શિક્ષણ
એન.સી.સી.
એન.સી.સી. (National Cadet Corps) : જુઓ નૅશનલ કૅડેટ કોર
વધુ વાંચો >એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડૉલોજી
એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડૉલોજી : જુઓ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર.
વધુ વાંચો >એલ્ફિન્સ્ટન માઉન્ટસ્ટુઅર્ટ
એલ્ફિન્સ્ટન માઉન્ટસ્ટુઅર્ટ (જ. 6 ઑક્ટોબર 1779, ડનબાર્ટન-શાયર, સ્કૉટલૅન્ડ; અ. 20 નવેમ્બર 1859, હુકવુડ, ઇંગ્લૅંડ) : ભારતમાં બ્રિટિશ અધિકારી, કાબેલ વહીવટદાર અને શિક્ષણનો હિમાયતી. તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ‘રાઇટર’ તરીકે કોલકાતામાં 1795માં દાખલ થયો હતો. એ અંગ્રેજી ભાષાનો વિદ્વાન હતો અને લૅટિન તથા ગ્રીક ભાષા જાણતો હતો. એણે ફારસી અને સંસ્કૃતનો…
વધુ વાંચો >ઑક્સફર્ડ યુનિવર્સિટી
ઑક્સફર્ડ યુનિવર્સિટી : બ્રિટનની અગ્રગણ્ય યુનિવર્સિટી. 1167ની સાલમાં પૅરિસ યુનિવર્સિટીમાં બ્રિટિશ વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો બંધ થતાં બારમી સદીના અંતભાગમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના થઈ. શરૂઆતમાં તે પૅરિસ યુનિવર્સિટીના નમૂના પર રચાઈ હોવાથી તેમાં ધર્મ, કાયદાશાસ્ત્ર, ચિકિત્સા અને વિનયનના અભ્યાસક્રમો શીખવાતા હતા. એ અરસામાં યુનિવર્સિટીનાં પોતાનાં મકાનો ન હતાં, પણ ભાડાનાં મકાનોમાં…
વધુ વાંચો >ઓપન યુનિવર્સિટી
ઓપન યુનિવર્સિટી : ઘેર બેઠાં મુક્ત શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણની સુવિધા આપતી યુનિવર્સિટી. શિક્ષણ દ્વારા વ્યક્તિનું સશક્તીકરણ (empowerment) થવાની સાથે સાથે સમાજનો પણ વિકાસ થતો હોય છે એ સર્વસ્વીકૃત સત્ય છે. વિશ્વબૅંકના વર્ષ 2002ના અહેવાલ મુજબ જે દેશની વસ્તીના ઓછામાં ઓછા 70 % લોકોએ સાતથી આઠ વર્ષનું પ્રાથમિક શિક્ષણ મેળવેલું…
વધુ વાંચો >ઔષધશાસ્ત્ર-શિક્ષણ (ભારતમાં)
ઔષધશાસ્ત્ર-શિક્ષણ (ભારતમાં) : ઔષધશાસ્ત્ર(pharmacy)ની વિવિધ શાખાઓમાં પારંગત નિષ્ણાતો તૈયાર કરવાનું વિશિષ્ટ શિક્ષણ. ભારતમાં પદ્ધતિસરના ફાર્મસી-શિક્ષણની શરૂઆત બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જુલાઈ, 1932થી બી.એસસી. ડિગ્રીમાં ફાર્મસ્યૂટિકલ કેમિસ્ટ્રીને એક વિષય તરીકે રાખવાની મંજૂરીથી થઈ ગણાય. આમાં પ્રેરણા પંડિત મદનમોહન માલવિયાની, સલાહસૂચનો કર્નલ આર. એન. ચોપરા, રાજશેખર બોઝ, સર પી. સી. રે અને સર…
વધુ વાંચો >કનોરિયા સેન્ટર ફૉર આર્ટ્સ
કનોરિયા સેન્ટર ફૉર આર્ટ્સ : લલિત કલાના ક્ષેત્રે અભિનવ પદ્ધતિએ શિક્ષણ આપતું અમદાવાદનું વિશિષ્ટ કલાકેન્દ્ર. 1971માં સ્થપાયેલા ‘ધ ક્રિયેટિવ આર્ટ્સ ફંડ’ તથા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સહયોગથી 1984માં આ કેન્દ્રની સ્થાપના થઈ. અહીં કયા પ્રકારની શિક્ષણપ્રથા અપનાવવી તે માટે નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવવા સપ્ટેમ્બર 1983માં વિવિધ પ્રવૃત્તિક્ષેત્રના દેશભરના અગ્રણી નિષ્ણાતોનો પરિસંવાદ યોજવામાં…
વધુ વાંચો >કપૂર જગતનારાયણ
કપૂર, જગતનારાયણ (જ. 7 સપ્ટેમ્બર 1923, દિલ્હી; અ. 4 સપ્ટેમ્બર 2002, દિલ્હી) : ખ્યાતનામ ગણિતશાસ્ત્રી, સમર્થ વહીવટકર્તા, ગાંધી-વિવેકાનંદ અને અરવિંદના આદર્શોના ચુસ્ત પુરસ્કર્તા. દિલ્હીના લલિતનારાયણ કપૂરને ત્યાં તેમનો જન્મ થયો હતો. તેઓ દિલ્હીની મહર્ષિ દયાનંદ ઍંગ્લો વર્નાક્યુલર હાઈસ્કૂલ, દરિયાગંજ હિંદુ કૉલેજ અને દિલ્હી યુનિવર્સિટીના અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે ગણિતશાસ્ત્રના…
વધુ વાંચો >કલાશિક્ષણ
કલાશિક્ષણ : લલિત કલાઓનું શિક્ષણ. કલાના વ્યવસ્થિત શિક્ષણ માટે તત્કાલીન મુંબઈ રાજ્યમાં 1857માં જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ, વડોદરામાં 1890માં કલાભવન અને કચ્છમાં 1877માં કલાશાળા ખોલવામાં આવેલ. પ્રથમ બે કલાશાળાઓ ચિત્રકલા, પેઇન્ટિંગ, મૉડેલિંગ, ઍપ્લાઇડ આર્ટ વગેરે વિષયો શીખવતી હતી. સંગીત વ્યક્તિગત સંગીતકાર પાસેથી ગુરુ પરંપરાનુસાર શીખવાતું હતું. 1935માં વ્યાવસાયિક કલાને…
વધુ વાંચો >