વ્રિજવિહારી દીનાનાથ દવે

ઉષ્ણતાજન્ય વિકૃતિ

ઉષ્ણતાજન્ય વિકૃતિ (thermal metamorphism) : પૃથ્વીના પોપડાના અગ્નિકૃત અને જળકૃત ખડકો ઉપર મુખ્યત્વે ઉષ્ણતાને કારણે થતી વિકૃતિ. અગ્નિકૃત કે જળકૃત ખડકો ઉપર ઉષ્ણતા અને દાબની અલગ કે સંયુક્ત અસરથી અથવા ઉષ્ણતા અને સમદાબથી પેદા થતી વિકૃતિનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય : આવી અસરોથી પેદા થતા ખડકોને વિકૃત ખડકો કહે…

વધુ વાંચો >

ઉષ્ણતા-દાબજન્ય વિકૃતિ

ઉષ્ણતા-દાબજન્ય વિકૃતિ (dynamo-thermal metamor-phism) : અગ્નિકૃત અને જળકૃત ખડકો ઉપર ઉષ્મા તથા દાબની સંયુક્ત અસરથી પેદા થતી વિકૃતિ. આ પ્રકારની વિકૃતિની અસર વિશાળ ખડકવિસ્તારોમાં જોવા મળતી હોવાથી તે પ્રાદેશિક વિકૃતિ તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારની વિકૃતિપ્રક્રિયા હિમાલય અને અરવલ્લી જેવી ગિરિનિર્માણની ક્રિયા સાથે સંકળાયેલ ખડકોમાં જોવા મળે છે. ઉષ્ણતાદાબજન્ય…

વધુ વાંચો >

ઉષ્ણતાનયનના પ્રવાહો

ઉષ્ણતાનયનના પ્રવાહો (ભૂસ્તર) : ભૂમધ્યાવરણ અસમપ્રમાણમાં ગરમ થતાં તેના બંધારણમાંના દ્રવ્યની વર્તુલાકાર ગતિ. આ વિચાર 1920થી 1930ના ગાળામાં આર્થર હોમ્સે રજૂ કર્યો હતો. ભૂમધ્યાવરણ દ્રવ્યના એક પૂર્ણ એકમને ચક્ર (cell) કહે છે. ઉષ્ણતાનયનના પ્રવાહની વિચારધારા, ખંડીય પ્રવહન (continental drift) અને સમુદ્રતળ-વિસ્તરણ (sea-floor spreading) જેવી ઘટનાઓ સમજાવવા માટે ઉપયોગી છે. 100…

વધુ વાંચો >

એકાંગી મૅગ્મા

એકાંગી મૅગ્મા : એક જ ઘટકનો બનેલ મૅગ્મા. પૃથ્વીના પેટાળમાં ઉદભવતા ખડકોના પીગળેલા રસને મૅગ્મા કહે છે. તે ઠંડો પડતાં અંત:કૃત અગ્નિકૃત ખડકો અસ્તિત્વમાં આવે છે. આ ખડકો મૅગ્માની ઠંડા પડવાની ક્રિયા દરમિયાન સ્ફટિકીકરણથી ઉત્પન્ન થતા ખનિજ કે ખનિજસમૂહોના બનેલા હોય છે. અગ્નિકૃત ખડકોના અવલોકન ઉપરથી મૂળ મૅગ્મા એક જ…

વધુ વાંચો >

ઍક્ટિનોલાઇટ

ઍક્ટિનોલાઇટ : ઍમ્ફિબૉલ વર્ગનો ખડક. રા. બં. : Ca2(MgFe)5 Si8O22(OH)2. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્વ. : લાંબા સ્ફટિક, પાનાકાર, તંતુમય, વિકેન્દ્રિત અથવા દાણાદાર. રં. : આછા લીલાથી કાળાશ પડતો લીલો અથવા કાળો. સં. : પ્રિઝમ સ્વરૂપને સમાંતર, બે સંભેદ વચ્ચેનો ખૂણો આશરે 56o. ચ. : કાચમય. ભં. સ. : ખરબચડીથી…

