શિલીન નં. શુક્લ

મદ્યવશતા

મદ્યવશતા (alcoholism) : દારૂ પીવાની લતે ચડેલ બંધાણીને આરોગ્યલક્ષી, સામાજિક અને આર્થિક રીતે પાયમાલ કરી દે તેવી ટેવનો વિકાર. આથી દારૂ પીનારાને વારંવાર અને વધુ ને વધુ પ્રમાણમાં દારૂ પીવાની ઇચ્છા થાય છે. સ્વીડનની સરકારની જાહેર આરોગ્ય સંસ્થા મૅગ્નસ હસ દ્વારા 1849માં આ વિકારનું નિદાન કરવામાં આવ્યું હતું. અમેરિકાના માનસચિકિત્સકોના…

વધુ વાંચો >

મધુપ્રમેહ

મધુપ્રમેહ (diabetes mellitus) ઇન્સ્યુલિન નામના અંત:સ્રાવની સંપૂર્ણ અથવા સાપેક્ષ ઊણપને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારતો મધ્યાવર્તી ચયાપચય(intermediary metabolism)નો રોગ. શરીરમાં ઊર્જા(શક્તિ)ના ઉત્પાદન માટે તથા અન્ય કાર્યો માટે થતી રાસાયણિક ક્રિયાઓના સમૂહને ચયાપચય (metabolism) કહે છે. જો શરીરમાં ઇન્સ્યુલિનની ઊણપ ઊભી થાય અથવા જેટલી તેની જરૂરિયાત હોય તેના કરતાં ઓછું ઇન્સ્યુલિન…

વધુ વાંચો >

મધુમેહ, મૂત્રપિંડજન્ય

મધુમેહ, મૂત્રપિંડજન્ય (renal glycosuria) : મધુપ્રમેહના રોગની ગેરહાજરીમાં પેશાબમાં ગ્લુકોઝ જવો તે. મૂત્રપિંડ દ્વારા થતા ગ્લુકોઝના ઉત્સર્ગની ઉંબરસીમા (threshold value) નીચી હોય ત્યારે પેશાબમાં તે વહી જાય છે. આ વિકાર યુવાનોમાં જોવા મળે છે અને દેહસૂત્રી (અલિંગસૂત્રી) પ્રચ્છન્ન (autosomal recessive) પ્રકારના વારસાથી તે ઊતરી આવતો હોય છે. તેને મધુપ્રમેહ સાથે…

વધુ વાંચો >

મધ્યાંતરી સ્વસ્થતા

મધ્યાંતરી સ્વસ્થતા (lucid interval) : માથાને થયેલી ઈજા પછી ઉદભવતી થોડા સમયની બેભાનાવસ્થા તથા ઈજાને કારણે મગજમાં ખૂબ લોહી વહી ગયું હોય અને તેને કારણે ઉદભવતી બેભાનાવસ્થાની વચ્ચેનો સભાનાવસ્થાનો ટૂંકો સમયગાળો. માથાને જ્યારે જોરદાર હલાવી નાંખતી ઈજા થાય ત્યારે ખોપરીમાંની મગજની મૃદુપેશીનું કાર્ય થોડાક સમય માટે ઘટી જાય છે અને…

વધુ વાંચો >

મન-તન-સંબંધ (psychosomatisation) અને વિકારો

મન-તન-સંબંધ (psychosomatisation) અને વિકારો વ્યક્તિત્વ, વર્તન, સામાજિક વાતાવરણ અને વ્યક્તિના શારીરિક બંધારણના આંતરસંબંધો અને તેમાં ઉદભવતા વિકારો. દરેક વ્યક્તિને પોતાનાં આગવાં જનીની (genetic), અંત:સ્રાવી (hormonal), પ્રતિરક્ષાલક્ષી (immunological) અને ચેતાતંત્રલક્ષી (neurological) પરિબળો હોય છે. તેને તેમનું જૈવિક પરિવૃત્ત (biological sphere) કહે છે. આ ઉપરાંત દરેક વ્યક્તિને પોતાનું માનસિક પરિવૃત્ત હોય છે;…

