શિલીન નં. શુકલ

ક્ષય, હાડકાં અને સાંધાનો

ક્ષય, હાડકાં અને સાંધાનો : હાડકાં અને હાડકાંના સાંધાનો ક્ષય થવો તે. પ્રાગ્-ઐતિહાસિક સમયમાં પણ તેનું અસ્તિત્વ હતું. તે સમયે કરોડના મણકામાં પોટનો ક્ષય રોગ થવાથી પીઠમાં ઢેકો (gibbus) થતો હતો. હાલ પણ કરોડના મણકાનો ક્ષય (tuberculous spondylitis) જ હાડકાંમાં સૌથી વધુ થતો ક્ષયજન્ય વિકાર છે. પુખ્ત વયે પીઠ અને…

વધુ વાંચો >

ગી(યા)માં, રોજર ચાર્લ્સ

ગી(યા)માં, રોજર ચાર્લ્સ (જ. 11 જાન્યુઆરી 1924, ડીઝોં, ફ્રાન્સ; અ. 21 ફેબ્રુઆરી 2024, ડેલમેર, યુ. એસ. એ.) : ACTH (એડ્રિનોકૉર્ટિકોટ્રોપિક હૉર્મોન)ના સંશોધન બદલ ઍન્ડ્રુ શૅલી અને રોઝેલીન યૅલો સાથે નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર જૈવરસાયણશાસ્ત્રી (biochemist). તેઓ બૅયલર કૉલેજ ઑવ્ મેડિસિન(હ્યૂસ્ટન, ટેક્સાસ, યુ.એસ.)માં જોડાયા. તેમણે પીયૂષિકા (pituitary) ગ્રંથિના અંત:સ્રાવોના વિસ્રવણનું નિયમન…

વધુ વાંચો >

જલશોફ (oedema)

જલશોફ (oedema) : પેશી અને અંગોમાં કોષોની બહાર પાણીના મુક્ત રીતે ભરાવાથી સોજો આવવો તે. 65 કિગ્રા. વજનવાળા તંદુરસ્ત માણસમાં આશરે 40 લિટર પાણી હોય છે. તેમાંનું 28 લિટર કોષોની અંદર, 9 લિટર કોષોની આસપાસ અને 3 લિટર લોહીમાં હોય છે (આકૃતિ 1). પાણી કોષોના જુદા જુદા પટલોમાં થઈને લગભગ…

વધુ વાંચો >

જ્વર, ડેન્ગ્યૂ

જ્વર, ડેન્ગ્યૂ (Dengue fever) : ટોગા વિષાણુ(ડેન્ગ્યૂ-પ્રકાર1-4)થી થતો તાવ અને લોહી વહેવાનો વિકાર. તેના વિષાણુનો મુખ્ય આશ્રયદાતા માણસ છે. તે એડીઝ ઇજિપ્તી નામના મચ્છરથી ફેલાય છે. ખાસ કરીને તે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે છે. વિવિધ અભ્યાસોમાં તેનાથી થતું મૃત્યુનું પ્રમાણ 0 %થી 10 % છે. ગરમીની ઋતુમાં મચ્છરનો…

વધુ વાંચો >

થાયમસ

થાયમસ (વક્ષસ્થ ગ્રંથિ) : છાતીના ઉપલા ભાગમાં આવેલો પ્રતિરક્ષાલક્ષી (immunological) અવયવ. ચેપ અને રોગો સામે શરીરનું રક્ષણ કરતું તંત્ર પ્રતિરક્ષાતંત્ર (immune system) નામે ઓળખાય છે. તેમાં લોહીના શ્વેતકોષોના એક પ્રકારના લસિકાકોષો (lymphocytes) મહત્વનો ભાગ ભજવે છે. થાયમસગ્રંથિ લસિકા-તંત્ર(lymphatic system)નો બે ખંડો(lobes)વાળો એક અવયવ છે. છાતીમાં બે ફેફસાંની વચ્ચે આવેલા ભાગને…

