શિલીન નં. શુક્લ
ભૂખમરો
ભૂખમરો (starvation) (આયુર્વિજ્ઞાન) : સતત અને લાંબા સમય સુધી ખોરાક ન મળે તેવી સ્થિતિ. (તેનાં કારણો અને તેનાથી ઉદભવતા વિકારો તથા દેહધાર્મિક પરિણામો માટે જુઓ ‘ઉપવાસ’ તથા ‘ન્યૂનતાજન્ય વિકારો’.) જો કોઈ વ્યક્તિ પૂરતી કૅલરી(ઊર્જા)વાળો પણ અપૂરતા પ્રોટીનવાળો ખોરાક લાંબા સમય માટે લે તો તેના શરીરમાંના પ્રોટીનનો જથ્થો વપરાઈ જાય છે.…
વધુ વાંચો >ભ્રાંતિ (delusion)
ભ્રાંતિ (delusion) : માનસિક વિકારોમાં જોવા મળતી પોતાના વિશેની ખોટી માન્યતા, છાપ કે મનોભ્રમ (hallucination), જે સત્યની જાણ થતાં દૂર થાય છે. તે ક્યારેક ઉપદંશના, મગજને અસર કરતા છેલ્લા તબક્કામાં પણ જોવા મળે છે. આવી ભ્રાંતિમાં વ્યક્તિ જો પોતાને બિનઉપયોગી કે વ્યર્થ માને તો તેને ખિન્નતાજન્ય ભ્રાંતિ (depressive delusion) કહે…
વધુ વાંચો >મકાઈ
મકાઈ એકદળી વર્ગમાં આવેલી એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zea mays Linn. (હિં., ગુ., મ., મકાઈ; બં., ભુટ્ટા, જોનાર; તે. મક્કાજોન્નાલુ, મોક્કાજાના.; અં., મેઇઝ, કૉર્ન) છે. તે મજબૂત, એકગૃહી (monoecious) અને એકવર્ષાયુ તૃણ છે અને તેની વિવિધ પ્રાદેશિક જાતો 0.43 મી. થી માંડી 6.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. તેનું…
વધુ વાંચો >મગ
મગ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna radiata (Linn.) Wilczek syn. Phaseolus radiatus Linn. P. aureus Roxb. (સં. મુદ્ગ; મ. મૂગ; હિં. મૂંગ; ગુ. મગ; તે. પચ્ચા પેસલુ; તા. પચ્ચો પાયરૂ; ક. હેસરું, મલ. ચેરૂ પાયક; અં. ગ્રીન ગ્રૅમ, ગોલ્ડન ગ્રૅમ) છે.…
વધુ વાંચો >મગફળી
મગફળી દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Arachis hypogea Linn. (સં. ભૂચણક, તૈલકંદ; મ. ભૂંયામૂંગ; હિં. મૂંગફલી, ચીના બદામ, વિલાયતી મૂંગ; બં. ચિનેર બાદામ; ગુ. મગફળી, ભોંય-મગ; અં. ગ્રાઉન્ડનટ, મંકીનટ, પીનટ) છે. તે ભૂપ્રસારી કે ટટ્ટાર, 30 સેમી.થી 60 સેમી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય…
વધુ વાંચો >મચકોડ
મચકોડ (sprain) : બે હાડકાંને એકબીજા જોડે જોડી રાખતા અસ્થિબંધ(ligament)ને થતી ઈજા. બે હાડકાંને એકબીજા સાથે જોડી રાખતી તથા તેમની વચ્ચેના સાંધાઓને મજબૂત અને સ્થિર રાખતી તંતુમય પેશીના પટ્ટા કે રજ્જુ આકારની સંરચનાઓને અસ્થિબંધ કહે છે. હાડકાં સાથે જોડાયેલો સ્નાયુ ખેંચાઈ જાય કે તેને હાડકાં સાથે જોડતા સ્નાયુબંધ (tendon) નામના…
વધુ વાંચો >મઠ
મઠ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna aconitifolia (Jacq.) Marechal syn. Phaseolus aconitifolius Jacq. (હિં. મોઠ, ભ્રિંગા; બં. બેરી; મ. , ગુ. મઠ; તે. કુંકુમપેસાલુ; પં. ભિનોઇ; અં. મટબીન) છે. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, 15 સેમી.થી 20 સેમી. ઊંચી શાકીય જાતિ છે…
વધુ વાંચો >મણકાની તકતીના રોગો
મણકાની તકતીના રોગો : પીઠમાં આવેલા કરોડસ્તંભના બે મણકાની જોડ વચ્ચે આવેલી તકતીના રોગો. બે મણકાની વચ્ચે આવેલી તકતીને આંતરમણકા તકતી (intervertebral disc) કહે છે. તેના મુખ્ય 3 ભાગ છે : કાસ્થિમય અંતિમ ચકતી (cartilage end-plate), મૃદુનાભિ (neucleus pulposus) અને તંતુમય વલયિકા (annulus fibrosus). કરોડના મણકા અને તકતી વચ્ચે પાતળી…
વધુ વાંચો >મણકારુગ્ણતા
મણકારુગ્ણતા (spondylosis) : ધીમે ધીમે શરૂ થઈને વધતો જતો કરોડસ્તંભના મણકાનો અપજનનશીલ (degenerative) વિકાર. સામાન્ય રીતે તે ડોકના વિસ્તારમાં કે કમર(કટિ)ના વિસ્તારમાં જોવા મળે છે. ડોકમાં થતી મણકારુગ્ણતાને ગ્રીવાલક્ષી મણકારુગ્ણતા (cervical spondylosis) કહે છે. જ્યારે કેડમાં થતા વિકારને કટિલક્ષી મણકારુગ્ણતા (lumbar spondylosis) કહે છે. (1) ગ્રીવાલક્ષી મણકારુગ્ણતા : સામાન્ય રીતે…
વધુ વાંચો >મણકાશોથ, બદ્ધસંધિ
મણકાશોથ, બદ્ધસંધિ (ankylosing spondylitis) : સતત વધતો જતો અને સાંધાઓને અક્કડ બનાવતો પીડાકારક સાંધાના સોજા(શોથ)નો વિકાર. તેને મેરી-સ્ટ્રુમ્પેલ(Marie-Strumpell)નો રોગ પણ કહે છે. પીડાકારક સોજો કરતા વિકારને શોથ (inflammation) કહે છે. આ વિકારમાં મુખ્યત્વે કરોડસ્તંભના સૌથી નીચે આવેલા ત્રિકાસ્થિ (sacrum) નામના હાડકા અને નિતંબના હાડકા વચ્ચે આવેલો સાંધો અસરગ્રસ્ત થાય છે.…
વધુ વાંચો >