વસંત પરીખ

નવસાહસાંકચરિત

નવસાહસાંકચરિત (1000 આસપાસ) : પરમાર વંશના રાજા સિંધુરાજ વિશે લખાયેલું સંસ્કૃત મહાકાવ્ય. મૃગાંકદત્તના પુત્ર પદ્મગુપ્ત કે પરિમલ નામના કવિએ સિંધુરાજના ઐતિહાસિક પાત્ર વિશે આ મહાકાવ્ય રચ્યું છે. 18 સર્ગના બનેલા આ મહાકાવ્યમાં રાજા સિંધુરાજ નાગકન્યા શશિપ્રભા સાથે પરાક્રમ અને સાહસ બતાવી પરણ્યો તેનું કલ્પનાથી વર્ણન કર્યું છે. આ મહાકાવ્યમાં નાયક…

વધુ વાંચો >

નાટ્યસિદ્ધાંત

નાટ્યસિદ્ધાંત : સંસ્કૃત નાટ્યનાં મૂળ તત્વો વિશે વિચાર. સંસ્કૃત સાહિત્યાચાર્યોએ કાવ્યના બે પ્રકાર પાડ્યા છે : શ્રાવ્ય અને દૃશ્ય. તેમાં દૃશ્ય કાવ્ય એટલે નાટ્ય અથવા રૂપક. દૃશ્ય કાવ્ય એવા રૂપક કે નાટ્યમાં રંગમંચની કેટલીક મર્યાદાઓ અને પ્રેક્ષકોની અનેકવિધ રુચિઓનું સમાયોજન આવશ્યક છે, તેમાં સાહિત્યિક તત્વ ઉપરાંત અભિનયકલા પણ સમાવિષ્ટ છે…

વધુ વાંચો >

નાન્દી

નાન્દી : દેવની સ્તુતિ દ્વારા નાટ્યપ્રયોગ કરતાં પહેલાં પ્રેક્ષકો માટે આશીર્વાદ માગતો શ્લોક. નાટકની નિર્વિઘ્ન રજૂઆત અને સમાપ્તિ થાય એ માટે દેવોના આશીર્વાદ પામવા નાટકના આરંભ પહેલાં માંગલિક વિધિ કરવામાં આવતો. ભરતે તેને પૂર્વરંગ એવી સંજ્ઞા આપી છે. આ પૂર્વરંગનાં પ્રત્યાહાર, અવતરણ વગેરે 22 અંગો છે. નાન્દી તેમાં અંતિમ અંગ…

વધુ વાંચો >

નાયકપ્રભેદો

નાયકપ્રભેદો : રૂપકનું ફળ લઈ જનારા, અર્થાત્ નાયક તરીકે ઓળખાતા મુખ્ય પાત્રના પ્રકારો. તે નીચે પ્રમાણે છે : (1) સ્વભાવભેદથી નાયકના ચાર પ્રકાર છે : ધીરોદ્ધત : શૂરવીર, ગર્વિષ્ઠ, કૂટનીતિકુશળ અને આત્મશ્લાઘી. ધીરોદાત્ત : ગંભીર, ન્યાયી, ક્ષમાશીલ અને સ્થિરપ્રકૃતિયુક્ત. ધીરલલિત : વિલાસપ્રિય, નિશ્ચિંત અને મૃદુ સ્વભાવનો. ધીરશાન્ત : વિનમ્ર, નિરહંકારી…

વધુ વાંચો >

નાયિકાપ્રભેદો

નાયિકાપ્રભેદો : સંસ્કૃત રૂપકની નાયિકાના પ્રકારો. સંસ્કૃત ‘નાટક’ વગેરે રૂપકોમાં નાયકની સાથે નાયિકા પણ મહત્વનું સ્થાન ધરાવે છે. વિશેષત: શૃંગારરસપ્રધાન રૂપકમાં તો તે લગભગ કેન્દ્રસ્થાને રહે છે.. સાહિત્યાચાર્યોએ વિવિધ દૃષ્ટિએ તેના અનેક પ્રકારો પાડ્યા છે. (1) આચાર્ય ભરતે કુલીનતાની દૃષ્ટિએ ચાર ભેદ પાડ્યા : દિવ્યા, રાજરાણી, કુલસ્ત્રી અને ગણિકા. ‘નાટ્યદર્પણ’માં…

