ગમાં ચેપ, ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) પછી થતી ઇસ્ટ્રોજન નામના અંત:સ્રાવની ઊણપ, યોનિશોથ(vaginitis), જનનાંગોમાં ચેપ, અંતરાલીય મૂત્રાશયશોથ (intestitial…
વધુ વાંચો >મૂત્રપિંડ-નિષ્ફળતા, દીર્ઘકાલી
મૂત્રપિંડ-નિષ્ફળતા, દીર્ઘકાલી (Chronic Renal Failure, CRF) લાંબો સમય ચાલતી મૂત્રપિંડની ક્રિયાનિષ્ફળતા. તેને દીર્ઘકાલી મૂત્રપિંડ અનુપાત અથવા અપર્યાપ્તતા (chronic renal insufficiency) પણ કહે છે. તેના નિદાન માટે મુખ્ય આવશ્યકતાઓ રૂપે કેટલીક સ્થિતિઓ, ચિહનો અને લક્ષણો છે; જેમ કે, મહિનાઓ કે વર્ષો સુધી સતત વધતી જતી નત્રલવિષરુધિરતા (azotaemia), મૂત્રવિષરુધિરતા(uraemia)નાં લાંબા સમય સુધી…
વધુ વાંચો >મૂત્રપિંડરુગ્ણતાઓ, સગુચ્છ
મૂત્રપિંડરુગ્ણતાઓ, સગુચ્છ (glomerulo-nepheropathies) : મૂત્રકગુચ્છ(glomerulus)નો કોઈ ભાગ અસરગ્રસ્ત થવાથી થતા મૂત્રપિંડના રોગો. તેમને ગુચ્છમૂત્રપિંડરુગ્ણતા પણ કહે છે. મૂત્રકગુચ્છના વિવિધ ભાગો અસરગ્રસ્ત થઈ શકે છે; જેમ કે, અધિચ્છદ(epithelium)ના પાદકોષો (podocytes), તલપટલ (basement membrane), કેશવાહિનીઓનું અંતશ્ચછદ (endothelium) અને મધ્યપેશી (mesangium). મોટાભાગે તે શોથ(inflammation)ના વિકાર રૂપે જોવા મળે છે. શોથના વિકારના ભાગ રૂપે…
વધુ વાંચો >