વધુ વાંચો >

મનશ્ચિકિત્સા

મનશ્ચિકિત્સા (psychotherapy) : માનસિક ઉપચારની તાલીમ પામેલા વ્યાવસાયિક નિષ્ણાત દ્વારા મનોવૈજ્ઞાનિક સાધનોની મદદથી લાગણીજન્ય સમસ્યાઓની સારવાર કરવાની પદ્ધતિ. તેને માનસોપચાર પણ કહે છે. તેની મદદથી દર્દીની તકલીફો ઘટે છે, દૂર થાય છે અથવા તેમાં ફેરફાર થાય છે. દર્દીના બગડેલા વર્તનમાં ફેરફાર થાય છે અને/અથવા તેના વ્યક્તિત્વનાં વૃદ્ધિ અને વિકાસને યોગ્ય…

વધુ વાંચો >

મનશ્ચિકિત્સાવિદ્યા

મનશ્ચિકિત્સાવિદ્યા (Psychiatry) સારણી : 1. મનશ્ચિકિત્સાવિદ્યાનાં વિવિધ પાસાં. ક.    મનશ્ચિકિત્સાવિકાર (psychiatric disorder) ખ.   માનસિક આરોગ્ય (mental health) ગ.   માનસિક વિકારોની નિદાનપ્રક્રિયા ઘ.    મન:સ્થિતિનું પરીક્ષણ (examination of mental status) ઙ.    માનસિક વિકારોનું વર્ગીકરણ       (1)   મગજના રોગોથી થતી માનસિક અસ્વસ્થતાઓ (પેશીવિકૃતિજન્ય માનસિક વિકારો – organic mental disorders)             (અ)   સંનિપાત…

વધુ વાંચો >

મન:શસ્ત્રક્રિયા

મન:શસ્ત્રક્રિયા (Psychosurgery) : માનસિક રોગોના ઉપચારમાં કરાતી મગજની શસ્ત્રક્રિયા. ઈગાસ મોનિઝે 1936માં સૌપ્રથમ દર્શાવ્યું હતું કે મગજના આગળના ભાગ(અગ્રસ્થ ખંડ, frontal lobe)માં આલ્કોહૉલનું ઇન્જેક્શન આપવાથી તીવ્ર મનોવિકાર(psychosis)ના દર્દીઓમાં જોવા મળતી લાગણી અથવા ભાવની વિધ્યાનતા (emotional distraction) ઘટે છે. માનસિક રોગોમાં ક્યારેક મોટા મગજમાંના પોલાણ (ventricle)ની આગળ એક છેદ કરીને બંને…

વધુ વાંચો >

મનોભ્રંશ

મનોભ્રંશ (dementia) : વ્યક્તિની સામાજિક અને આર્થિક ક્રિયાઓને અસર કરે તેવી રીતે તેની વૈધિક ક્રિયાઓમાં થયેલા સતત અને કાયમી ઘટાડાની સ્થિતિ. (1) ભાષા, (2) સ્મૃતિ, (3) અંતર જાણવાનું ર્દષ્ટિકૌશલ્ય (visuospatial skill), (4) લાગણીઓ અને વ્યક્તિત્વ તથા (5) સંક્ષિપ્તીકરણ (abstraction) કરવું, ગણતરી કે અંદાજો બાંધવાની ક્ષમતા જેથી બોધાત્મકતા (cognition) વગેરે 5…

વધુ વાંચો >

મનોલક્ષી માપનકસોટીઓ

મનોલક્ષી માપનકસોટીઓ (psychometric tests) : ચેતાતંત્રના વિકારોના મૂલ્યાંકનમાં ઉપયોગી થતી મનોલક્ષી કસોટીઓ. તેનાં પરિણામોને દર્દીની હાલત સાથે સરખાવીને અર્થઘટન કરાય છે. કોઈ એક કસોટીની અંતર્ગત મર્યાદા દૂર કરવા કસોટીસમૂહ (battery of tests) વપરાય છે. ગુરુમસ્તિષ્ક(મોટા મગજ)ના રોગમાં બૌદ્ધિક ક્રિયાક્ષમતા અસરગ્રસ્ત થાય છે, પરંતુ તેની કક્ષાને મૂળની રોગની તીવ્રતા સાથે ખાસ…

વધુ વાંચો >