વ્રિજવિહારી દીનાનાથ દવે

ઍનહાઇડ્રાઇટ

ઍનહાઇડ્રાઇટ : અગત્યનું કૅલ્શિયમ ખનિજ. રા. બં. : CaSO4; સ્ફ. વ. : ઑર્થોર્હોમ્બિક; સ્વ. : પ્રિઝમ સ્વરૂપ કે મેજ આકારના સ્ફટિક, દાણાદાર, તંતુમય (fibrus) અથવા દળદાર (massive); રં. : રંગવિહીન, સફેદ, ભૂખરો, ગુલાબી, જાંબલી, રતાશ પડતો, કથ્થાઈ કે વાદળી; સં. : પિનેકોઇડ સ્વરૂપને સમાંતર; ચ. : સંભેદ સપાટી પર મૌક્તિક,…

વધુ વાંચો >

એનાટૅક્સિસ

એનાટૅક્સિસ (anataxis) : ઊંચા તાપમાને પૃથ્વીના પોપડામાં ઉદભવતી વિકૃતિ પ્રક્રિયા. આ પ્રક્રિયાને કારણે પૃથ્વીના પોપડાના ઊંડાણમાં અંત:કૃત ખડકો પીગળે છે અને મૅગ્મામાં પરિણમે છે. સિન્ટૅક્સિસ પણ આવા જ પ્રકારની પ્રક્રિયા છે. એમાં પૃથ્વીના પેટાળમાં ઊંડાણમાં રહેલા ખડકોની ગલનક્રિયા તેમજ અન્ય પદાર્થોની સ્વાંગીકરણક્રિયા (assimilation) બને છે. વ્રિજવિહારી દીનાનાથ દવે

વધુ વાંચો >

એનાટેઝ

એનાટેઝ : ટાઇટેનિયમનું એક ખનિજ. રા. બં. – TiO2; સ્ફ. વ. – ટેટ્રાગોનલ; સ્વ. – પિરામિડ, મેજઆકાર કે પ્રિઝમ સ્વરૂપ; રં. –  કથ્થઈથી ઘેરો વાદળી અથવા કાળો, લગભગ રંગવિહીન, ભૂખરો, લીલાશ પડતો, નીલો; સં. – બેઝલ પિનેકોઇડ, બ્રેકિડોમને સમાંતર; ચ. – હીરક; ભં. સ. – વલયાકારવત્, બરડ; ચૂ. – રંગવિહીન,…

વધુ વાંચો >

ઍનેલાઇઝર

ઍનેલાઇઝર : ધ્રુવીભૂત પ્રકાશની મદદથી ખડક/ખનિજના છેદ(section)નું નિરીક્ષણ કરવામાં વપરાતા બે નિકોલ પ્રિઝમમાંનો એક. બીજો નિકોલ પોલરાઇઝર તરીકે ઓળખાય છે. ખડકો/ખનિજોના છેદનો ધ્રુવીભૂત પ્રકાશ વડે અભ્યાસ કરવા માટે વપરાતા સૂક્ષ્મદર્શકમાં બે નિકોલ પ્રિઝમ વપરાય છે. એક સૂક્ષ્મદર્શકના સ્ટેજની નીચે ગોઠવેલો હોય છે અને તે પોલરાઇઝર અથવા નિમ્ન નિકોલ તરીકે ઓળખાય…

વધુ વાંચો >

એનેલ્સાઇટ

એનેલ્સાઇટ (એનેલ્સાઇમ) : ઝિયોલાઇટ વર્ગનું એક ખનિજ. રા. બં. – NaAlSi2O6H2O; સ્ફ. વ. – ક્યુબિક; સ્વ. – સુવિકસિત ટ્રેપેઝોહેડ્રોન સ્વરૂપ, જથ્થામય, પટ્ટાદાર યુગ્મતા; રં. – રંગવિહીન, સફેદ, ભૂખરો, પીળાશ પડતો, ગુલાબી કે લીલાશ પડતો; સં. – અલ્પવિકસિત; ચ. – કાચમય; ભં. સ. – વલયાકાર  સમ, બરડ; ક. 5થી 5.5; વિ.…

