વનસ્પતિશાસ્ત્ર

રાસ્પબેરી

રાસ્પબેરી : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rubus niveus Thunb. syn. R. lasiocarpus Hook. f.; R. albescens Roxb.; R. mysorensis Heyne (હિં. કાલા હિંસલુ, કાલીએંછી; મ. ગૌરીફલ; અં. માયસોર રાસ્પબેરી, મહાબલેશ્વર રાસ્પબેરી) છે. તે મોટો, ફેલાતો કાંટાળો અને બહુવર્ષાયુ ક્ષુપ છે અને લાંબું, જાંબલી, મીણાભ(pruinose)-પ્રકાંડ ધરાવે…

વધુ વાંચો >

રાળ (resin)

રાળ (resin) : ખાસ કરીને કેટલીક ઈજાગ્રસ્ત વનસ્પતિઓ દ્વારા થતો ગુંદર જેવો ચીકણો પ્રવાહીમય સ્રાવ. તે મુખ્યત્વે વધારે ઊંચો અણુભાર ધરાવતાં બહુલકિત (polymerized) ઍસિડો, ઍસ્ટરો અને ટર્પેનૉઇડ સંયોજનોનું મિશ્રણ છે. તે પાણીમાં અદ્રાવ્ય અને ઇથેનૉલમાં દ્રાવ્ય છે. હવાના સંપર્કમાં આવતાં બાષ્પશીલ ઘટકો ઊડી જાય છે, અને ઈજાગ્રસ્ત વિસ્તારને રક્ષણ આપતો…

વધુ વાંચો >

રિસામણી

રિસામણી : જુઓ લજામણી.

વધુ વાંચો >

રીંગણ

રીંગણ દ્વિદળી વર્ગના સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Solanum melongena Linn. (સં. વાર્તાકી; મ. વાંગી; હિં. બેંગન, ભંટા, ભટોરા; બં. બેગુન; ક. બદનેકાઈ, કાચીગીડ; ત. કટ્ટારી; મલ. વાળુતિના; ગુ. રીંગણ, વેંગણી, વંતાકડી; અં. એગ પ્લાન્ટ, બ્રિંજલ) છે. તે શાકીય, કાંટાળી કે કેટલીક વાર અશાખિત બહુવર્ષાયુ, 0.6 મી.થી 2.4…

વધુ વાંચો >

રુક્મણી

રુક્મણી : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ixora arborea Roxb. syn. I. parviflora Vahl. (સં. નવમલ્લિકા, વનમાલિની; હિં. નીવારી, કોથાગંધાલ; મ. નેવાળી, વેક્ષમોગરી, માકડી, રાનમોગરી; ગુ. નેવારી નીમાળી; ક. નીકાડમલ્લિગે; અં. ટૉર્ચ વુડ ઇક્ઝોરા) છે. તે નાનું, બહુશાખિત, સદાહરિત વૃક્ષ કે ક્ષુપ છે અને ભારતમાં…

વધુ વાંચો >

રુટેસી

રુટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ–દ્વિદળી, ઉપવર્ગ-મુક્તદલા (Polypetalae), શ્રેણી–બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર–જિરાનિયેલ્સ, કુળ–રુટેસી. આ કુળમાં લગભગ 140 પ્રજાતિઓ અને 1,300 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનું વિતરણ ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધના સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં…

વધુ વાંચો >

રુદ્રાક્ષ

રુદ્રાક્ષ : દ્વિદળી વર્ગમાં આવેલા એલિયોકાર્પૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Elaeocarpus ganitrus Roxb. syn. E. sphaericus (Gaertn.) K. schum. (સં., મ., તે., ત., ક., મલ., ગુ. રુદ્રાક્ષ) છે. તે પૂર્વ હિમાલયમાં નેપાળ, બિહાર, બંગાળ, આસામ અને ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશ અને મુંબઈના વનપ્રદેશોમાં થાય છે. તે સદાહરિત મધ્યમ કદનું…

વધુ વાંચો >

રુપ્પિયા

રુપ્પિયા : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા રુપ્પિયેસી કુળની એક પ્રજાતિ (genus). પહેલાં આ પ્રજાતિને નાયાડેસી કુળમાં મૂકવામાં આવી હતી. રુપ્પિયાનાં લક્ષણો નાયાસ પ્રજાતિ કરતાં જુદાં પડતાં હોવાથી તેનું નવા કુળમાં સ્થાપન યથાર્થ ઠરે છે. આ પ્રજાતિ સામાન્યત: ખાડીના ખારા પાણીમાં ઊગે છે. તેનો ભૂમિગત દ્વિશાખી પ્રકંદ (root stock) પાણીને તળિયે…

વધુ વાંચો >

રુબિયેસી

રુબિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ : દ્વિદળી, ઉપવર્ગ : યુક્તદલા (Gamopetalae), શ્રેણી : અધ:સ્ત્રીકેસરી (Inferae), ગોત્ર : રુબિયેલ્સ, કુળ : રુબિયેસી. આ કુળમાં ક્રૉન્ક્વિસ્ટના મતાનુસાર 500 પ્રજાતિઓ (genera) અને 6,520 જેટલી જાતિઓ(species)નો સમાવેશ થયેલો છે. તેનું…

વધુ વાંચો >

રૂખડો (ગોરખ આમલી)

રૂખડો (ગોરખ આમલી) : દ્વિદળી વર્ગમાં આવેલા બૉમ્બેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adansonia digitata Linn. (સં. ગોરક્ષી; હિં. ગોરખ ઇમલી; મ. ગોરખચીંચ, ચોરીચીંચ; ગુ. ગોરખ આમલી, રૂખડો, ચોર આમલી; ક. ગોરક્ષતુંણચી, માગીમાત્રું, બ્રહ્મામ્બિકા; ત. પપ્પારપ્પુલી, તોદી; અં. મંકી-બ્રેડ ટ્રી, મંકી પઝલ) છે. તે વિચિત્ર આકારનું, મધ્યમ કદનું 21…

વધુ વાંચો >