વધુ વાંચો >

થૂલિયો

થૂલિયો (Thrush) : મોંમાં ચાંદાં પર દહીં જેવી સફેદ પોપડી બનાવતો શ્વેતફૂગ(Candida albicans)નો ચેપ. તેનું સૌપ્રથમ વર્ણન 1839માં થયેલું નોંધાયેલું છે. તેની પોપડીને સહેલાઈથી દૂર કરી શકાય છે અને ત્યારે તેની નીચેનું શોથજન્ય (inflammed) ચાંદું જોવા મળે છે. તે શીશી વડે દૂધ લેતાં શિશુઓ અને રોગપ્રતિકારની ખામીવાળી પુખ્ત વ્યક્તિઓમાં જોવા…

વધુ વાંચો >

દાંત કચકચાવવા

દાંત કચકચાવવા (bruxism) : રાતના ઊંઘમાં દાંતને એકબીજા જોડે ઘસવાની ક્રિયા. જે વ્યક્તિને તે થતું હોય તેને માટે તે ખાસ મહત્વનું લક્ષણ (symptom) હોતું નથી; પરંતુ તેની સાથે સૂનારને તે ક્યારેક અકળાવે છે. સામાન્ય રીતે મનાય છે કે બાળકોમાં તેનું મુખ્ય કારણ આંતરડામાંનાં કૃમિ છે – ખાસ કરીને ઑક્ઝયુરિસ વર્મિક્યુલારિસ.…

વધુ વાંચો >

દુ:સંભોગ

દુ:સંભોગ (dyspareunia) : પીડાકારક જાતીય સમાગમ. તે યોનિ(vagina)ના સ્થાનિક વિકારો કે કેટલાક માનસિક વિકારોમાં જોવા મળતો એક દોષ (symptom) છે. તેમાં મુખ્યત્વે યોનિની દીવાલના સ્નાયુઓનું સતત આકુંચન (spasm) થતું હોય છે. યોનિની દીવાલના સ્નાયુઓના પીડાકારક સતત આકુંચનને યોનિપીડ (vaginismus) કહે છે. જો દુ:સંભોગની સમયસર સારવાર ન થાય તો યોનિપીડનો વિકાર…

વધુ વાંચો >

પ્રતિરક્ષી ન્યૂનતા (immunodeficiency)

પ્રતિરક્ષી ન્યૂનતા (immunodeficiency) : રોગપ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થવાથી ઉદભવતી સ્થિતિ. તેવી સ્થિતિવાળા દર્દીને અલ્પરક્ષી આશ્રયદાતા (compromised host) કહે છે. પ્રતિરક્ષાની ઊણપ થવાનાં વિવિધ કારણો હોય છે. તેનું સૌથી મહત્વનું કારણ ‘એઇડ્ઝ’ નામનો રોગ છે (જુઓ વિશ્વકોશ ખંડ 3). પ્રતિરક્ષા (immunity) મુખ્યત્વે 2 પ્રકારની છે : અંતર્ગત અને બહારથી મેળવેલી (ઉપાર્જિત).…

વધુ વાંચો >

પ્રતિવિષ (antidote)

પ્રતિવિષ (antidote) : ઝેર(વિષ)ની અસરને નાબૂદ કરતાં દ્રવ્યો. તેમને ઝેરનું મારણ પણ કહે છે. તેઓ 3 પ્રકારે કાર્ય કરે છે – ભૌતિક, રાસાયણિક અને દેહધાર્મિક (physiological). કેટલાંક દ્રવ્યો ઝેરને ભૌતિક ક્રિયા દ્વારા નિષ્ક્રિય કરે છે, જેમ કે સક્રિયકૃત કોલસો (activated charcoal) જ્યારે 4થી 5 ગ્રામની માત્રામાં આપવામાં આવે ત્યારે કેટલાંક…

વધુ વાંચો >