વધુ વાંચો >

એનોર્થાઇટ

એનોર્થાઇટ : પ્લેજિયોક્લેઝનું ખનિજ (પ્લેજિયોક્લેઝ સમરૂપ શ્રેણીનું ખનિજ). રા. બં. – mCaAl2Si2O8 સાથે nNaAlSi3O8, Ab10An90થી Ab0An100; સ્ફ. વ. – ટ્રાઇક્લિનિક; સ્વ. – ટૂંકા પ્રિઝમ સ્વરૂપ સ્ફટિક, પટ્ટીદાર સંરચનાયુક્ત દળદાર, યુગ્મતા સામાન્ય જેવી કે કાર્લ્સબાડ, બેવેનો, માનેબાક, આલ્બાઇટ અને પેરિક્લિન નિયમ મુજબ; રં. – રંગવિહીન, સફેદ, રાખોડી કે લાલાશ પડતો; સં.…

વધુ વાંચો >

એનોર્થોક્લેઝ

એનોર્થોક્લેઝ : (આલ્કલી ફેલ્સ્પાર વર્ગ) સોડા માઇક્રોક્લિન – માઇક્રોક્લિનનો એક પ્રકાર. રા. બં. – (NaK)AlSi3O8; સ્ફ. વ. – ટ્રાઇક્લિનિક; સ્વ. ટૂંકા પ્રિઝમ, ‘b’ સ્ફટિક અક્ષને સમાંતર ચપટા મેજ આકારના સ્ફટિક કે દળદાર. કાર્લ્સબાડ, બેવેનો, માનેબાક પ્રકારની સાદી કે પુનરાવર્તિત યુગ્મતા; રં. – રંગવિહીન, સફેદ, ભૂખરો, પીળાશ કે રાતાશ પડતો, લીલો;…

વધુ વાંચો >

એનોર્થોસાઇટ

એનોર્થોસાઇટ : અગ્નિકૃત પ્રકારનો પૂર્ણ, સ્ફટિકમય કણરચનાવાળો બેઝિક અંત:કૃત ખડક. તે લગભગ સંપૂર્ણપણે એક જ ખનિજનો બનેલો હોય છે. આ ખનિજ પ્લેજિયોક્લેઝ છે. તેનું ખનિજબંધારણ લેબ્રેડોરાઇટ અથવા એન્ડેસીન લેબ્રેડોરાઇટ ગાળાનું હોય છે. ખડકનો રંગ સફેદ કે રાખોડી હોય છે. તે થોડા સેન્ટિમિટરની જાડાઈવાળા પડથી માંડીને ખૂબ જ મોટા જથ્થાઓમાં મળી…

વધુ વાંચો >

એન્કેરાઇટ

એન્કેરાઇટ : ડોલોમાઇટને મળતું આવતું ખનિજ – કૅલ્શિયમ મૅગ્નેશિયમ – લોહ કાર્બોનેટ. રા. બં. – Ca(FeMg)(CO3)2; સ્ફ. વ. – હેક્ઝાગોનલ; સ્વ.  ર્હોમ્બોહેડ્રોન સ્વરૂપે, જથ્થામય; રં. – સફેદ, રાખોડી, કથ્થાઈ; સં. – રહોમ્બોહેડ્રોનને સમાંતર; ચ. – કાચમયથી મૌક્તિક; ભં. સ. – વલયાકારવત્ બરડ; ક. – 3.5થી 4.0; વિ. ઘ. – 2.97;…

વધુ વાંચો >

ઍન્કેરેમાઇટ

ઍન્કેરેમાઇટ (ankaramite) : ઑગાઇટ-સમૃદ્ધ, ઓલિવિનયુક્ત ઘેરા રંગવાળો બેસાલ્ટ. ઘેરા રંગવાળાં ખનિજોના પ્રમાણને આધારે બેસાલ્ટ ખડકોનું એક સરળ વર્ગીકરણ કરવામાં આવેલું છે. બેસાલ્ટ ખડકો કે જેમાં ઘેરા રંગવાળાં ખનિજોનું પ્રમાણ સરેરાશ કરતાં વધુ હોય તેમને ‘Metabasalts’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે બેસાલ્ટ ખડકો પ્લેજિયોક્લેઝ (મુખ્યત્વે લેબ્રેડોરાઇટ), ઑગાઇટ અને ઓલિવિન ખનિજોથી બનેલા…

વધુ વાંચો >