શિલીન નં. શુક્લ
કોડીન (આયુર્વિજ્ઞાન)
કોડીન (આયુર્વિજ્ઞાન) : અફીણાભ (opioid) જૂથનું ઔષધ. તે જૂથને નશાકારક પીડાનાશકો(narcotic analgesics)નું જૂથ પણ કહેવાય છે. તેનો મુખ્ય ઉપયોગ દુખાવો અને સતત રહેતી ઉધરસને કાબૂમાં લેવા માટે થાય છે. ઔષધરૂપે કોડીન સલ્ફેટ અને કોડીન ફૉસ્ફેટ એમ બે પ્રકારનાં રસાયણો 15થી 60 મિગ્રા.ની ગોળીઓ કે દ્રાવણરૂપે મળે છે, જે મુખમાર્ગે લઈ…
વધુ વાંચો >કોઢ
કોઢ (vitiligo) : ચામડીનો રંગ નિશ્ચિત કરતા રંજક (વર્ણક) દ્રવ્ય (pigment) ધરાવતા કોષોની ઊણપથી થતો સફેદ ડાઘવાળો રોગ. સામાન્ય ચામડીનો રંગ લોહીમાંના હીમોગ્લોબિન તથા ચામડીમાંના કેરેટિન (પીતદ્રવ્ય) અને મેલેનિન(કૃષ્ણદ્રવ્ય)ને આભારી છે. પીતદ્રવ્ય (પીળો રંગ) અને કૃષ્ણદ્રવ્ય(શ્યામ રંગ)નું સાપેક્ષ પ્રમાણ ચામડીને શ્યામ, પીળી, શ્વેત કે ઘઉંવર્ણી બનાવે છે. આ પ્રકારનો તફાવત…
વધુ વાંચો >કૉલેરા
કૉલેરા : વિબ્રીઓ કૉલેરી નામના જીવાણુથી થતો અતિશય ઝાડા કરતો ઉગ્ર પ્રકારનો ચેપી રોગ. ક્યારેક તેનો હુમલો અતિઉગ્ર અને જીવનને જોખમી પણ હોય છે. તે ફક્ત માણસમાં જ થતો ચેપી રોગ છે જે ક્યારેક ખૂબ સામાન્ય તો ક્યારેક અતિશય તીવ્ર સ્વરૂપે જોવા મળે છે. અતિશય ઝાડાને કારણે શરીરમાંનું પ્રવાહી ઘટી…
વધુ વાંચો >કોષચક્ર
કોષચક્ર : કોષોનું જીવનચક્ર. કોષના જીવનના મહત્વના તબક્કાઓ એટલે તેનો ઉદભવ, તેનું વિભેદન (differentiation), તેનું જીવનકાર્ય, તેનો નાશ અથવા સંખ્યાવૃદ્ધિ માટે તેનું દ્વિભાજન (mitosis) અને આ દ્વિભાજનને અંતે ઉદભવતા નવા કોષોનું પણ જીવન ક્રમશ: આ જ રીતે ચાલે. જનકકોષમાંથી કોષદ્વિભાજન દ્વારા ઉદભવતો કોષ જો સંખ્યાવૃદ્ધિની તાત્કાલિક જરૂર ન હોય તો…
વધુ વાંચો >કોષ-પૃથક્કારક
કોષ-પૃથક્કારક (cell separator) : લોહીના કોષોને અલગ પાડતું યંત્ર. લોહીના કોષોને તથા પ્રવાહીના ઘટકોને અલગ પાડવાની પ્રક્રિયાને પૃથગ્ભવન (apheresis) કહે છે. તેની મદદથી સારવાર માટે લોહીના અલગ અલગ ઘટકોને જુદા પાડી શકાય છે. તેથી લોહીનો વિશિષ્ટ અને જરૂરી ઘટક આપવાની વ્યવસ્થા થઈ શકે છે. જ્યારે નસમાંથી સીધેસીધું અથવા કોષ-પૃથક્કારકની મદદથી…
વધુ વાંચો >કોષભક્ષિતા
