વનસ્પતિશાસ્ત્ર

જાતિવિકાસ (phylogony)

જાતિવિકાસ (phylogony) : કોઈ પણ જાતિ કે જાતિઓના સમૂહોના ઉદ્વિકાસનો તેમજ જાતિઓના પારસ્પરિક સંબંધોનો ઇતિહાસ. મુખ્યત્વે વૈજ્ઞાનિકોમાં એ સાર્વત્રિક માન્યતા છે કે કોઈ પણ સજીવ પ્રાણી કે વનસ્પતિ એક જ પૂર્વજમાંથી ઊતરી આવ્યાં છે અને આમ ઊતરી આવતાં સજીવોમાંના અમુક સમાન લક્ષણો ધરાવતાં હોય છે. એવું પણ માનવામાં આવે છે…

વધુ વાંચો >

જામફળ (જમરૂખ)

જામફળ (જમરૂખ) : સર્વભોગ્ય મીઠું ફળ. અં. common guava; લૅ. Psiolium guajava L. જામફળનું વતન મેક્સિકોથી પેરૂના મધ્ય ભાગને માનવામાં આવે છે. ભારતમાં તેનો પ્રવેશ સ્પૅનિશ લોકો દ્વારા સોળમી શતાબ્દી દરમિયાન થયો. ભારતમાં વાવેતરના ક્ષેત્રફળની ર્દષ્ટિએ જામફળનો ક્રમ આંબા, કેળ, લીંબુ વર્ગનાં ફળ તથા સફરજન પછી પાંચમો અને ઉત્પાદનની ર્દષ્ટિએ…

વધુ વાંચો >

જાયફળ (જાવંત્રી)

જાયફળ (જાવંત્રી) : ઘરગથ્થુ તેજાનો અને ઔષધદ્રવ્ય. લૅ. Myristica fragrans Houtt. ફળના બહારના આવરણને જાવંત્રી અને અંદરના બીજને જાયફળ કહે છે. કાયમ લીલું રહેતું આ ઝાડ ઘેરા લીલા રંગનાં પાન ધરાવે છે અને લગભગ 13થી 16 મી. ઊંચું ઘટાદાર હોય છે. તે મોલુકાસ નામના ટાપુમાં જંગલી અવસ્થામાં મળી આવે છે.…

વધુ વાંચો >

જાવા ફિગ ટ્રી

જાવા ફિગ ટ્રી : લૅ. Ficus benjamina. કુળ : Urticaceae. સહસભ્યો : વડ, પીપળો, પીપળ વગેરે. નાનાં નાનાં પણ ઘટ્ટ રીતે લાગેલાં ચળકતાં પાનથી આ ઝાડ ખૂબ જ ઘટાદાર લાગે છે. આનું ઝાડ ઠીક ઠીક ઝડપથી વધે છે, ઘણું વિશાળ થાય છે અને લાંબા આયુષ્યવાળું થાય છે. બેંગાલુરુમાં લાલ બાગને…

વધુ વાંચો >

જિનસેંગ

જિનસેંગ : તે દ્વિબીજલાના કુળ Araliaceaeનો 50 સેમી. ઊંચો છોડ છે. તેના સહસભ્યોમાં Schefflera, Oreopanax, Polyscias, Hedera વગેરે છે. તેને ભારતમાં ઉગાડવામાં આવે છે. જિનસેંગનાં લૅટિન નામ Panax ginseng C. A. Mey અને P. quinquefolium Linn છે. હિમાલયનાં ઊંચાં શિખરો પર P. pseudoginsengL મળે છે. જિનસેંગ તે Panaxનાં મૂળ છે.…

વધુ વાંચો >

જિન્કગો

જિન્કગો : અનાવૃતબીજધારી વિભાગના જિન્કગોએસી કુળની એક પ્રજાતિ. જિન્કગોનું ઝાડ 40 મી. ઊંચું હોય છે. ફૂલ નાનાં હોય છે. પાંદડાં પંખા આકારનાં, ખંડિત 7થી 7.5 સેમી. લાંબાં અને ફેલાતી હસ્તાકાર (palmate) શિરાવાળાં હોય છે. ફળ નાનાં, નારંગી-પીળા જરદાળુ જેવાં, બીજનું બહારનું સ્તર માંસલ અને મંદ-સુવાસિત હોય છે; મધ્યમાં આવેલું મીજ…

વધુ વાંચો >

જિન્ગોએલ્સ

જિન્ગોએલ્સ : અનાવૃત બીજધારી વનસ્પતિઓનો એક સમૂહ. તે આજથી 19 કરોડ વર્ષો પહેલાં ફૂલ્યોફાલ્યો હતો. પછી સમગ્ર સમૂહ નષ્ટ થયો. તેનો એક જ જીવંત સભ્ય હવે જોવા મળે છે. એવું મનાય છે કે કોર્ડટેઇટીસ અને સાયકેડોફીલીકેલ્સ નામની હાલ અશ્મીભૂત વનસ્પતિમાં તેના પૂર્વજો હતા. જિન્કગો બાઇલોબા નામ ધરાવતી આમાંની એક જ…

વધુ વાંચો >

જિપ્સોફાઇલા

જિપ્સોફાઇલા : વનસ્પતિશાસ્ત્રમાં એક જાણીતો પુષ્પછોડ. લૅ. Gypsophila elegans. કુળ : Caryophyllaceae. સહસભ્યો : ડાયન્થસ, કાર્નેશન, સ્વીટ વિલિયમ વગેરે. અંગ્રેજી નામ : બેબીઝ બ્રેથ; ચૉક પ્લાન્ટ. 40થી 45 સેમી. ઊંચાઈવાળા આ છોડ ગુજરાતની આબોહવામાં શિયાળુ મોસમી ફૂલછોડ તરીકે ઉછેરવામાં આવે છે. ફૂલ નાનાં નાનાં ઝૂમખાંમાં સફેદ અથવા ગુલાબી રંગનાં આવે…

વધુ વાંચો >

જિબરેલિન

જિબરેલિન : જિબરેલા ફ્યૂજીકોરાઈ નામની ફૂગમાંથી ઉત્પન્ન થતું દ્રવ્ય. આ ફૂગની અસરથી ડાંગરના છોડ રોગી બને છે. સૌપ્રથમ વાર આ રોગ જાપાનમાં જોવામાં આવ્યો. 1890ના દાયકામાં તેને ‘બકાને’ રોગ નામ આપવામાં આવ્યું. રોગનું એક લક્ષણ વનસ્પતિની અનિયમિત લંબવૃદ્ધિ છે. 1926માં સંશોધન દ્વારા ઈ. કૂરોસાવાએ સાબિત કર્યું કે આ રોગ ફૂગ…

વધુ વાંચો >

જિરાર્ડિનિયા

જિરાર્ડિનિયા : જિરાર્ડિનિયા ઝાયલેનિકા નામની આ વનસ્પતિ અર્ટીકેસી કુળમાં આવે છે. નીચા ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે. તેનાં પર્ણો 6-18 સેમી. વ્યાસ ધરાવે છે. પહેલાં અંડાકાર અથવા અર્ધગોળ, અર્ધવલયાકાર, આખા અથવા 3-5 ખંડીય જે ઉપર દાહક રોમો આવેલાં હોય છે. પુષ્પો ઑક્ટોબરથી માર્ચ મહિનામાં પરિમિત પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલાં જોવાય છે. નર…

વધુ વાંચો >