વધુ વાંચો >

ઍક્સિનાઇટ

ઍક્સિનાઇટ : એક પ્રકારનું ખનિજ. રા. બં. – (Ca, Mn, Fe, Mg)3 Al2BSi4O15(OH); સ્ફ. વ. – ટ્રાઇક્લિનિક; સ્વ. – પાતળા ધારદાર લંબચોરસ સ્ફટિક અથવા જથ્થામય; રં. – રંગવિહીન, પીળો, આછો જાંબલીથી લાલાશ પડતો; સં. – બ્રેકિપિનેકોઇડ સ્વરૂપને સમાંતર; ચ. – કાચમય; ભં.સ. – ખરબચડી, વલયાકાર, બરડ; ક. -6.5-7.00; વિ. ઘ.…

વધુ વાંચો >

એગ્લૉમરેટ

એગ્લૉમરેટ (agglomerate) : જ્વાળામુખીના પ્રસ્ફુટજન્ય ટુકડાઓનો બનેલો ખડક. 20થી 30 મિમી. કે તેથી વધુ વ્યાસવાળા ઓછાવત્તા પ્રમાણમાં ગોળાકાર કે અણીદાર ટુકડાઓ જેમાં વધુ હોય એવા જ્વાળામુખી-પ્રસ્ફુટનનો સમકાલીન પાયરોક્લાસ્ટિક ખડક  આંતરે આંતરે થતી જ્વાળામુખી-પ્રસ્ફુટનક્રિયાને કારણે જ્વાળામુખીની આજુબાજુના વિસ્તારમાં ખડક-ટુકડાઓનો જથ્થો એકત્રિત થતો રહે છે. પ્રત્યેક પ્રસ્ફુટન બાદ શાંતિના સમયમાં જ્વાળામુખીની નળીની…

વધુ વાંચો >

એજિરીન

એજિરીન : એક પ્રકારનું ખનિજ. અન્ય નામ એકમાઇટ, એજિરાઇટ; વર્ગ : પાયરૉક્સિન; રા. બં. : NaFe3+ Si2O6 સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક; સ્વ. : પ્રિઝમ સ્વરૂપ સ્ફટિક, સોયાકાર, તંતુમય; રંગ : સામાન્યત: કથ્થાઈ, ક્વચિત્ લીલો; સં. : પ્રિઝમને સમાંતર સ્પષ્ટ સંભેદ; ચં. : કાચમય, પારદર્શકવત્થી અપારદર્શક; ક. : 6-6.5; વિ. ઘ.…

વધુ વાંચો >

એજિરીન-ઓગાઇટ

એજિરીન-ઓગાઇટ : એજિરીન અને ઓગાઇટના વચગાળાના રાસાયણિક બંધારણવાળી પાયરૉક્સિન વર્ગની ખનિજ. આ ખનિજ એજિરીનની જેમ સોડા(Na2O)ની વધુ માત્રાવાળા અંત:કૃત અને જ્વાળામુખી ખડકોમાં જોવા મળે છે. વ્રિજવિહારી દીનાનાથ દવે

વધુ વાંચો >

એઝ્યુરાઇટ

એઝ્યુરાઇટ (ચેસીલાઇટ) : તામ્ર ધાતુખનિજ. રા.બં. – Cu3(CO3)2(OH)2; સ્ફ. વ. – મૉનોક્લિનિક; સ્વ. – લંબચોરસ કે ટૂંકા પ્રિઝમ સ્ફટિક, જથ્થામય કે ગઠ્ઠા જેવાં સંકેન્દ્રણ અને પાતળાં પડ કે છાંટ સ્વરૂપે; રં. – આછો વાદળીથી ઘેરો વાદળી; સં. – અલ્પવિકસિત; ચ. – કાચમયથી હીરક; ભં.સ. – વલયાકાર, બરડ; ચૂ. – વાદળી;…

વધુ વાંચો >