કોષભક્ષિતા : શરીરના વિશિષ્ટ કોષો ચેપકારક સૂક્ષ્મ જીવોને ગળી જઈને મારી નાખે તે ક્રિયા. મેક્ટિકનકોફે આ ક્રિયાનો અભ્યાસ કરીને દર્શાવ્યું છે કે તેમાં મુખ્યત્વે બે પ્રકારના કોષો ભાગ લે છે. જીવાણુ તથા અન્ય બાહ્ય પદાર્થોને ગળી જઈને પોતાના કોષરસમાં પચાવી નાખતા કોષોને સૂક્ષ્મભક્ષી કોષો (microphages) અને મહાભક્ષીકોષો (macrophages) એમ બે…
વધુ વાંચો >કોષવિદ્યા
કોષવિદ્યા (cytology) (આયુર્વિજ્ઞાન) : કોષના સૂક્ષ્મદર્શીય અભ્યાસ વડે નિદાન કરવાની પદ્ધતિ. જીવશાસ્ત્રમાં કોષો વિશેના અભ્યાસને કોષવિદ્યા કહે છે જ્યારે આયુર્વિજ્ઞાનમાં કોષોના અભ્યાસ દ્વારા કરાતા નિદાનને કોષવિદ્યાલક્ષી નિદાન કહે છે અને તે પદ્ધતિને કોષવિદ્યાલક્ષી તપાસ અથવા કોષવિદ્યા કહે છે. પેપેનિકોલાઉ (Papanicolaou) નામના વૈજ્ઞાનિકે કોષોનો અભ્યાસ કરવાની કસોટી વિકસાવી હતી તેથી તેના…
વધુ વાંચો >કોષ્ઠીય વિકારો
કોષ્ઠીય વિકારો (cystic disorders) : શરીરના અવયવોમાં કોષ્ઠ (cyst) ઉદભવે તેવા વિકારો. મોટા ભાગના કિસ્સામાં જન્મજાત જનીનીય વિકૃતિને કારણે કોષ્ઠ બને છે. કોષ્ઠ એટલે પ્રવાહી ભરેલી પાતળી દીવાલવાળી કોથળી જે કોઈ વાહિની કે નળીમાં ખૂલતી ન હોય. આ કોષ્ઠ થવાને કારણે તેની આસપાસના અવયવની પ્રમુખપેશી (parenchyma) દબાય, જે તેની કાર્યક્ષમતા…
વધુ વાંચો >કૉસેલ આલ્બ્રેક્ટ
કૉસેલ, આલ્બ્રેક્ટ (જ. 16 સપ્ટેમ્બર 1853, રોઝટોક; અ. 5 જુલાઈ 1927, હાઇડલબર્ગ) : કોષમાંની રાસાયણિક ક્રિયાઓના અભ્યાસ માટે 1910માં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. વેપારી અને પ્રશિયન કૉન્સલના પુત્ર. શરૂઆતમાં કસરતબાજ તરીકેની તાલીમ મેળવી. ત્યાર બાદ સ્ટ્રેસબર્ગ યુનિવર્સિટીમાં તબીબી શિક્ષણ લીધું. તે સમયે શરીરક્રિયાશાસ્ત્રવિદ રસાયણશાસ્ત્રી ઈ. એફ. હોપસાઇલરના પ્રભાવ નીચે આવ્યા.…
વધુ વાંચો >કોહેન સ્ટેન્લી
કોહેન, સ્ટેન્લી (જ. 17 નવેમ્બર 1922, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 5 ફેબ્રુઆરી 2020, નેશવિલે, યુ. એસ.) : રીટા લેવી-મૉન્ટાલ્સિનીની સાથે 1986નું શરીરક્રિયાશાસ્ત્ર અથવા તબીબી વિદ્યાશાખાનું નોબેલ પારિતોષિક મેળવનાર તબીબ. બંનેએ શરીરના અપક્વ કોષોના પૂર્ણ વિકસનમાં જરૂરી એવો સૌપ્રથમ વૃદ્ધિકારક ઘટક (growth factor) શોધી કાઢ્યો. 1951માં લેવી-મૉન્ટાલ્સિનીએ સૌપ્રથમ ચેતાકોષોની વૃદ્ધિ અને વિકાસ…
વધુ વાંચો >