શિક્ષણ
અહમદ, ઝિયાઉદ્દીન
અહમદ, ઝિયાઉદ્દીન (જ. 13 ફેબ્રુઆરી 1873, મેરઠ, ઉત્તરપ્રદેશ; અ. 23 ડિસેમ્બર 1947, લંડન, યુ.કે.) : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ. ગરીબ પરિવારમાં જન્મેલા ઝિયાઉદ્દીન અહમદે પોતાની તેજસ્વિતાને આધારે શિષ્યવૃત્તિઓ મેળવીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1904માં ગોટિન્જનમાં ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી., લંડનની મૅથેમૅટિકલ સોસાયટીના સભ્ય, અને રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીના ફેલો બન્યા હતા. 1919માં…
વધુ વાંચો >અંજુમને ઇસ્લામ
અંજુમને ઇસ્લામ : અંગ્રેજો વિરુદ્ધના 1857ના વિપ્લવ પછી મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા, સામાજિક સુધારાઓ દાખલ કરવા તથા આધુનિક શિક્ષણના પ્રસારના હેતુથી સાર્વજનિક મુસ્લિમ સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી, જેમને સામાન્ય રીતે અંજુમને ઇસ્લામ અર્થાત્ મુસ્લિમ મંડળ નામ આપવામાં આવ્યું હતું. જૂના મુંબઈ રાજ્યમાં મુંબઈ શહેર તથા ગુજરાતમાં અમદાવાદ, સૂરત, વડોદરા જેવાં…
વધુ વાંચો >અંબાણી, નીતા
અંબાણી, નીતા (જ. 1 નવેમ્બર 1963, મુંબઈ) : રિલાયન્સ ફાઉન્ડેશનનાં અને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં સ્થાપક અને અધ્યક્ષા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીનાં પત્ની. નીતા અંબાણીનો જન્મ મુંબઈના મધ્યમવર્ગીય પરિવારમાં થયો. પિતા રવીન્દ્ર દલાલ અને માતા પૂર્ણિમા દલાલ. નીતાએ નરસી મોનજી કૉલેજમાંથી કૉમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી.…
વધુ વાંચો >આચાર્ય, દેવવ્રત
આચાર્ય, દેવવ્રત (જ. 18 જાન્યુઆરી 1959, સમલખા, પંજાબ) : આર્ય સમાજના પ્રચારક, આયુર્વેદ, નિસર્ગોપચાર અને સજીવ ખેતીના સમર્થક ગુજરાતના 20મા રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ. પિતાનું નામ લહરી સિંહ અને માતાનું નામ લક્ષ્મી દેવી. તેમણે ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે. તેમણે સ્નાતક, અનુસ્નાતક (ઇતિહાસ અને હિન્દી), બી. એડ્., ડિપ્લોમા ઇન…
વધુ વાંચો >આશ્રમશાળા
આશ્રમશાળા : શ્રમ, સેવા અને સ્વાધ્યાય પર આધારિત કેળવણી આપતી નિવાસી શાળા. ભારતવર્ષમાં આર્યોના સમયથી શિક્ષણમાં ‘આશ્રમશાળા’ વિશેના ઉલ્લેખો મળે છે. કૃષ્ણ અને સુદામા સાંદીપનિની આશ્રમશાળામાં જ ભણેલા. કાળાંતરે, વિશેષે કરીને અંગ્રેજકાળમાં આ પ્રથા ઘસાઈ ગઈ. આમ છતાં આર્યસમાજી ‘ગુરુકુળ’ અને રવીન્દ્રનાથ ટાગોરના ‘શાંતિનિકેતન’ રૂપે આ આશ્રમશાળાઓના નમૂના અંગ્રેજોના સમય…
વધુ વાંચો >આંગણવાડી
આંગણવાડી : ગ્રામવિસ્તારો તેમજ શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વસતી પ્રજાનાં બાળકોને માટે પૂર્વપ્રાથમિક શિક્ષણપ્રબંધ કરતી પ્રાયોગિક વ્યવસ્થા. ત્રણથી પાંચ વર્ષની વયનાં બાળકોના પૂર્વપ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા મૉન્ટેસોરી પદ્ધતિ દ્વારા ચાલતાં બાલમંદિરોમાં થતી હોય છે. મોટેભાગે આવી સંસ્થાઓ શહેર અને કસબાનાં ગામોમાં હોય છે. આ પ્રકારની સંસ્થાઓનો લાભ બહુધા મધ્યમ કે ઉચ્ચ મધ્યમવર્ગના…
વધુ વાંચો >ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇ. ટી. આઇ.)
ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇ. ટી. આઇ.) : ભારતમાં ઉદ્યોગો માટે કારીગરો તૈયાર કરતી સંસ્થા. ઉદ્યોગો માટે તાલીમ પામેલા અર્ધકુશળ અને કુશળ કારીગરો પૂરતી સંખ્યામાં સતત મળી રહે, ઔદ્યોગિક ઉત્પાદનની ગુણવત્તા જળવાઈ રહે, શિક્ષિત યુવાનોને રોજગારી મળી રહે અને સ્વરોજગાર માટે તેઓ તૈયાર થાય તે હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ સરકાર દ્વારા…
વધુ વાંચો >ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (IIT) : ઉચ્ચ પ્રાવૈધિક (technological) શિક્ષણ અને સંશોધન માટેની ઉચ્ચ સ્તરની ભારતીય સંસ્થાઓ. પ્રાવૈધિક કેળવણી અંગે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયને સલાહ તથા માર્ગદર્શન આપવા માટે ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ ટૅકનિકલ એજ્યુકેશન(AICTE)ની 1946માં રચના કરવામાં આવી હતી. એન. આર. સરકાર તદર્થ (ad hoc) કમિટીના હેવાલની એ. આઇ.…
વધુ વાંચો >ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ-અમદાવાદ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદ (IIM) : ઉચ્ચ-સ્તરીય વ્યવસ્થાપન અને તેની વિકસતી કાર્યપદ્ધતિઓ અંગે અધ્યયન અને સંશોધન કરતી તેમજ તે અંગેની તાલીમ આપતી સંસ્થા. અમદાવાદ ખાતે આ સંસ્થાની સ્થાપનામાં વિશ્વવિખ્યાત અવકાશ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો છે. અમદાવાદની આ સંસ્થા દેશની આ પ્રકારની સર્વપ્રથમ સંસ્થા છે. ભારત…
વધુ વાંચો >ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ (IIS) : 1911માં બૅંગાલુરુમાં સ્થાપવામાં આવેલી વિજ્ઞાન અને ઇજનેરીની વિવિધ શાખાઓમાં ઉચ્ચ શિક્ષણ તથા સંશોધનની સગવડ ધરાવતી ભારતની જૂનામાં જૂની અને ખ્યાતનામ સંસ્થા. જમશેદજી નસરવાનજી તાતા(1839-1904)ને છેક ઓગણીસમી સદીના અંતભાગમાં પ્રતીતિ થઈ હતી કે દેશના ભવિષ્યના વિકાસનો નિર્ણાયક આધાર વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રમાંના સંશોધન ઉપર રહેલો…
વધુ વાંચો >