વધુ વાંચો >

ન્યાયદર્શન

ન્યાયદર્શન : ભારતીય વૈદિક ષડ્દર્શનોમાંનું એક. તેની વિશેષતા એ છે કે તેમાં આ દૃશ્ય જગતને કેવળ ભ્રમ કે બુદ્ધિનો કલ્પનાવિલાસ માનવાને બદલે તેની યથાર્થતા સ્વીકારી તેના સ્વરૂપનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. એ રીતે તેના મૂળ કારણની મીમાંસા (ontology) તથા તેની યથાર્થતાની જ્ઞાનમીમાંસા (epistemology) અહીં એક વિશિષ્ટ પદ્ધતિથી થઈ છે. ન્યાયદર્શન…

વધુ વાંચો >

ન્યાયપંચાનન જયરામ

ન્યાયપંચાનન જયરામ (આશરે 17મી સદી) : પ્રાચીન અને નવ્ય ન્યાયશાસ્ત્રના લેખક અને નૈયાયિક. જોધપુરના રાજા અજિતસિંહના શાસનકાળમાં થયેલા ભીમસેન દીક્ષિતે 1656માં રચેલા ‘એકષષ્ઠ્યલંકારપ્રકાશ’ અને ‘અલંકારસારસ્થિતિ’ ગ્રંથોમાં જયરામનો ઉલ્લેખ કર્યો છે. જયરામ ઈ. સ. 1657માં વારાણસીમાં રહેતા હતા અને ત્યાં તેમણે ‘પદાર્થમાલા’ નામનો ગ્રંથ રચ્યો હતો એવો પુરાવો મળે છે. આથી…

વધુ વાંચો >

પુરુષ

પુરુષ : સાંખ્ય મતે જગતમાં રહેલું એકમાત્ર ચેતન તત્વ (આત્મા). સાંખ્ય દર્શન સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના સ્વરૂપના સંદર્ભે પરસ્પરથી ભિન્ન એવાં બે સ્વતંત્ર તત્ત્વોનો સ્વીકાર કરે છે. દૃશ્યમાન જગતનું મૂળ કારણ એવી પ્રકૃતિ અને એનો સાક્ષી તેવો પુરુષ. પ્રકૃતિ સત્વ, રજસ અને તમસ  એ ત્રણ ગુણોની સામ્યાવસ્થા છે. તે અચેતન…

વધુ વાંચો >

પ્રકૃતિવાદ (2)

પ્રકૃતિવાદ (2) : ભારતના સાંખ્યદર્શનનો સૃષ્ટિની ઉત્પત્તિ વિશેનો મત. સાંખ્ય દ્વૈતવાદી છે. તે મૂળભૂત બે તત્વોને માને છે – પ્રકૃતિ અને પુરુષ. પુરુષ ચેતન, નિર્ગુણ, અપરિણામી અને અનેક છે. અહીં ગુણનો અર્થ છે સત્વ, રજસ્ અને તમસ્ – એ ત્રણ ગુણો. પ્રકૃતિ જડ, ત્રિગુણાત્મક પ્રતિક્ષણ પરિણામી અને એક છે. તે…

વધુ વાંચો >

માયા

માયા : ભારતીય તત્વજ્ઞાન અનુસાર જગતને ઉત્પન્ન કરનારી ઈશ્વરની શક્તિ. ‘માયા’ શબ્દની અનેકવિધ અર્થચ્છાયાઓ જોઈ શકાય છે. માયાના સામાન્ય અર્થો : (1) કપટ, (2) બીજાને છેતરવાની ઇચ્છા, (3) દંભ, (4) ધન, (5) જાદુ વગેરે છે; પરંતુ તત્વજ્ઞાનના ગ્રંથોમાં તેના વિશિષ્ટ અર્થો છે : મધ્વાચાર્યના મતે ભગવાનની ઇચ્છા, વલ્લભાચાર્યના મતે ભગવાનની…

વધુ વાંચો >