શિક્ષણ
બાલશિક્ષણ
બાલશિક્ષણ : જુઓ પ્રાથમિક શિક્ષણ
વધુ વાંચો >બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી ઍન્ડ સાયન્સ (BITS)
બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી ઍન્ડ સાયન્સ (BITS) : વિજ્ઞાન અને ટૅકનૉલૉજીમાં શિક્ષણ અને સંશોધનકાર્ય કરતી રાજસ્થાનમાં પિલાણીમાં આવેલી સંસ્થા. વીસમી સદીના પ્રારંભે, 1901માં માત્ર એક જ શિક્ષક દ્વારા અહીં પ્રાથમિક શિક્ષણનો આરંભ થયો હતો, જેમાં જાણીતા ઉદ્યોગપતિ બિરલા ઘનશ્યામદાસે ઊંડો રસ લીધો અને વર્ષો વીતતાં અહીં માધ્યમિક શાળા અને સ્નાતક…
વધુ વાંચો >બુનિયાદી શિક્ષણ
બુનિયાદી શિક્ષણ : ગાંધીવિચાર અનુસારનું પાયાનું શિક્ષણ. આ શિક્ષણને મહાત્મા ગાંધીજીની ભારતને દેન માનવામાં આવે છે. ગાંધીજીએ શિક્ષણવિષયક પોતાના વિચારો 1937ના જુલાઈ માસના ‘હરિજન’માં રજૂ કર્યા હતા અને પછી તે વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા 1937ના ઑક્ટોબર માસમાં રાષ્ટ્રીય કેળવણીકારોનું એક સંમેલન વર્ધા મુકામે યોજવામાં આવ્યું હતું. એ સંમેલનમાં ગાંધીજીના વિચારો…
વધુ વાંચો >બૅનરજી, સુરેન્દ્રનાથ
બૅનરજી, સુરેન્દ્રનાથ (જ. 10 નવેમ્બર 1848, કૉલકાતા; અ. 6 ઑગસ્ટ 1925, બરાકપુર) : સાંસ્થાનિક સ્વરાજ માટે આજીવન ઝૂઝનાર મવાળ દેશનેતા, પત્રકાર અને કેળવણીકાર. જન્મ કુલીન બ્રાહ્મણ પરિવારમાં. પિતા દુર્ગાચરણ ડૉક્ટર હતા અને ઉદારમતવાદી વિચારો ધરાવતા હતા. માધ્યમિક શિક્ષણ પૅરન્ટલ એકૅડેમિક ઇન્સ્ટિટ્યૂટશનમાં લઈ સુરેન્દ્રનાથ 1868માં કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. એ જ…
વધુ વાંચો >બેલ, ઍન્ડ્રૂઝ
બેલ, ઍન્ડ્રૂઝ (જ. 1753, સેંટ ઍન્ડ્રૂઝ, સ્કૉટલૅન્ડ; અ. 1832) : નામી શિક્ષણશાસ્ત્રી. તેઓ સિસ્ટમ ઑવ્ એજ્યુકેશનના પ્રણેતા અને સ્થાપક-પ્રવર્તક લેખાય છે. બિશપ થયા પછી તેઓ 1787માં ભારત આવ્યા; 1789માં તેઓ મદ્રાસ(હવે ચેન્નઈ)ના લશ્કરી વિદ્યાલયમાં અધીક્ષક નિમાયા. ત્યાં તેમને જરૂરી શિક્ષકો મેળવવાની ખૂબ અગવડ પડી. આથી તેમણે ખુદ વિદ્યાર્થીઓ દ્વારા નિરીક્ષણ…
વધુ વાંચો >બેલ, એરિક ટેમ્પલ
બેલ, એરિક ટેમ્પલ (જ. 17 ફેબ્રુઆરી 1883, એબર્ડિન, સ્કૉટલૅન્ડ; અ. 21 ડિસેમ્બર 1960) : સ્કૉટિશ અમેરિકન ગણિતશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને લેખક. પૂર્ણાંકોના ગુણધર્મ સાથે સંકળાયેલ સંખ્યાશાસ્ત્રના સિદ્ધાંતો નામે જાણીતી ગણિતની શાખામાં કેટલાક અગત્યનાં પ્રમેય તેમણે શોધ્યાં હતાં. માત્ર ઓગણત્રીસ વર્ષની ઉંમરે તેઓ સ્કૉટલૅન્ડથી સ્થાનાંતર કરી અમેરિકા(યુ.એસ.)માં આવ્યા. અહીં સ્ટેન્સ્ફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા.…
વધુ વાંચો >બેસન્ટ, ઍની
બેસન્ટ, ઍની (જ. 1 ઑક્ટોબર 1847, લંડન; અ. 21 સપ્ટેમ્બર 1933, અડ્યાર, ચેન્નઈ) : ભારતને સેવાક્ષેત્ર બનાવીને થિયૉસોફિસ્ટ, સમાજસુધારક અને કેળવણીકાર તરીકે સેવા આપનાર અંગ્રેજ મહિલા. ઍની બેસન્ટનો જન્મ આયરિશ કુટુંબમાં થયો હતો. બાળપણમાં જ તેમના પિતા વિલિયમ પેજ વુડ મરણ પામ્યા. માતા એમિલી પાસેથી મિસ મેરિયટ ઍનીને ભણાવવા પોતાને…
વધુ વાંચો >બેંટન, વિલિયમ (બર્નેટ)
બેંટન, વિલિયમ (બર્નેટ) (જ. 1 એપ્રિલ 1900, મિનિયાપોલિસ, યુ.એસ.; અ. 18 માર્ચ 1973, ન્યૂયૉર્ક સિટી) : ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ (1943–73) અને અન્ય ભાષાઓમાં રચાયેલ એન્સાઇક્લોપીડિયાના મુખ્ય સંપાદક. યુ. એસ. પ્રકાશન વિભાગના મુખ્ય વહીવટદાર ‘બેંટન ઍન્ડ બાઉલ્સ’ નામની જગપ્રસિદ્ધ વિજ્ઞાપન પેઢીના સ્થાપક. યુનિવર્સિટી ઑવ્ શિકાગોના વાઇસ પ્રેસિડન્ટ અમેરિકાની સરકારમાં આસિસ્ટન્ટ સેક્રેટરી ઑવ્…
વધુ વાંચો >બૈતુલ હિકમત
બૈતુલ હિકમત : બગદાદ શહેરની વિદ્યાના વિકાસ માટેની એક પ્રાચીન સંસ્થા. અબ્બાસી વંશના ખલીફા હારૂન અલ-રશીદ (જ. 763; – અ. 809) તથા તેમના વજીર અલ બરામિકાના પ્રયત્નોથી પ્રાચીન ગ્રીક વિજ્ઞાનોના મૂળ ગ્રંથો રોમનો પાસેથી મેળવીને તેમનો અરબીમાં અનુવાદ કરવાની પરંપરા અગાઉ શરૂ થઈ હતી અને આવા ગ્રંથોના સંગ્રહ માટે બગદાદમાં…
વધુ વાંચો >બોઝ, આનંદમોહન
બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…
વધુ વાંચો >